Skip to main content

take care..[ ધ્યાન રાખજો..]

 મિત્રો, 

દિવાળીના દિવસો છે તહેવાર ઉજવાય છે પણ મન જાણે છે કે કેમ ઉજવાય છે, આ મારી નહિ દરેકની વાત છે..એક કહેવત આજના સમયમાં બરાબર લાગુ પડે છે "લાફો મારી ને ગાલ લાલ રાખવો પડે છે." ચાદર કરતા પગ લાંબા નથી તોય ચાદરની બ્હાર પગ પહોચી ગયા છે. દેખાદેખીની દિવાળી થઇ ગઈ છે.શહેરની દિવાળી આવી જ હોય, 

ગામમાં દિવાળી થતી એ આજેય લોકો યાદ કરે છે. ગામડાની દિવાળી એટલે મીઠાઈ,ચેવડો અને સક્કરપારા સાથે સંસ્કારનું આદાન પ્રદાન, બીજાના ઘરમાં જતા જ વડીલોનાં આશીર્વાદ અને શુકનનાં અગિયાર કે એકસો એક બીજી દિવાળી સુધી મંદિરમાં સચવાતા. વડીલોની સલાહ અને એવી ઘણી વાતો જે સમય સમયે કામ લાગે,  વડીલો ભણેલા ન હોય પણ અનુભવની યુનિવર્સીટીમાં પી.એચ.ડી.થયા હોય. 

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે.રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળાઆંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા...રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા.તેમનો અલગ સંસાર વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રિતી રિવાજ અને સનાતન ધર્મ ની આગળ પાછળ ફરવાવાળા...જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...!

હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જુના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા......!!ગરમીની સીઝનમાં અથાણાં પાપડ બનાવવાવાળા, ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા, અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા..!

નજર ઉતારવા વાળા, કંદોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા, અને શાકભાજીની લારી વાળા સાથે એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા.....!!શુ તમે જાણો છો?....આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી કાયમ માટે જતા રહેવાના છે. શુ તમારા ઘરમાં આવું કોઈ છે? જો હા,તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન આપજો.......!નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે.... એ છે સંતોષ ભર્યું જીવન, સાદગી પૂર્વકનું જીવન, પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન, દેખાદેખી વગરનું જીવન, ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન, બધાની ચિંતા કરવાવાળું જીવન.....!

તમારા પરિવારમાં જે લોકો વડીલ છે તેમનું માન સન્માન રાખજો, તેઓને અપનાપન મહેસુસ કરાવો અને ખૂબ જ પ્રેમ કરો, સંસ્કાર જ અપરાધ રોકી શકે છે. સરકાર નહિ.. !!

છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા, 

થાક ગણો હતો ચહેરા પર પણ,
અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે,
"આંખ માં ઊંઘ હતી છતાં ચિંતામાં જાગતા જોયા છે.
"તકલીફો ચારે બાજુ હતી પણ એકલા હાથે હિંમત હાર્યા વગર લડતા જોયાં છે.!
"પાઇ પાઇ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે
એ ખુશી માટે પોતાના શમણાં ને રોળતા જોયા છે "
"પોતાની પસંદગી નાપસંદગ કરી અમારી પસંદગી ને અપનાવતા જોયા છે".
"વ્યક્તિ ભલે એક છે પણ વિશેષતાઓ અનેક છે.
માતા-પિતા સ્વરુપે એક સર્જનહારને મેં જોયા છે" 
"મારા સર્જનહારને કોટિ કોટિ વંદન

સમજે તે સમજદાર


Friends,

These are the days of Diwali, the festival is celebrated, but the mind knows why it is celebrated, this is not for me, it is for everyone. A saying applies exactly in today's time, "I have to keep my cheeks red." If the legs are not longer than the sheet, then the legs have reached outside the sheet. The Diwali of appearance has come. If the Diwali of the city has come,

Today people remember Diwali in the village. Village Diwali means exchange of sweets, chevado and sakkarpara with sacraments, blessings of elders as soon as they go to another's house and eleven or one hundred of Shukans are preserved in the temple till the second Diwali. Elderly advice and many things that seem to work from time to time, the elders are not educated but have a PhD in the University of Experience.

In the next 10-15 years, one such generation will leave the world. After which there will be a lot of remorse. It is bitter but it is true. People of this generation are completely different. Those who talk, those who ask for their happiness and sorrows, those who bow down with both hands, and those who do not eat without bathing. Their separate worlds are in front of festivals, guests, etiquette, food, vegetables, worries, pilgrimages, rituals and Sanatan Dharma. Those who go back ... those who are fascinated by the old phone's dogla, those who maintain the diary of the phone number, those who have a good conversation with the wrong number, those who read the current letters three or four times a day ...! Always remember Ekadashi Those who remember Poonam and Amas, those who have great faith in God, those who fear society, those who wear old slippers, torn bundi and glasses with broken stalks ...... !! And always desi tomato, desi eggplant And those who find vegetables like desi methi ..!

The ones who take a look, the ones who fix it if the kandoi has moved, the ones who give neem or acacia teeth, and the ones who attach the tongue to the vegetable lorries for one or two rupees ..... !! Did you know? .... all this Gradually we are going to leave forever. Is there anyone like that in your house? If yes, then pay close attention to them .......! Otherwise an important Sikh will go with them .... It is a life full of contentment, a life of simplicity, an inspiring life, a life without confusion, without appearances Life, religion and life on the right path, life that worries everyone .....!

Respect the elders in your family, make them feel at home and love them very much, only sacrament can stop crime. Not the government .. !!

Before you finally pause the blog,

Fatigue was on the face too,

We have worked hard for our happiness.

“There was sleep in the eye yet waking up in anxiety.

"Troubles were all around but I have seen them fighting alone without losing courage!"

"Pie Pie has been seen buying our happiness

He has seen his shaman rolling for pleasure "

"We have seen them dislike their choice and adopt our choice."

"Even if the person is one, the characteristics are many.

I have seen a Creator as a parent. "

"I salute my Creator


Understandably sensible

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...