Skip to main content

Where is humanity ? [ માણસાઈ છે ક્યાં ? ]

 મિત્રો, 

ગઈકાલની જ એક સાચી ઘટના આપની સાથે શેયર કરું છું. 

હું રાત્રે અઢી વાગ્યા ની આસપાસ [ નાઈટ ક્રિકેટ મેચ રમીને ] મિત્ર સાથે કારમાં દહીસર તરફથી બોરીવલી આવી રહ્યો હતો, ત્યાં શિમ્પોલીથી આગળ આઈ.સી.આઈ.સી.આઈ બેંકની સામે એક વ્યક્તિ રસ્તા ઉપર લોહી લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો, અમે ગાડી રોકી ત્યાં બીજા એકાદ બાઈક સવાર પણ હતા જેમણે એ વ્યક્તિને મદદ કરવાનું વિચાર્યું હશે, માણસાઈની દ્રષ્ટીએ અમે પણ ગાડી સાઈડ પર પાર્ક કરી અને એ વ્યક્તિ પાસે આવ્યા, ગરીબ અથવા તો કહો કે કોઈ ભિખારી જેવો લાગતો મેલાઘેલા કપડામાં લગભગ ૪૦-૪૫ વર્ષનો માણસ રસ્તા પર કણસતો હતો, અમે પોલીસ સ્ટેશને કોલ કરીને જાણ કરી ત્યારે સામેથી અનેક સવાલો આવ્યા કૌન હૈ..? આપકા ક્યા લગતા હૈ..? આદમી કો કોઈ ગાડીને ઉડાયા ક્યા..? અરે ભાઈ કોઈનો જીવ બચાવવા માટે કરાતી દયા સામે આટલા સવાલો હોય એની ખબર નહોતી છતાય મિત્રએ દરેક સવાલોના શાંતિથી જવાબ આપી પોલીસ સ્ટેશને કહ્યું કે આ લોકેશન પર જલ્દી આવો, ત્યાં સામેથી જવાબ આવ્યો કે હમારા પોલીસ સ્ટેશન ઇસ હદ્દ મેં નહિ આતા આપ બોરીવલી પોલીસ સ્ટેશન કોલ કીજીએ..

ત્યાં સુધી તો પેલો માણસ લગભગ બેભાન થઇ ચુક્યો હતો, મિત્રસે પોલીસ સાહેબને રીક્વેસ્ટ કરી કે આપ દુસરે સ્ટેશનમેં બાત કરોના..કેમકે અમે તમને બધા જવાબો આપ્યા છે, બીજા પોલીસ સ્ટેશને પણ આવા જ સવાલો કરતા ક્યાંક મોડું ન થઇ જાય અને માણસ અહિયાં જ શ્વાસ ન છોડી દે, આખરે બહુ જ મગજમારી બાદ પોલીસ સ્ટેશનેથી જવાબ આવ્યો કે અમે થોડીવારમાં જાણ કરીએ છીએ, પોલીસ વેન આવશે ત્યાં, અને લગભગ અડધો કલાક કોઈ ન દેખાયું..[ મેરા ભારત મહાન ] આ દરમ્યાન અસંખ્ય ગાડીઓ રાત્રે ૩ વાગ્યાની આસપાસ લીંક રોડ પર ગાડીઓની અવરજવર થતી હોય છે, એ બધી અમારી સામેથી નીકળતી ગઈ પણ કોઈ ઉભા રહેવા કે મદદ માટે તૈયાર નહોતું, એકાદ તો એમ્બ્યુલન્સ પણ નીકળી જેને રોકવાનો પ્રયત્ન કરતા એણે અમને ગાળો આપીને એમ્બ્યુલન્સ ભગાવી નીકળી ગયા..વાહ રે માણસાઈ..મેં એમ્બ્યુલન્સ માટે ૧૦૮ પર કોલ કર્યો તો સામેથી મેડમે મારો ઈન્ટરવ્યૂ લઇ નાખ્યો અને કહ્યું કે આપકો ભી ઉસ આદમી કે સાથ હોસ્પિટલ આના પડેગા, એમ કહેતા એણે કહ્યું હમ દેખતા હૈ કોઈ એમ્બ્યુલન્સ અવેલેબલ હોગા તો ભેજતા હૈ...લગભગ કલાક થઇ ગયો હશે પોલીસ સ્ટેશને મિત્ર વારંવાર અપડેટ લેતો હતો કે ભાઈ પોલીસ આવશે કે નહિ..? આખરે કલાકની આસપાસ પોલીસ વેન આવી અને અમારો ફરી ઈન્ટરવ્યૂ લઇ, મોબાઈલ નંબર લઇ એમણે પેલા બેભાન માણસનો કબજો લીધો, અને અમે માણસાઈ દેખાડવા જતા થયેલા અનુભવો સાથે લઇ ત્યાંથી રવાના થયા. આશા છે એ વ્યક્તિ હેમખેમ હશે જ . પણ હવે મૂળ વાત આ લેખ લખવાનું કારણ..માણસાઈ..

શું માણસાઈ હજુ જીવે છે..? મુંબઈ જેવા ક્યારેય ન સુતા શહેરમાં એક લોહીલુહાણ માણસ રસ્તા વચ્ચે પડ્યો હોય અને લોકો એને માત્ર જોઇને જ જતા રહે..? એમ કહીને કે ઇસ લફડે મેં કૌન પડે..? અરે ક્યારેક ન કરે નારાયણ આપણા ઘર પરિવાર કે મિત્ર વર્તુળમાં કોઈ સાથે આવું થાય તો...લોકો આવું જ વિચારીને નીકળી જાય ત્યારે આપણને લોકો પર ગુસ્સો આવે જ. 

 આજકાલનાં સંતાનો કે આજની પેઢીને દયા,માણસાઈ કે લાગણી સાથે લગભગ લેવાદેવા નથી, આવનારા એકાદ દસકા બાદ લોકો યંત્રવત માણસ બનીજાય તો નવાઈ નહિ, એકાદ પેઢી બાદ લોકોની સતત ફરિયાદ હશે કે હવે કશું પેલા જેવું નથી રહ્યું.માણસાઈ મરી પરવારી છે.હવે માનવજાત વિનાશ તરફ જઇ રહી છે.વગેરે વગેરે…કારણ કે આપણે સ્વાર્થી બની રહ્યા છીએ.સ્વાર્થી બની રહ્યા છીએ કારણ કે આપણી પાસે સમય નથી.બીજા માટે જીવવા તો દૂર બીજાને આપવા માટે પણ થોડો પણ સમય નથી. 

પોતાને લાગણીસભર ગણાવતાં વ્યક્તિને કોઈ પશુ સાથે દુર્વ્યવહાર કરતા કે કોઈ માણસ સાથે પશુથી પણ ખરાબ વ્યવહાર કરતા જોઈને સવાલ થાય કે માણસાઈ ક્યાં છે ? હજાર બે હજારનું બીલ બનાવી દર રવિવારે હોટલમાં જમતા સાહેબ પોતાની ઓફિસના “રામુ”કાકાને જમવાનું પૂછ્યા વગર એને માત્ર કામ જ કરાવ્યા કરે ત્યારે સવાલ થાય કે માણસાઈ ક્યાં છે ? VIP પેશન્ટને અડધો અડધો કલાક ફાળવતા ડોકટર્સ જ્યારે કોઈ મેલઘેલા કપડાં પેરી આવેલા મજૂર સાથે તોછડું વર્તન કરે તો સવાલ થાય માણસાઈ ક્યાં છે ? 

ક્યારેક ધોમ ધખતા  તડકામાં ઘેર હોમડિલિવરી કરવા આવેલા ઝમાટો કે સ્વીગી  કે પીઝા બોયને..અથવા તો પોસ્કોટમેનને  પાણી પીવડાવે, રસ્તા પર બેસી ફ્રુટ કે શાકભાજી વેચતા ગરીબ સાથે માથાકૂટ કરવાને બદલે બે રૂપિયા જતા કરે, ચાલીને જતા વ્યક્તિને કોઈ લિફ્ટ આપે ,તહેવાર હોય તો કામવાળીને સરપ્રાઇઝ રજા આપી દે અથવા એના ઘરે સાડી, મીઠાઈ મોકલાવે કે રસ્તા પર વાહન ચલાવતી વખતે આપણી ભૂલ હોય તો પણ સ્મિત કરીને જતું કરેને તો બહુ સારું લાગે છે.

જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી તો જીવવા દો,

માણસ છીએ થોડી માણસાઈ તો રહેવા દો.

છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલાં..

 પ્રેમ કરજો સહુ સંગ, માણસાઈ નહિ મારતા, 

એ હશે તો જ રહશે સંબંધ, માણસાઈ નહિ મારતા.

બદલાશે જગત આખું, સમય અને સંજોગો બધું..

પણ લાગણી રાખજો અકબંધ, 

માણસાઈ નહિ મારતા.

સમજે તે સમજદાર. 


Friends,

Let me share with you a true story of yesterday. 

I was coming from Dahisar to Borivali in a car with a friend [playing a night cricket match] around 2.30 pm, there was a man lying unconscious on the road in front of ICICI Bank in front of Shimpoli, we stopped the car There was another biker who must have thought of helping the man. From a human point of view we also parked the car on the side and approached the man, a poor man or a beggar in dirty clothes. Yes, when we called the police station and informed, many questions came up. What do you think ..? Did a man blow up a car ..? Hey brother, I didn't know that there are so many questions against mercy for saving someone's life, but my friend calmly answered all the questions and told the police station to come to this location soon. The answer came from there that our police station is not within this range. Please ..

By then the man was almost unconscious, the friend requested the policeman to talk to you at another station.. because we have given you all the answers, the other police station should not be late in asking similar questions and the man should just breathe here. Don't leave, finally after a lot of brainstorming, the police station replied that we will report in a few minutes, the police van will be there, and for about half an hour no one was seen. [My India is great] Vehicles are moving, they all came out in front of us but no one was ready to stand or help, once an ambulance came out and trying to stop it, they gave us a break and ran away. Wow man, I got 108 for the ambulance. Madam took my interview from the front and said that you too will have to go to the hospital with that man, saying that we will see if an ambulance is available, it will be sent ... It will be almost an hour, my friend will update the police station frequently. I was wondering whether the police would come or not ..? Eventually a police van arrived around an hour later to interview us again, took our mobile number and took possession of the unconscious man, and we left with the experience of going to show humanity. Hopefully that person will always be there. But now the main reason for writing this article..man ..

Is humanity still alive ..? In a city like Mumbai, which has never slept, a bloody man has fallen in the middle of the road and people just keep looking at him ..? Saying that who will fall in this scandal ..? Oh, sometimes Narayan doesn't, if this happens to someone in our home, family or circle of friends ... when people leave thinking like this, we get angry at people.

 Today's children or an unfamiliar generation have almost nothing to do with kindness, humanity or emotion. It will not be a surprise if people become mechanical human beings in the next decade or so. After a generation, people will constantly complain that nothing like that is happening now. Going towards. Etc. etc.… Because we are becoming selfish. Being selfish because we do not have time. To live for others, there is not even a little time to give away.

Seeing a person who considers himself emotional abusing an animal or treating a man even worse than an animal raises the question, where is the humanity? After making a bill of Rs. Doctors who allocate half an hour to a VIP patient, when someone behaves rudely with a laborer wearing dirty clothes, the question arises, where is the humanity?

Sometimes, in the scorching sun, a homemaker or a sweeper or a pizza boy who comes home for home delivery ... or a postman who drinks water, sits on the street and sells fruit or vegetables, instead of beheading a poor man, gives him two rupees for a walk, gives a lift to a walker. It feels good to give a surprise holiday or send a sari, sweets to his house or smile even if we make a mistake while driving on the road.

Let us live till we live,
Let's be human, let's be a little manly.
Before finally pausing the blog ..
 Love everyone, don't kill people,
If there is, there will be a relationship, not killing humanity.
The whole world will change, time and circumstances will change everything.
But keep the feeling intact, not killing humanity.

Understandably sensible.


Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...