મિત્રો, ૨૦૨૦ વર્ષનાં છેલ્લા બે દિવસો બાકી રહ્યા છે અને આ બે દિવસો પણ કેમ જલ્દી નીકળે અને વર્ષ ૨૦૨૧ એક નવી જ આશા અને ઉત્સાહ સાથે ફરી ધમધમતું થાય એવા વિચાર સાથે ૩૧ ની ઉજવણીની તૈયારી કરતાં લોકોને ૨૦૨૦ ને "આવજો" કહેવાનું પણ મન નથી થતું. કેમકે વીતેલા વર્ષમાં દરેક લોકો પર શું શું વીતી છે એ તો દરેકના મન જાણે, મોઢું હસતું રાખીને જીવતા લગભગ બધાને આવડી ગયું છે. મોંઘવારી કોને કહેવાય એ સમજાઈ ગયું છે અને બિનજરૂરી ખર્ચાઓ ક્યાં ક્યાં થતાં હતા એ પણ દેખાઈ ગયું છે. અને હવે થોડામાં ઘણું કેમ જીવાય એ આવડી ગયું છે. કંઈક ખૂટે તો ય એના વગર ફાવી ગયું છે. આ છેલ્લા દિવસોમાં મને વર્ષ ૨૦૨૦ નો જ ભેટો થઇ ગયો એકલો અટૂલો દરિયા કિનારે બેઠો હતો, મેં એને જોઈ મોઢે માસ્ક બરાબર ચેક કર્યું ખિસ્સામાંથી સેનેટાઈઝર કાઢી હાથ બરાબર સાફ કર્યા અને ધીમા પગે વર્ષ ૨૦૨૦ ની નજીક ગયો, ઉદાસ ચહેરે ગુમસુમ દરિયાના મોજાને આવતા અને જતા જોઈ રહ્યો હતો મેં પૂછ્યું લેખક : શું ભાઈ ૨૦૨૦, આમ અહિયાં દરિયા કિનારે ? તારે તો અત્યારે જલસા છે બાપ...
something new