Skip to main content

Bribe [ રિશ્વત , લાંચ ]

 

 લાંચ , રિશ્વત

મિત્રો, માણસ ‘આગળ’ વધવા માટે કેટલો ‘પાછળ’ જઈ શકે છે એની ઘણાને ખબર નહિ હોય, કેમકે દરેકની લાઈફમાં આવા ‘પ્રસંગ’ નહીં આવતા હોય, હા પ્રસંગ. કેમકે લાંચ આપવી એ પણ આપણા સમાજમાં એક પ્રસંગ જ કહેવાય, જે પ્રસંગ રંગે ચંગે પાર પડે તો ઘરમાં આનંદની ઉજાણી થાય પછી એ લાંચ પેન્શન લેવા આપવી પડે, બેંક માં પોતાનું કામ કઢાવવા આપવી પડે, નોકરીમાં બઢોતરી મળ્યા બાદ મોટા સાહેબને આપવી પડે કે સ્કુલ કોલેજમાં પાસ થવા આપવી પડે...જો કે લાંચ આપવાવાળા અને લાંચ લેવાવાળા બન્ને શરમને સેફ વોલ્ટ માં મુકીને જ આગળ વધતા હોય છે, મોટા ગજાના મજાના લોકો પોતાની કંપનીમાં એક ડીપાર્ટમેન્ટ રાખતા હોય છે, જેમાં અમુક તમુક સાહેબોને કેમ પટાવવા, કેમ લાંચ આપવી અને કેમ કામ કઢાવવા એનાં સામ,દામ,દંડ અને ભેદનાં જાણકાર  ચાણક્યની ચોપડી ડાઉનલોડ કરી વાંચી ગયેલા આજના મહારથીઓ બેઠા હોય છે. જેમની પાસે માલ છે એ માલામાલ માણસને વધુ માલામાલ કરી ગોલમાલ કરી શકે છે. પણ જેની પાસે કઈ છે જ નહિ એ માણસ ભીખ માંગીને પણ લાંચ આપવા મજબુર થાય છે.


પી.કે. ફિલ્મ માં પોતાના પેન્શનનાં રૂપિયા માટે લાંચ માંગતા પોસ્ટકર્મચારી સામે શરીરના દરેક કપડા કાઢતો સામાન્યમાનવી સૌને યાદ હશે. એવી જ રીતે હકીકતમાં બેગુસરાય ના મોહનભાઈ પોતાનો હક્ક માંગવા અને સરકારી કર્મચારીને લાંચ આપવા ભીખ નો સહારો લીધો. કારણ કે તેમની પાસે વિભાગીય અધિકારીને લાંચ આપવા માટે પૈસા નહોતા. મોટી રકમ હોવાને કારણે નિવૃત્ત કામદારો પૈસા ભેગા કરી શકતા ન હતા, તેથી તે  ભીખ માંગવા લાગ્યા. તેઓને ભીખના પૈસાથી લાંચ આપીને વિભાગ એમનું કામ કરી આપશે એવી આશા રાખે છે. નિવૃત્ત મોહન પાસવાનની ભીખ માંગતી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સરકારી અધિકારીને 2 લાખ..રૂપિયાની લાંચ આપવા, મોહન પાસવાન હાથ પર પ્લેકાર્ડ પણ લઈ બેઠા છે. જેના પર લખેલું છે કે “જિલ્લા પરિષદના કર્મચારીઓ અને અધિકારીઓ લાંચની માંગણી કરી રહ્યા છે અને હું નિવૃત, રીટાયર્ડ છું. મારી  પાસે લાંચ આપવા માટે પૈસા નથી, તેથી મારે ભીખ માંગવી પડે છે.”  
લાંચ નો એક કિસ્સો મજાનો છે ટ્રાફિક પોલીસ હાથોહાથ તો લાંચ ન લે એટલે એમણે સિગ્નલ પરના એક પાનવાળા ને પોતાનો ‘માણસ’ બનાવ્યો, જે સ્કુટર,રિક્ષા કે ગાડી પકડાય એને હવાલદાર સાહેબ કહે પાનવાલે કો સૌ દે..દે..,દો સૌ દે..દે..પાંચસો દે દે...એ લોકો પાનવાળા ને સાહેબનો ભાગ આપી નીકળી જતા, એક અળવીતરી આઈટમને સાહેબની ‘ચાલ’ ખબર પડી, ટ્રાફિક નાં સમયે એ તો ગયો પાનવાળા પાસે અને કહ્યું ‘સાહેબે બે હજાર રૂપિયા મંગાવ્યા છે,’ પાનવાળો તો ચિટ્ઠી નો ચાકર એણે સિગ્નલ પર હવાલદાર સાહેબ ને જોયા અને ઇશારાથી પૂછ્યું આપું ? હવાલદાર સમજ્યા કે પેલો પૈસા આપવા આવ્યો છે એટલે ઇશારાથી કહ્યું હા..હા..અને આઈટમ સાહેબનું બે હજારનું પડીકું વાળી ગયો.  

એક અંદરની વાત મેં પણ એક સાહેબ ને માત્ર પાંચ નો સિક્કો આપેલો છે, અને એમણે લઇ લીધો બોલો,
છેલ્લે આ લખનાર લેખક પણ આજે લાંચનાં ભોગે ભણતર માં પાછળ છે, અમારા જ મકાનમાં રહેતા સ્કુલ માસ્તરે મને કહ્યું હતું કે તું ત્રણ વિષયમાં નપાસ છે પંદરસો રૂપિયા આપ તો પાસ કરાવી દઉં. એ વખતે પંદરસો અમારા માટે પંદર હજાર કરતા મોંઘા હતા...અને મેં વટ્ટ થી કહ્યું સાહેવ રૂપિયા નથી મને નપાસ કરો. આજે સાલું મને નપાસ થયાનો ગર્વ છે. કેમકે સ્કુલની પરીક્ષામાં હું નપાસ હતો પણ મારી સામે એક માસ્તરને ‘મેં નપાસ કર્યો હતો.’

જો કે જ્યાં સુધી સંસારમાં વાળ કાપવાની સલુન બંધ નહિ થાય ત્યાં સુધી લાંચ રિશ્વતની દુકાન બંધ નહિ થાય. અને મને તો લાગે છે કે લાંચ લેવા અને દેવા ની એપ પણ બજારમાં આવી ગઈ હશે, જો કોઈને મળે તો શેયર કરજોને.

સમજે તે સમજદાર
 
रिश्वतखोरी, रिश्वतखोरी

दोस्तों, बहुत से लोग नहीं जानते कि कोई व्यक्ति ‘आगे’ बढ़ने के लिए कितना 'पीछे' ' जा सकता है, क्योंकि ऐसे 'मौके' हर किसी की जिंदगी में नहीं आते, हां अवसर। क्योंकि हमारे समाज में रिश्वत देना भी एक इवेंट माना जाता है, अगर इवेंट अच्छा हो जाए तो घर में खुशीया ही खुशिया I फिर वो रिश्वत नौकरी के बाद पेंशन लेने के लिए, बैंक में अपना काम निकलवाने के लिए, प्रमोशन पाने के लिए हो सकता है I नौकरी में बढ़ोतरी के बाद अपना प्रमोशन लेटर लेने बॉस को भी रिश्वत देनी होती है I या स्कूल या कॉलेज में, पास होने देना होता है... हालांकि रिश्वत देने वाले और रिश्वत लेने वाले दोनों ही अपनी शर्म को सुरक्षित तिजोरी में रखकर आगे बढ़ जाते हैं, लेकिन बड़े-बड़े मालदार लोग उनकी कंपनी में एक विभाग ही रखते है I जिसमें कुछ साहबों को कैसे पटाना है, कैसे रिश्वत देनी है वो आज के महारथी, जिन्होंने चाणक्य की किताब डाउनलोड करके पढ़ी है, वो ऐसे काम के लिए केबिनमें बैठे हैं। जिनके पास माल है वे अमीरों को और अधिक अमीर बनाकर बिगाड़ सकते हैं। लेकिन जिस आदमी के पास कुछ नहीं होता वह भीख मांगकर भी रिश्वत देने को मजबूर होता है।

फिल्म पी.के का वह आम आदमी हर किसी को याद होगा, जो अपनी पेंशन के पैसे पाने लिए रिश्वत मांगने वाले डाक कर्मचारी के सामने अपने सारे कपड़े उतार देता है।

इसी तरह,  रियल लाइफमें बेगुसराय के मोहनभाई ने अपना हक मांगने और सरकारी कर्मचारियों को रिश्वत देने के लिए भीख मांगने का सहारा लिया। क्योंकि उनके पास विभागीय अधिकारी को रिश्वत देने के लिए पैसे नहीं थे. बड़ी रकम होने के कारण रिटायर कर्मचारी पैसे इकट्ठा नहीं कर सके, इसलिए उन्होंने भीख मांगने का सहारा लिया. उन्हें भीख के पैसों से रिश्वत देकर विभाग को उम्मीद है कि वे अपना काम कर देंगे। रिटायर मोहन पासवान की भीख मांगते हुए तस्वीर भी सोशल मीडिया पर वायरल हो रही है.
मोहन पासवान के हाथ में एक सरकारी अधिकारी को 2 लाख रुपये रिश्वत देने की तख्ती, बोर्ड भी है. जिस पर लिखा है कि ''जिला परिषद के कर्मचारी और अधिकारी रिश्वत मांग रहे हैं और मैं सेवानिवृत्त हूं, सेवानिवृत्त हूं. मेरे पास रिश्वत देने के लिए पैसे नहीं हैं, इसलिए मुझे भीख मांगनी पड़ रही है।”

रिश्वतखोरी का मामला अजीब है। वैसे तो ट्रैफिक पुलिस रिश्वत नहीं लेती पर एक साहब ने सिग्नल पर पानवाले को अपना 'आदमी' बना लिया था । स्कूटर, रिक्शा या कार पकड़ी जाए तो हवलदार साहब कहते हैं पानवाले को सौ दे..दे .., दो सौ दे. ..दी..पांच सौ डी दे...वो लोग पानवाले को साहब का हिस्सा देकर चले जाते I  साहब की 'चाल' के बारे में एक चतुर को पता चल गया, ट्राफिक के समय  वह पानवाले के पास गया और बोला, 'साहब ने दो हजार रुपये मंगवाए है। पानवाले ने सिग्नल पर हवलदार साहब को इशारे से पूछा I  हवलदार को एहसास हुआ कि वह पैसे देने आया है तो उसने हां..हां.. का इशारा किया और आइटम साहब की दो हजार की हड्डी चबा गया I

अंदर की बात बताऊ, मुझे भी सिग्नल पर एक साहब ने पकड़ा था जेब में सिर्फ पांच का सिक्का था जो उन्हें दिखाया और उन्होंने सिक्का लेते कहा ‘चल निकल यहासे I 

अंतत: इसे लिखने वाला लेखक भी रिश्वतखोरी के कारण आज शिक्षा में पीछे है, हमारे मकान में रहने वाले ‘स्कूल मास्टर’ ने मुझसे कहा कि ‘तुम तीन विषयों में फेल हो रहे हो, अगर तुम मुझे पन्द्रह सौ रुपये दो तो मैं पास हो जाऊंगा।‘ उस समय हमारे लिए पन्द्रह सौ, पन्द्रह हजार से अधिक महँगे थे...और मैंने तुरंत  कहा, हर मेरे पास पैसे नहीं है मुझे फेल करो। मुझे आज फेल होने पर गर्व है। क्योंकि मैं स्कूल परीक्षा में तो फेल हो गया लेकिन मेरे सामने एक शिक्षक भी मेरी नजरोमे फेल हो गया।

हालाँकि, जब तक दुनिया में हेयर कटिंग सैलून बंद नहीं होंगे, रिश्वत की दुकान बंद नहीं होगी। और मुझे लगता है कि रिश्वत लेने और देने का ऐप भी मार्केट में होगा, अगर किसी को मिले तो कृपया शेयर करें।

समझे वो समझदार I   

Comments

  1. બેગુસરાઈનાં મોહનલાલ થોડા નસીબદાર કે એમને ભીખ માંગવા માટે કોઈએ અડકાવ્યા નહિ. બાકી હકીકત તો એ છે કે ભીખ માંગવા માટે પણ અમુક લોકોને લાંચ આપવી પડે છે અન્યથા મોહનલાલને એ જગ્યાએથી ખદેડી મુકવામાં આવ્યા હોત.

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

Har Har Mahadev ( હર હર મહાદેવ )

  હર હર મહાદેવ,  અધિક, ગદર, ઓહ માય ગોડ, શ્રાવણ... આવ્યો આવ્યો શ્રાવણ શુભ માસ...કૈલાશે લખવી કંકોતરી, આ ભજન બાળપણમાં અમે ગાતા, મંદિરે જતા, સોમવારે ખબર ન પડે એમ એકટાણું કરતા.                                               મિત્રો,, આ મહિનામાં દેવાધિ દેવ મહાદેવ પાસે જે માંગશો એ મળશે જ,  એની ગેરેન્ટી, શ્રાવણ મહિનો શિવને અતિ પ્રિય છે.કારણ ?  આખા શ્રાવણ માસમાં દેવી પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે તેની પૂજા કરી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા, તેથી આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ માસમાં શિવની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસને સૌથી પવિત્ર મહિનો મનાય છે. એમાંય ચાલુ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે.  આ શ્રાવણમાં પ્રથમ સોમવારે અક્ષત-ચોખા, બીજા સોમવારે સફેદ તલ, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે, સામાન્ય રીતે પ્રત્યેક માસમાં ૪ સોમવાર હોય છે પણ કવચિત પાંચમો સોમવાર શ્રાવણ માસમાં આ...

its different but..is it..? [ અલગ છે પણ..અલગ છે ? ]

મિત્રો ,  સવાલ : કેટલા પ્રકારના માણસો હોય ?  જવાબ :   અનેક પ્રકારનાં. જી હા , અનેક પ્રકારના એમાય અમુક પ્રકાર તો એટલો ભયાનક હોય છે કે ઓળખાય જ નહિ આ સાધુ છે કે શૈતાન. નાનપણથી આપણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોઈએ છીએ જેમની સાથે આજેય કદાચ વ્યવહાર હોય. આટલા વર્ષો દરમ્યાન તમને સામેવાળી વ્યક્તિનાં અનેક રૂપ જોવા મળી ગયા હોય. જે પહેલા હતા એ હમણાં ન હોય અથવા જે હમણાં છે એવા તો એ ક્યારેય નહોતા. ટૂંકમાં માણસ કાચીંડા જેવો હોઈ શકે જે ગમે ત્યારે રંગ બદલી શકે. આમાં બધા જ પ્રકારના લોકો આવી ગયા. હું પણ અને તમે પણ. રંગ આપણે ક્યા બદલી શકીએ રંગ તો સમય બદલે એટલે કુદરતી માણસ પણ બદલાય. આખરે તો આપણે પંચતત્વ નું માળખું કહેવાઈએ તો જેમ અમાસ અને પૂનમનાં દરિયામાં ભરતી અને ઓટ વર્તાય એમ માણસમાં પણ અનેક ઉથલ પાથલ થાય જ જોકે ઈશ્વરે માણસને મન અને મગજ આપ્યા છે અને વેદના સંવેદના ઉપર કંટ્રોલ કરવાની શક્તિ તો કોણ કેવી રીતે પોતાના મન મગજ પર કાબુ રાખે છે એ તો વ્યક્તિ જ નક્કી કરી શકે.  ફરી પાછી વાત હું ત્યાં જ લઇ આવું જ્યાંથી શરુ કરી હતી કે કેટલા પ્રકારના લોકો હોય તો આજે એક સરસ મઝાનો મેસેજ આવ્યો છે એ જ તમ...