મિત્રો, અમુક વાતનો અંત ન હોય જેમકે સુશાંત. પોતે શાંત થઈ ગયો પણ ઘણાંને અશાંત કરી ગયો. સી.બી.આઈ અને મુંબઈ પોલીસ વચ્ચે વાત થાય અને સી.બી.આઈ મુંબઈ પોલીસ ને પૂછે કે આ ન્યુઝવાળા જેટલું બતાડે છે એટલું તો અમનેય નથી ખબર..મુંબઈ પોલીસનો પણ આ જ જવાબ મળે ભાઈ અમનેય નથી ખબર..કોણ જાણે ક્યાં ક્યાંથી ન્યુઝવાળા ખબર શોધી લાવ છે. સુશાંતનાં સમાચાર જોઈ જોઈને એવું લાગે છે કે ભારતમાં બીજી કોઈ સમસ્યા જ નથી, ભગવાન સુશાંત કેસ નો જલ્દી ન્યાય કરે અને અપરાધીને સજા કરે, કોરોના પણ કોક ખૂણામાં બેઠો બેઠો વિચારતો હશે કે "ઈ સસુરા સુશાંત કૌન હૈ..? જો હમસે જ્યાદા ફેમસ હૈ.." સમાચાર ચેનલની ધીંગામસ્તી જોઈ ને ઈશ્વરને પ્રાર્થના કરવાની ઈચ્છા થાય કે આ શ્રાદ્ધ પક્ષ માં સુશાંતનો આત્મા કોઈના ખોળીયામાં આવે અને જે સાચી વાત છે એ કહી જાય એટલે પત્યું. [ અમુક સમાજમાં ખરેખર પરિવારનાં સભ્યમાં ગુજરી ગયેલા વડિલ પિતૃનો આત્મા બોલાવી એમની અંતિમ ઈચ્છા પૂછવાના આજેય પ્રયોગ થાય છે ] ભય સાથે નિર્ભય હોવાની એક્ટિંગ કરતા લોકો ડર સાથે નીડર બની બ્હાર તો નીકળતા થયા પણ એમના મનમાંથી કોરોનાનો ભય ગયો નથી. અને કોરોના હજુ કેટલી દિવાળી કરીને જશે ...
something new