Skip to main content

Tension..stress [ ચિન્તા તો થાય..યાર..]

 

મિત્રો,

જેમ જેમ દિવસો જાય તેમ તેમ રોજના ટાર્ગેટ કેટલે પહોચ્યા અને ક્યારે પુરા થશે એની ચિંતા વધતી જાય, જો કે ચિંતા નો કોઈ ઉપાય નથી એક પૂરી થાય અને બીજી રેડી હોય જ અથવા કોઈ કોઈ વિરલા તો એક સાથે અનેક ચિંતાઓ સાથે લડતા હોય છે,


ચિંતાની સૌથી પહેલી અસર થાય શરીર પર તમે ગમે તેટલા ખુશમિજાજ રહેવાનો પ્રયત્ન કરો પણ ચિંતા તમને અંદરને અંદર કોરી ખાય અને એની અસર શરીર પર દેખાય. અમુક લોકોને ઘર પરિવારનાં સભ્યો સામે બધી વાત કહેવાની આદત ન હોય એ લોકો મનમાં ને મનમાં ઘૂંટાયા કરતા હોય.ક્યારેક કોઈ નશાનો ભોગ પણ બની જતા હોય છે. 

યુદ્ધના દિવસોમાં પોતાના દુશ્મન કેદીઓને ભયંકર દુઃખ આપવું હોય ત્યારે ચીની શાશકો એક વિચિત્ર રીત અજમાવતા. આવા કેદીઓનાં હાથ પગ બાંધીને એને નિરંતર ટપકતા પાણીના ઘડા નીચે એવી રીતે બેસાડતા કે પાણીનું ટીપું એના માથા પર જ પડે. આથી કેદીના માથા ઉપર દિવસ રાત પાણી ટપક્યા કરતુ. અમ તો આ ટીપું નાનકડું જ હોય પણ સતત અવિરત એ માથે એક જ જગ્યાએ ટપકે ત્યારે એ ટીપું હથોડા જેવું લાગવા માંડે. ત્યાં સુધી કે કેદી ગનાડો થઇ જાય ત્યાં સુધી આ સજા કરવામાં આવતી.

ચિંતા એ પણ સતત ટપકતા પાણીના ટીપાં જેવી જ છે, મગજમાં સતત ઘૂમનારી ચિંતા માણસને અર્ધગાંડો કરી દે છે. શું કરવું અને શું ન કરવું એના વિચારમાં એવું જ કઈ થઇ જાય કે જે વિચાર્યું જ ન હોય.

જો કે અમુક બિન્દાસ, બાહોશ અને નીડર લડવૈયા એવા પણ હોય છે જે વિચારે કે પડશે એવા દેવાશે, સમય આવશે ત્યારે જોયું જશે, અને ખરેખર એ લોકો બિન્દાસ જીવતા હોય છે સમસ્યા આવે ત્યારે એનો સામનો પણ કરી લે છે અન ચિંતાનાં સમયમાંથી નીકળી જાય છે. અમુક સમજદાર ભવિષ્યમાં આવનારી ચિંતાઓની એડવાન્સમાં તૈયારી કરી રાખતા હોય છે. મેડીકલેઇમ, સોનું, ઇન્વેસ્ટમેન્ટ આવી અનેક બચતથી ભવિષ્યમાં આવનારી ચિંતા સાથે બાથ ભીડવાની તૈયારી હોય છે.

જો કે આજકાલની સૌથી મોટી ચિંતા છે કામ. જે સમય ચાલી રહ્યો છે એમાં બંધ થયેલા કામ ક્યારે શરુ થશે અને શરુ થયેલા કામ ક્યારે ગતિ પકડશે અને રૂટીન ક્યારે શરુ થશે. કેમકે દરેકનાં મોઢે અત્યારે એક જ વાક્ય છે..” યાર કામ ક્યાં છે..કામકાજ ઠપ્પ છે અથવા તો કામકાજ ઠંડા છે..બજાર ચાલુ છે પણ કામ નથી, ચિંતા દરેકને છે અને રહેવાની જ છે પણ આ સમયમાંથી નીકળવાની ચિંતા કરવા કરતા જે ચાલે છે એની સાથે લડવાની આદત પાડીને આગળ વધતા રહેવું એ જ સમજણ છે. બાકી તો દિવસ રાત ચિંતા તો રહેવાની જ. અને એક નાનકડી ચિંતા બીજી અનેક મોટી ચિંતાને જન્મ આપી દે છે.


તમે કારમાં જતા હો અને બ્રેક મારતા લાગે કે બ્રેક ઓઈલ ઓછુ તો નથીને..? બ્રેક ચેક કરાવવાની જરૂર છે, ચિંતાનો તણખો ભડકે અને વિચાર આગળ વધે યાર બ્રેક બરાબર નથી લાગતી અને બ્રેક જો બરાબર સમયસર ન લાગી અને સામે કોઈ આવી ગયું તો..ત્યાં ખરેખર સામે કોઈ આવી જાય અને ચિંતા તમને ધંધે લગાડી દે...

હું એક એવા વડિલને ઓળખું છું કે જે હંમેશા ચિંતાગ્રસ્ત જ હોય છે..વર્ષોથી જાણું છું એટલે ખબર છે કે સ્કુલમાં પણ એમને ચિંતા રહેતી કે ઘરકામ કર્યું નથી, સર મને જ ઉઠાડી ને સવાલ કરશે તો ? પરીક્ષામાં મને જવાબ નહિ આવડે તો..એ વડિલ અજેય બહારગામ ટ્રેન ની કન્ફર્મ રિઝર્વેશન ટિકિટ લીધા પછી પણ ચિંતા કરતા હોય કે મને બેસવાની જગ્યા નહિ મળે તો..? કોઈ ખરાબ સમાચાર પણ ન સાંભળી શકે અને સાભળે તો એ સમાચાર સાથે પોતાને વિઝ્યુલ કરે કે આવું મારા પરિવાર સાથે થશે તો ? ખૂન, આત્મહત્યા,તોફાન,હુલ્લડ,સેલટેકસ,ઇન્કમટેક્ષ,એક્સાઈઝ,હાર્ટએટેક જેવા શબ્દો સાંભળીને એના શરીરમાં ફફડાટ વ્યાપી જાય. ડોરબેલ કે ટેલીફોન ની ઘંટડી વાગે તોય ધ્રાસકો પડી જાય કે કોણ હશે ? ઘરે મહેમાન આવીને પાછા જાય તો ચાર ફોન કરીને પૂછે કે હેમખેમ પહોચી ગયાને ઘરે ? ઘરના કોઈ બ્હાર ગયા હોય અને મોડું થાય તો ચિંતા થવા માંડે શું થયું હશે..? ક્યાંક અકસ્માત કે બીજું કઈ નહિ થયું હોયને.. ?

ટુંકમાં ચિંતાનો હો જો વિષય તો શાંતિ મળવાની જ નથી..

જે કુંવારા છે એ ચિંતામાં છે, જેઓ પરણેલા છે એ વધુ ચિંતામાં છે.

જેઓ પાસે ઓછા પૈસા છે એ ચિંતાતુર છે જેમની પાસે વધુ પૈસા છે તેઓ પણ ચિંતા કરવા મજબુર છે. ટૂંકમાં ચિંતા ક્યાં દુર છે..?

ચિંતા કરતા માણસને એક જ વાત કહેવી કે ચિંતા ને દુર કરવાનો એક જ ઈલાજ મોજમાં રહેવું હસતા રહેવું અને જે સામે છે એ કામ કરતા રહેવું..

બાકી ચિંતા કરતા લોકોની હાલત જોઈ ઘાયલ સાહેબ ની આ પંક્તિઓ યાદ આવી જાય.

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી

કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોકનો માર્યો તો મરશે ન તમારો "ઘાયલ"   
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં

 અમૃત ઘાયલ

સમજે તે સમજદાર.

Friends,
As the days go by, the worries about how many daily targets have been reached and when they will be achieved increase, although there is no way to worry, one is completed and the other is ready or some rarely fight with many worries at once,


The first effect of anxiety is on the body. Try to be as cheerful as you like, but anxiety eats away at you and affects you. Some people are not in the habit of saying all the things in front of their family members.
In the days of war, the Chinese rulers tried a strange way to inflict terrible suffering on their enemy prisoners. The hands and feet of such prisoners were tied up and placed under a pot of constantly dripping water in such a way that a drop of water fell on their head. So water dripped on the prisoner's head day and night. Even though these droplets are small but constantly dripping in one place on the head, the droplets start to feel like a hammer. This sentence was carried out until the prisoner became a gangster.


Anxiety is also like drops of water constantly dripping, anxiety constantly circulating in the brain makes a man half mad. The idea of ​​what to do and what not to do is something that never happened.
However, there are some Bindas, clever and fearless fighters who think that they will be given, will be seen when the time comes, and indeed those Bindas are living, they also face the problem when it comes and get out of the time of anxiety. Some discerning people prepare in advance for future worries. Mediclaim, gold, investment, many such savings are ready to bathe with future worries.


However the biggest concern nowadays is work. In the time that is running, when will the stopped work start and when will the started work pick up speed and when will the routine start. Because everyone has only one sentence in their mouth right now .. ”Dude, where is the work..work is cold or work is cold..everyone is worried and has to stay, but instead of worrying about getting out of this time, get in the habit of fighting with what is going on. Growing up is the same understanding. The rest is to worry day and night. And one small worry gives birth to many other big worries.

You go in the car and hit the brakes, it seems that the brake oil is not low..the brakes need to be checked, the spark of anxiety flares up and the thought goes on. Really someone comes up and worries get you into business ...


I know an old man who is always worried..I have known for years that I know that even at school he was worried that he did not do housework, what if Sir wakes me up and asks me a question? If I don't get an answer in the exam..even if the elder Ajay is worried even after taking the confirmed reservation ticket of the outstation train that I will not get a place to sit ..? No one can even hear the bad news and if they hear it, they will visualize themselves with the news that this will happen to my family? Words like murder, suicide, riot, riot, Celtax, income tax, excise, heart attack spread like wildfire in his body. If the doorbell or telephone rang, who would be there? If a guest comes home and goes back, he calls four and asks if he has reached home immediately? What would have happened if someone had gone out of the house and started worrying if it was late ..? An accident or something else happened somewhere ..?


In short, worry if the subject is not to find peace.
Those who are single are worried, those who are married are more worried.


Those who have less money are worried. Those who have more money are also forced to worry. In short, where is the worry away ..?
The only thing to say to a worried person is that the only cure to get rid of anxiety is to stay in the mood, keep smiling and keep working on what is in front of you.


It is not said if a tear falls from the eye
Not to mention if the water goes back to patience
Anne's eyes are full of fun again
It is not said if the deal goes back to Muj
Ankhadi Bholi, Vadan Bholi, Adao Bholi ..
If prana is lost in form, it cannot be said.
There is nothing sweeter than that.
Dil vyatha ve re wari jay to kaheway nahi
The eye blames instead of all the dil
It is not said if the thief is acquitted
Your "wounded" will not die if mourned
Happiness is not said to be beaten to death


- Nectar "ઘાયલ "


Understandably sensible.


 google translate.
©

  

 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...