મિત્રો,
કોરોના કાળ મહેમાન
મટીને મિત્ર બની ગયો હોય એવું લાગે છે, કામકાજ શરુ થઇ ગયા, લોકો બ્હાર આવતા જતા
થયા, ઓફિસોમાં કામ શરુ થયા, શુટિંગ ચાલુ થઇ ગયા, યુ ટ્યુબ પર તો યા હોમ વિડીયો
બનવા લાગ્યા, બધાએ કોમેડી, રસોઈ શો, એક્ટિંગ, લેખન, પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા
અનેક વિષયો પર પોતાની ચેનલ શરુ કરી અને ઘર બેઠે એક નવી શરૂઆતનાં શ્રી ગણેશ કર્યા.
તમને યાદ હશે જ
કે કોરોનાની શરૂઆતમાં દરેકના મનમાં ભગવાન વસી ગયા હતા અને અચાનક જ દાનધર્મનું ઘોડાપુર
ઉમટી પડ્યું હતું, ચારે બાજુ લોકો એકબીજાને મદદ કરતા હતા, અનાજ, રેશનીંગની કીટ થી
માંડી, દવા, હોસ્પિટલ બીલમાં કન્સેશન, ફ્રિ ઓક્સીજન નાં બાટલા, ફ્રિ કોરોન્ટાઈન
સેન્ટરમાં એડમીશન, સ્કુલની ફીસ, કોઈને રોકડાની મદદ આવા ઘણા ડોનેશન કરનારા મદદનીશો
રહીશો ભાગ્યશાળી પુણ્યશાળી બન્યા અને એમની સ્વેચ્છાએ ડોનેશન કર્યું. પણ શું એ ડોનેશન સાચા લોકો
સુધી પહોચ્યું હતું ?
ઘણી જગ્યાએ
સાભળ્યું હતું કે લોકો અનાજનાં ડોનેશન લઇને ભેગું કરે છે અને પછી આસપાસની દુકાનોમાં
અનાજ રોકડેથી વહેચે છે, દવા પણ લઈને ફરી મેડીકલમાં જ વેચવાનાં કિસ્સા સાંભળેલા, ઘણી
સંસ્થાઓએ સારા ઘરના આવા લોકોને પકડ્યા હતા જેમણે ડોનેશનનાં નામનો દુરુપયોગ કરી ઘર
ભર્યા હતા. માન્યું કે આપના દિલમાં કોઈ માટે દયા છે, દર્દ છે પણ સામેવાળો એ દયા ને
લાયક છે એની કેમ ખબર પડે ? આપણે તો સાચા મનથી દાન કરી નાખ્યું પણ એ સાચી વ્યક્તિને
પહોચ્યું છે કે નહિ એની ખબર કેમ પડે..? હા જો તમે એ વ્યક્તિને સારી રીતે ઓળખતા હો
તો મદદ કરી શકો, પણ કોઈએ કહ્યું કે આ ભાઈને એક પાંચ હજાર ડોનેશન કરો અને તમે
ઈશ્વરનું નામ લઇ ડોનેશન કર્યું અને ખબર પડી કે સામેવાળા ભાઈ તો દરેકને ઈમોશનલ
બ્લેકમેઇલ કરી આવા ડોનેશન ભેગા કરે છે. અને હવે એવા ડોનેશન લેવાની એની આદત થઇ ગઈ
છે. ત્યારે દાનેશ્વરીને દુખ થાય પણ એ વખતે પણ “જેવી ઈશ્વર ઈચ્છા, ભોગવશે એના કર્મ”
એમ કહીને છુટી જવાય છે. પણ હકીકતમાં મનમાં આજીવન એક વસવસો રહી જાય કે આપણને કોઈ બનાવી
ગયું. અને એક ખરાબ વ્યક્તિને કારણે ખરેખર જરૂરીયાત વાળી ઘણી વ્યક્તિઓ ડોનેશનથી
વંચિત રહી જાય છે.
મિડલક્લાસ,
સ્વાવલંબી પરિવાર જેમણે હંમેશા સારા નરસા પ્રસંગે ડોનેશન આપવા માટે જ હાથ લંબાવ્યો
છે લેવા માટે નહિ એવા પરિવારને પણ આ લોકડાન કાળમાં મુઝાયેલા જોયા છે જે કોઈને
પોતાના દુ:ખ કહી નથી શકતા અને સહી પણ નથી શકતા, ઘરના ભાડા, સ્કુલ કોલેજના ખર્ચા અને
બીજી જરૂરિયાતો પૂરી કરવા સૌથી હાથવગું સાધન છે ખાખરા, ફરસાણનો બીઝનેસ ઘણા લોકોને
આ નવો બિઝનેશ શરુ કરતા જોયા છે એ સિવાય સવારે શાકભાજી, દૂધનો ધંધો અને ટિફિન સર્વિસ જેવા
કામકાજ કરીને ઘરના ટોટલ પુરા કરનારા અનેક પરિવારને સલામ છે.
મારા જૈન મિત્રો
જે જરૂરીયાતમંદ લોકોને મદદ કરે છે એમની ડોનેશનની રીત મને ગમી, એ લોકો જેમને મદદની જરૂરત
હોય એવી વ્યક્તિના ઘરે જઈ એમની પરિસ્થિતિ જાણી ડોનેશન આપે. [ નામ, સરનામું ગુપ્ત
રાખવાની શરતે ] અને માત્ર એક સંસ્થા જ નહિ અમુક બીજી સંસ્થાનાં રેફરન્સ થકી લાખો
રૂપિયાનું ડોનેશન એક વ્યક્તિને મળી શકે. અનાજ કરીયાણાથી માંડી સ્કુલ કોલેજ ખર્ચ અને દવા આ
બધાનો ખર્ચ ઉઠાવી લેનાર સેવાભાવી સંસ્થાઓ છે મુંબઈમાં. અને આવા પરિવારનાં નામ પણ
ગુપ્ત રહે એની તકેદારી રાખવામાં આવે છે.
ટૂંકમાં ડોનેશન
કરવું સારી વાત છે પણ એ જો જરૂરીયાતવાળી વ્યક્તિ સુધી પહોચે તો મનમાં હાશ થાય,
બાકી મન નિરાશ થાય. એટલે હવે લોકો મોટી મોટી એન.જી.ઓ. માં ડોનેશન લખાવી દે છે જે
જરૂરીયાતમંદ લોકો સુધી જોઈતી મદદ પહોચાડે છે. જે લોકો ડોનેશન લે છે એ લોકો ડોનેશન
આપવામાં પણ માનતા હોય છે મોટી રકમ કે મદદ લઈને નાનકડા પરિવારને પોતાનામાંથી અડધાથી
અડધું આપીને સુખી થનાર પણ આ મુંબઈમાં છે. સલામ છે એવા લોકોને જે જાતી, ધર્મનાં
ભેદભાવ વગર આવા કોરોના કાળમાં એકબીજાની મદદ કર છે.
મૂળ તો મળતી
મદદનો ગેરલાભ ન ઉઠાવતા ખરેખર જરૂરીયાતવાળી વ્યક્તિ કે પરિવાર સુધી તમારી મદદ પહોચે
એનું ધ્યાન રાખતાં હંમેશા હોય તો આપીને પુણ્ય કમાઈ લેવું.
જરૂરી નથી કે
માત્ર રૂપિયાનું જ દાન થઇ શકે દાન નો વિચાર માત્ર મોટું યોગદાન છે દાનની જરૂરીયાત
પણ અલગ અલગ હોઈ શકે અન્નદાન,વસ્ત્રદાન, વિદ્યાદાન, રક્તદાન અનેક..પણ દરેકનાં
મૂળમાં લક્ષ્મીનો વાસ છે એટલે આ દરેક દાનની પૂર્તિ લક્ષ્મીદાન થાકી જ શક્ય છે.
બાકી તો આવ્યા
ત્યારે અઢી કિલો વજન હતું અને અને જઈશું ત્યારે પણ રાખ નું કુલ વજન અઢી કિલો જ
થશે.
સમજે તે સમજદાર.
Friends,
Corona's time seems to have become a friend of Mati, work has started, people have come out, work has started in offices, shooting has started, home videos have started to be made on YouTube, comedy, cooking shows, acting , Started his own channel on many topics like writing, personality development and made a new beginning Shri Ganesh sitting at home.
You must remember that in the beginning of Corona, God was in everyone's mind and all of a sudden there was a rush of charity, people were helping each other, from food, ration kits, medicine, concessions in hospital bills, free oxygen bottles, free Admission to the quarantine center, school fees, cash assistance to someone, many of these donors helped the residents and they donated voluntarily. But did the donation reach the right people?
Heard in many places that people collect grain donations and then distribute the grain in cash in nearby shops, also heard of cases of taking medicine and selling it again in medical, many organizations caught such good house people who misused the name of donation and filled the house. Assuming that there is pity for someone in your heart, there is pain but why do you know that the other person deserves pity? We donated with a sincere mind but how do we know if it has reached the right person or not ..? Yes, you can help if you know the person well, but someone told you to donate five thousand to this brother and you donated in the name of God and found out that the brother in front collects such donations by emotionally blackmailing everyone. And now he has become accustomed to receiving such donations. Then Daneshwari is sad but even then he is released saying "as God wills, he will enjoy his deeds". But the fact remains in our minds for a lifetime that someone made us. And because of a bad person, many people who are really in need are deprived of donations.
The middle class, the self-reliant family who have always reached out to donate only on the occasion of a good nurse, have also seen a family not to be taken aback in this Lokdan period who can't tell anyone their grief and can't even sign, house rent, school college expenses and other The most handy tool to meet the needs is Khakhra, Farsan's business. I have seen many people start this new business.
I like the way my Jain friends who help people in need donate, they go to the house of the person who needs help and donate knowing their situation. [On condition of anonymity of name, address] and a donation of lakhs of rupees can be received by an individual not only from one organization but also from some other organization. From food and groceries to school college expenses and medicine, there are service-oriented organizations in Mumbai that bear the cost. And the names of such families are kept secret.
It is a good thing to make a donation in a short time but if it reaches the person in need, it will be hashed in the mind, the rest of the mind will be disappointed. So now people are joining big big NGOs. Writes a donation that helps people in need. People who take donations also believe in giving donations. There are also people in Mumbai who are happy to give half of their own to a small family with a large amount of money or help. Salutations to those who help each other in times of such hardships, regardless of race or religion.
Instead of taking advantage of the help you get, you should always try to reach out to the person or family who really needs it.
It is not necessary that only money can be donated. The idea of donation is only a big contribution. The need for donation can also be different. Food donation, clothing donation, education donation, blood donation are many ... but Lakshmi's abode is at the root of each.
The rest weighed two and a half kilos when we arrived and the total weight of ash will be only two and a half kilos when we go.
Understandably sensible.
Very well said and so true..
ReplyDelete