Skip to main content

Temperament management..[ સ્વભાવ બદલી તો જો.. ]

 

મિત્રો,

આપણે સૌ આ જગતમાં આવ્યા ત્યારથી સંઘર્ષમાં જીંદગીની પળ વિતાવી રહ્યા છીએ, કોઈ પોતાનું સ્થાન બનાવવાનો સંઘર્ષ કરે છે તો કોઈને પોતાનું સ્થાન ટકાવી રાખવાનો સંઘર્ષ કરે છે. જો કોઈ જીતી જાય તો જિંદગી જલસાઘર બની જાય અને જો હારી જય તો જીંદગી ખારી બની જાય. અને બધા સાથેનો વ્યવહાર બદલાઈ જાય. પણ આવા સમયમાં પણ સ્વભાવ પર કાબુ અથવા સ્વભાવનું મેનેજમેન્ટ કરવું બહુ જ મોટી વાત છે.


આપણી જિંદગીમાં અનેક વ્યક્તિઓ આવે અને જતી રહે મિત્રો,સ્કુલ કોલેજના દોસ્તો, શિક્ષકો,શેરી ગલ્લીનાં મિત્રો, જુના પાડોશીઓ, શુભ અશુભ પ્રસંગે મળતા લોકો એ બધામાંથી અમુક અત્યારે પણ મનમાં સચવાયેલા હોય અથવા અમુક મગજમાંથી ખોવાઈ ગયા હોય. ઘણા પુસ્તકો કે ફિલ્મોની વાતો આજે પણ મન મગજમાં હાવી હોય અથવા ઘણી વાતો જોઈ,જાણીને ભુલાઈ ગઈ હોય. આ બધાનું કારણ છે આપણો વ્યવહાર આપણે કઈ વસ્તુ કે વ્યક્તિ સાથે કેવો સંબંધ રાખીએ છીએ કે ઈચ્છીએ છીએ. કોઈ વ્યક્તિ ગમી જાય તો આજીવન એ ન ભૂલાય અને કોઈ સાથે માત્ર કામ પુરતું જ કામ હોય. કામ પત્યું કે બાય બાય..સી યુ.

એક્ચ્યુલી તમારા સ્વભાવની તમારા કામકાજ અને જીવનમાં અસર તો થાય જ છે. પેલી કહેવત છે ને કે માણસ હવામાં ઉડતા શીખ્યો, પાણીમાં તરતા શીખ્યો પણ જમીન પર કેમ જીવવું એ એને ન આવડ્યું.

આલીશાન ફોર બી. એચ. કે ઘરમાં પણ મિલનસાર સ્વભાવ ન હોય તો ઘરના લોકો સાથે એડજેસ્ટ થતા જીવન નીકળી જાય. બધું હોવા છતાં કઈ નથીનો અહેસાસ સતત રહ્યા કરે.

ઘણાની આદત હોય સામેના માણસને નીચું દેખાડવાની, દલીલ કરવાની, પોતાની અક્કલ કે હોશિયારીનું પ્રદર્શન કરવાની, પોતાના મંતવ્યો બીજા ઉપર ઠોકી બેસાડવાની અને નિદા કરવાની જે એમને આદત ન લાગે એ સ્વભાવમાં, સોફ્જટવેયર માં જ ઇનબિલ્ટ હોય પણ બીજાને ખબર હોય કે સાહેબ કે મેડમની આદત કેવી છે. પણ એક વાત હંમેશા યાદ રાખવી કે દરેક માણસ અલગ અને અજોડ છે. ઉપરવાળાએ એક જેવી સેમ ટુ સેમ ડાઈ બીજી બનાવી જ નથી. એટલે દરેક વ્યક્તિનું મહત્વ તો છે જ. નાના નું નાનું અને મોટાનું મોટું મહત્વ. એટલે જ જો સફળતાથી આગળ વધતા રહેવું હોય તો સૌથી પહેલો ગુણ છે સામેની વ્યક્તિનું દિલ જીતવાનો. એ જેવી છે એવો જ એનો સ્વીકાર કરવાનો. તમને કેટલાની સાથે સારું બને છે અને કેટલા સાથે નથી જામતું એનું ક્યારેક લીસ્ટ બનાવજો એના ઉપરથી જ એક વ્યક્તિ તરીકે તમારી સિદ્ધિઓ નક્કી થશે. કરોડોની તિજોરી એક ચાવી વાળો પણ ખોલી શકે છે. 


મિત્રો, લોકો સાથેનો વ્યવહાર જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. પછી એ લગ્ન હોય,ધંધો હોય કે સામાજિક ઘટનાઓમાં થતો વ્યવહાર હોય. તમે લોકોનું કેટલું ધ્યાન રાખો છો એ લોકો પણ ધ્યાન રાખતા જ હોય છે.

મેં સાંભળેલુ કે એક મોટા કલાકાર જ્યારે જ્યારે સેટ પર શુટિંગ કરવા જાય કે ત્યાના સ્પોટ બોયનું પણ નામ પૂછે અને જ્યારે કોઈને બોલાવવા હોય તો એ વ્યક્તિનું નામ લઈને આદરથી બોલાવે. લાંબી સફરના વિજેતા બનવા માટે વ્યક્તિમાં વિનય નામનો ગુણ હોવો જ જોઈએ.

એક નાનકડી વાર્તા યાદ આવે છે કે એક શેઠ હતા જેમને ઈગો વારસામાં મળ્યો હતો..પૈસાનું અભિમાન અને વાતમાં તોછડાઈ એ બીમાર પડ્યા કરોડપતિ શેઠ હોસ્પીટલમાં આઈ.સી.યુ વોર્ડ માં એકલા દીવાલ પર ઘડિયાળ અને બાજુમાં લગાડેલ ટીવી જોઈ જોઇને કંટાળી ગયા પેટમાં પડેલ ચાંદાનો ઈલાજ ચાલતો હતો લોકો ઔપચારિક રીતે  આવતા અને ખબર પૂછી ચાલ્યા જતા. એમના જ રૂમ ની બ્હાર દેખાતા જનરલ વોર્ડ પર સુતા સુતા નજર કરતા જ્યાં લોકો એકબીજા સાથે પ્રેમથી વાતો કરતા, એકબીજાને મદદ કરતા,જરૂર પડે તો ચીજ વસ્તુઓની આપલે કરતા..બીમારીમાં પણ માણસાઈ ભૂલ્યા નહોતા.

એક દિવસ શેઠ પોતાના રૂમમાંથી બ્હાર નીકળીને જનરલ વોર્ડમાં પહોચી ગયા, ત્યાં ચક્કર લગાવતા ખાટલે ખાટલે ફરીને લોકોના ખબર અંતર પૂછ્યા એમની સાથે અલક મલકની વાતો કરી નાની મોટી મદદ પણ કરી, જે નિત્યક્રમ બની ગયો, અને એકાએક એમના પેટના ચાંદા રૂઝાવા લાગ્યા, જાણે આપોઆપ બધું સારું થઇ ગયું. આમ જુઓ તો આ ચમત્કાર હતો પણ હકીકતમાં આ માણસનો માણસ સાથેનો વ્યવહાર હતો.

જેમ જેમ વરસો વિતતા જાય એમ એમ માનવીને માનવીની સોબત ગમવા લાગે છે, સમાજ ગમવા લાગે છે અને જીંદગીમાં તાજગી વર્તાવા લાગે છે. જો કે ક્યાંક કડવા બની કામ કઢાવવું પડે પણ હંમેશા કડવા બની રહેવું એ આપણા સ્વભાવ માટે જ નુકસાનકારક છે..વિચારી જો જો..

છેલ્લે મારી લખેલી સ્વભાવને સાચવવાની એક સરસ રચના સાથે બ્લોગને વિરામ.

 

 માણસ તું સ્વભાવ બદલી તો જો,

થોડો બધા સાથે ભળી તો જો.

ધાર્યું થશે તારું જ જે ચાહે છે તું,

સંબંધમાં વિશ્વાસ કરી તો જો.

આજસુધીનું સરવૈયું કરી જોજે.

પોતાની જાતને થોડું મળી જોજે.

શું મેળવ્યું શું ગુમાવ્યું એ કળી તો જો.

હજુય મોડું નથી થયું સ્મિત કરી તો જો.

માણસ તું સ્વભાવ બદલી તો જો.

થોડો બધા સાથે ભળી તો જો.

અશોક ઉપાધ્યાય.  

સમજે તે સમજદાર.

Friends,

We have all been living a life of struggle since we came into this world, some struggle to find their place, some struggle to maintain their place. If one wins then life becomes a sea and if one loses then life becomes salty. And the dealings with all change. But even in such times, overcoming temperament or managing temperament is a big deal.


Many people come and go in our lives, friends, school and college friends, teachers on the street, old neighbors, people we meet on auspicious and inauspicious occasions, some of them are still preserved in our minds or some are lost in our minds. The stories of many books or movies are still in the mind today or many stories have been seen and forgotten knowingly. The reason for all this is how our dealings relate to what we want. If a person likes it, don't forget it for the rest of your life and work with someone is just enough. Kaam Patyu Ke Bye Bye..C U.

Actually your nature has an effect on your work and life. There is a saying that man learned to fly in the air, he learned to float in water but he did not know how to live on land.

Luxurious for BHK Even if the house does not have a sociable nature, life will be adjusted with the people of the house. The realization of what is not in spite of everything remains constant.

Many people have a habit of looking down on the person in front of them, arguing, displaying their intellect or cleverness, stumbling upon their own opinions and criticizing others who do not seem to be in the habit but others know what the habit of sir or madam is. But one thing to always remember is that every man is different and unique. The above has never made the same Same to Same Dye another. That is why everyone is important. The importance of small and big. That is why if you want to move forward successfully, the first virtue is to win the heart of the person in front of you. To accept it as it is. Make a list of how many you get along with and how many you don't get along with. Sometimes your achievements as a person will be determined by that.

Friends, dealing with people plays an important part in life. Whether it's a wedding, a business, or a social event. People care about how much you care about people.

I have heard that a great artist, whenever he goes to shoot on the set, asks the name of the spot boy and when he has to call someone, he calls the person by name with respect. To be the winner of a long journey, a person must have the virtue of humility.

A short story comes to mind that there was a Seth who inherited the ego..Proud of money and rudeness in talking got sick. The treatment was going on and people were coming and going formally. Sleeping on the general ward outside his room, where people were talking to each other with love, helping each other, exchanging things if needed. Mankind did not forget even in illness.

One day Seth got out of his room and reached the general ward. There he wandered around and asked about the distance of the people and talked to him about Alak Malak which became a routine, and all of a sudden his stomach ulcers started healing, everything went well automatically. So it was a miracle but in fact this man had to deal with man.


As the years go by, human beings begin to like human beings, society begins to like and life begins to be refreshed.Although you have to work hard to be bitter somewhere, but always being bitter is only harmful for your nature..think if ..

Finally break the blog with a nice composition to nature.


 Man, if you change your nature,

If a little mixed with all.

It will be assumed that what you want is yours,

If believed in the relationship.

Take stock of today.

Let yourself find a little.

If you know what you gained and what you lost.

If it's not too late yet smile.

Man, if you change your nature.

If a little mixed with all.

Ashok Upadhyay.

Understandably sensible.

 

  

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...