Skip to main content

Marketing.. [ વેચાય છે બધું..]

 

મિત્રો,
રાજ્યસ્તરની નાટ્ય પ્રતિયોગીતા અને અનેક સીરીયલ નાટકો કરી ચુકેલા મારા એક મિત્રએ મને કહ્યું યાર મારે ફેમસ થવું છે પણ મને નથી આવડતું..કેટલાય ઓડીશન આપ્યા કેટલી ઓફિસમાં ફર્યો પણ નંબર જ નથી લાગતો...નર્વસ થઈને બોલ્યો..હું બહુ ભણેલો નથી ને..મેં કહ્યું યાર એમાં ભણતર ની વાત જ નથી તારામાં ટેલેન્ટ છે તો તારે તારું માર્કેટિંગ કરવું જ જોઈએ..મિત્ર કહે યાર મારું માર્કેટિંગ..? વાત વિચારવા જેવી હતી માણસે પોતાનું જ માર્કેટિંગ કરવાનું. મેં કહ્યું હા..કલાકારે પોતાનું જ માર્કેટિંગ કરવું પડે.

 
મિત્રો આજના જમાનામાં માર્કેટિંગ મસ્ટ થઇ ગયું છે જો તમે કોઈ પ્રોડક્ટ વેચતા હો એને બજારમાં પાપા પગલી કરતી એન્ટર કરાવી ચાલતી કરીને દોડતી કરવા માટે માર્કેટિંગ ખુબ જ જરૂરી છે. અને પ્રોડક્ટની ક્વોલીટી મેઇન્ટેઇન રાખવી તે અલગ. અને એમાય તમે જાતે જ એક પ્રોડક્ટ હો તો તો તમારે તમારું માર્કેટિંગ કરવાના કોઈ નોખા અનોખા રસ્તા અપનાવવા પડે, કોઈ રાખી સાવંતનાં રસ્તે ચાલે તો કોઈ કંગનાનાં રસ્તે. જો કોઈ મોટા માણસનું ફરજંદ હોય તો એને ધર્મા પ્રોડક્શન જેવા બેનર ઘરમાં બેસવા ન દે. સરસ રીતે લોન્ચ કરે. પણ જેને કોઈ ઓળખતું જ ન હોય..ઓળખ ઉભી કરવી હોય જે સારા ગાયક,લેખક,દિગ્દર્શક કે કલાકાર હોય તો..? આવા સમયે તમારે જ તમારો પોર્ટફોલિયો લઈને “સ્ટ્રગલ” કરવી પડે..યસ સ્ટ્રગલ..આ શબ્દ બહુ જુનો ને જાણીતો છે..અને જ્યાં સુધી આ ધરતી પર જીવન હશે ત્યાં સુધી આ શબ્દ રહેશે “સ્ટ્રગલ”  
 
 બજારમાં જો કોઈ પ્રોડક્ટ હોય તો એના માટે પહેલા નાં વખતમાં [ હજુ પણ ] ગામડામાં સાઈકલ કે રીક્ષા પર પ્રોડક્ટનાં ફોટા સાથેનાં પોસ્ટર બેનર હોય અને સાથે માઈક પર એ પ્રોડક્ટનાં વખાણ કરતો કોઈ લોકલ કલાકાર. “મેરા નામ જોકરમાં” રાજ સાહેબે જોકરનાં વેશમાં ઘણી પ્રોડક્ટ વેચી છે. એવી રીતે અમુક કલાકારો જોકર બનીને પણ ગલીએ ગલીએ કે દુકાને દુકાને પ્રોડક્ટ વહેચવા નીકળી પડતા..[ આજેય અમુક ગામડાઓમાં આવા સેલ્સ મેનેજર મળશે ] અને એની અસર પણ થતી.પણ આપણે એમ ન નીકળાય.
 
જમાનો આગળ વધ્યો અને માર્કેટિંગનાં કોર્સ કરીને માર્કેટમાં આવેલી યંગ જનરેશને વસ્તુને વેચવાનાં નવા નવા આઈડિયા વિકસાવ્યા જેમાં પુરુષ માટે ગંજી, દાઢીનો સાબુ હોય કે પગમાં પહેરવાના ચપ્પલ આ બધું તમને દેખાડે એક સુંદર કન્યા. 

અને હવે તો હાથવગું સાધન મોબાઈલ કે જેમાં એક નહિ એકસોને એક એપ એવી મળશે જે તમારું માર્કેટિંગ કરી આપે. શરૂઆતમાં ફ્રિ સર્વિસ મળે પણ ધીમે ધીમે રૂપિયા ઢીલા કરવા પડે. તમે જો સારા કલાકાર છો તો હવે તો યુ ટ્યુબ પર તમારી પોતાની ચેનલ બનાવી તમારી કલા દેખાડી શકો છો..જો કે એનું વળતર મેળવતા વર્ષો નીકળી જાય એ વાત અલગ છે. ધીરજ ની બરાબરની પરીક્ષા થાય કેમકે જ્યાં રીક્ષામાં પહોચાય ત્યાં ચાલતા જતા વાર લાગવાની જ. 

ઈન્ટરનેટ પર પણ તમને માર્કેટિંગનાં અનેક સોર્સ મળશે. વેબ પેજ, બ્લોગ, કે અનેક સાઈટ જ્યાં તમે તમારી વિગત મુકો એટલે તમને લાગતા વળગતા સુધી કેમ પહોચાય એના રસ્તા મળે. તમને કે તમારી પ્રોડક્ટ કે ટેલેન્ટને લોકો સુધી પહોચાડનાર કાસ્ટિંગ ડાયરેક્ટર કે માર્કેટિંગ મેનેજર પણ અવેલેબલ છે જ. બસ તમને કોઈ ઈમાનદાર વ્યક્તિ મળવી જોઈએ.

જો કે સારી વસ્તુની સારી માર્કેટિંગની સાથે સારી વસ્તુને ખરાબ કે નબળી સાબિત કરવાની પણ માર્કેટિંગ સેટિંગ થતી હોય છે.નેગેટિવ માર્કેટિંગ.

ટૂંકમાં હવે તમારે તમારી પ્રોડક્ટ કે ટેલેન્ટ લોકો સુધી પહોચાડવાનાં અનેક રસ્તા છે..સવારના મોબાઈલ ખોલો તો એમાં મિત્રોના મેસેજથી માંડી ,વિડીયો,અને સ્ટેટસ જુઓ તો દરેક પાને એક નવી ટેલેન્ટ, એવું કહેવાય છે કે "ટેલેન્ટ હશે તો લોકો સામેથી શોધતા આવશે.." પણ જે શોધતા આવતા હોય એને રસ્તામાં બીજા ઘણાં આપણા હિતશત્રુઓ મળી જતા હોય છે..બહેતર છે કે આપણે જ લોકો સુધી પહોચીએ.

છેલ્લે અચાનક સૂઝેલી અમુક લાઈનો સાથે બ્લોગ ને વિરામ.
 
તારામાં આવડત છે તો આગળ વધી બતાડ,
લોકો તો બોલે તું કઈક કરી બતાડ.
રસ્તામાં આવશે બાધાઓ અનેક અકાળે.
તું હિમ્મતથી બાધા પાર કરી બતાડ.
ઘણાં હસશે,મસ્તી કરશે અને મજાક બનીશ તું,
અમુક નંગ એવાય હશે જે તારા જતા જ કરશે થું.
એવાને કઈ કહેવા કરતા મૌનની થપ્પડ જતાડ.
તારામાં આવડત છે તો આગળ વધી બતાડ,
લોકો તો બોલે તું કઈક કરી બતાડ.
 
અશોક ઉપાધ્યાય.
સમજે તે સમજદાર.    

Friends,

A friend of mine who has done state level drama competitions and many serial dramas told me that I want to become famous but I don't know how many auditions I have given. .I said, man, it's not just about learning, if you have talent, then you must do your marketing .. my friend says, my marketing ..? It was like thinking of a man doing his own marketing. I said yes..the artist has to do his own marketing.

And friends, nowadays marketing has become a must. If you are selling a product, marketing is very necessary to make it run in the market. And maintaining the quality of the product is different. And Amay, if you are a product yourself, then you have to adopt a unique way of marketing yourself, if someone follows the path of Rakhi Sawant, then someone follows the path of Kangana. If it is the duty of a big man, don't let him sit at home with a banner like Dharma Production. Launches nicely. But if no one knows you or you are a good singer, writer, director or artist ..? At such times you have to "struggle" with your portfolio..this struggle..this word is very old and known..and as long as there is life on this earth this word will be "struggle"

 If there is a product in the market, for the first time [still] in the village there is a poster banner with a photo of the product on a bicycle or rickshaw and also a local artist praising the product on the mic. "My name is Joker" Raj Saheb has sold many products in the guise of Joker. In this way, even if some artists became jokers, they would go out to the shops to distribute the product.

The time went on and the young generation in the market developed new ideas to sell things by doing marketing courses, whether it is beard soap for men or slippers to wear on the feet, all this shows you a beautiful girl. And now the handy tool is mobile in which not one but one will find an app that will do your marketing. Initially free service is available but gradually the rupee has to loosen. If you are a good artist, now you can create your own channel on YouTube and show your art. However, it is different when the years go by when you get paid for it. Patience is tested as it takes a while to reach the rickshaw. You will also find many sources of marketing on the internet. A web page, a blog, or a number of sites where you put your details will give you an idea of ​​how to reach the people you care about. A casting director or marketing manager who delivers you or your product or talent to the public is also available. You just have to be more discriminating with the help you render toward other people.

In short, now you have many ways to deliver your product or talent to the people. If you open your mobile in the morning, you can see messages, videos and statuses in it. If you have a new talent on every page, it is said that if there is talent, people will come looking for it. Many other enemies of ours are being found along the way by those who are searching. It is better that we reach out to the people.

Finally pause the blog with a few lines that suddenly swelled


If you have skills, go ahead and show up,

People say you do something.

Many premature obstacles will come along the way.

You crossed the barrier with courage.

You will laugh a lot, have fun and be a joke,

There will be some nuggets that will do as you go.

Slap him in silence rather than tell him anything.

If you have skills, go ahead and show up,

People say you do something.


Ashok Upadhyay.

Understandably sensible.

©

 

 

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...