Skip to main content

Breaking [ real ] news. [ સાચા સમાચાર ]

 

મિત્રો,

અમુક વાતનો અંત ન હોય જેમકે સુશાંત.પોતે શાંત થઈ ગયો પણ ઘણાંને અશાંત કરી ગયો.

સી.બી.આઈ અને મુંબઈ પોલીસ વચ્ચે  વાત થાય અને સી.બી.આઈ મુંબઈ પોલીસ ને પૂછે કે આ ન્યુઝવાળા જેટલું બતાડે છે એટલું તો અમનેય નથી ખબર..મુંબઈ પોલીસનો પણ આ જ જવાબ મળે ભાઈ અમનેય નથી ખબર..કોણ જાણે ક્યાં ક્યાંથી ન્યુઝવાળા ખબર શોધી લાવ છે. સુશાંતનાં સમાચાર જોઈ જોઈને એવું લાગે છે કે ભારતમાં બીજી કોઈ સમસ્યા જ નથી, ભગવાન સુશાંત કેસ નો જલ્દી ન્યાય કરે અને અપરાધીને સજા કરે, કોરોના પણ કોક ખૂણામાં બેઠો બેઠો વિચારતો હશે કે "ઈ સસુરા સુશાંત કૌન હૈ..? જો હમસે જ્યાદા ફેમસ હૈ.." સમાચાર ચેનલની ધીંગામસ્તી જોઈ ને ઈશ્વરને પ્રાર્થના કરવાની ઈચ્છા થાય કે આ શ્રાદ્ધ પક્ષ માં સુશાંતનો આત્મા કોઈના ખોળીયામાં આવે અને જે સાચી વાત છે એ કહી જાય એટલે પત્યું. [ અમુક સમાજમાં ખરેખર પરિવારનાં સભ્યમાં ગુજરી ગયેલા વડિલ પિતૃનો આત્મા બોલાવી એમની અંતિમ ઈચ્છા પૂછવાના આજેય પ્રયોગ થાય છે ]

ભય સાથે નિર્ભય હોવાની એક્ટિંગ કરતા લોકો ડર સાથે નીડર બની બ્હાર તો નીકળતા થયા પણ એમના મનમાંથી કોરોનાનો ભય ગયો નથી. અને કોરોના હજુ કેટલી દિવાળી કરીને જશે એનીય કોઈને ખબર નથી, એન-95 માસ્ક સરકારે વાજતે ગાજતે લોન્ચ કર્યા કંપનીએ રૂપિયા બનાવ્યા અને માસ્ક રીજેક્ટ થયું કે આ માસ્ક કોરોના માટે ઉપયોગી નથી એવી જ રીતે માસ્ક, સેનેટાઈઝર, હેન્ડવોશ, ઈમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ, વિટામીનની દવાઓ, લેબોરેટરી, એમ્બ્યુલેન્સ, હોસ્પિટલ, ડોક્ટર આ બધા નાં પેટ ભરાઈ જશે પછી વેક્સીન ની બજાર ખુલશે..પણ કોરોના કથા નો અંત નજીકમાં દેખાતો નથી, હોસ્પિટલમાં ઉકાળા પીવડાવી સંતરાના જ્યુસ આપી ચોવીસ કલાક હાથ ધોવડાવી પેશેન્ટને સરસ "નવડાવી"ને ઘરે મોકલે છે.વિચારો જે બીમારીનો હજુ ઈલાજ નથી શોધાયો એ બીમારીનો ઈલાજ કરાવીને લાખો લોકો ઘરભેગા થયા, જય હો...અને અમુક લોકોએ વાયરસનાં નામે લાખો કરોડો બનાવ્યા..હશે આપણે શું..

ન્યુઝ ચેનલની વાત યાદ કરતા યાદ આવ્યું કે તાજેતરમાં એક સમાચાર વાંચ્યા જે આપની સાથે શેયર કરવાનું મન થયું..

શ્રી કલ્યાણસુન્દરામે [ મૂળ ભારતીય ] 30 વર્ષ સુધી યુએસએમાં લાયબ્રેરીયન તરીકે કામ કર્યું. તેના 30 વર્ષના અનુભવ (સેવા) માં, તેમણે દર મહિને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પોતાનો સંપૂર્ણ પગાર દાનમાં આપ્યો. તેની જરૂરિયાતોને પહોંચી વળવા તેણે હોટલમાં સર્વર તરીકે કામ કર્યું.  તેમણે લગભગ દસ લાખ રૂપિયાની પેન્શનની રકમ પણ જરૂરતમંદોને દાનમાં આપી હતી.

 તે સામાજિક ઉદ્દેશ્ય માટે આખી કમાણી ખર્ચ કરનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ છે.  તેમની સેવાને માન્યતા આપવા માટે, અમેરિકન સરકારે તેમને  મિલેનિયમ મેન એવોર્ડથી સન્માનિત કર્યા. તેમને આ એવોર્ડના ભાગ રૂપે 30 કરોડની રકમ મળી જેનું તેમણે હંમેશની જેમ જરૂરિયાતમંદો માટે સંપૂર્ણ વિતરણ કર્યું.

 અન્ય લોકોને મદદ કરવાના જુસ્સાથી પ્રભાવિત, સુપર સ્ટાર રજનીકાંતે તેમને તેમના પિતા તરીકે સ્વીકાર્યા.  તેઓ હજી પણ બેચલર તરીકે રહે છે અને પોતાનું આખું જીવન સમાજની સેવા માટે સમર્પિત કર્યું છે.

 આપણા બધા રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર્સ, બિઝનેસ ટાયકુન, ક્રિકેટર્સ પ્રેસ અને આપણે બધા ભારતીયોને પ્રેરણા મળે તો સારું, [ જો કે આમના પરથી જલ્દી કોઈ બાયોપિક બને તો કહેવાય નહિ ] અમેરિકન સરકારે તેમનું સન્માન કર્યું છે, પરંતુ આપણે ભારતીયોને પણ ખબર નથી હોતી કે આવું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે.એક ભારતીય તરીકે કહેવાનું મન થઇ આવે કે "આવા વિરલા ફક્ત ભારતમાં જ જન્મે”

 પણ આ ખબર સુધી બે ખબર ન્યુઝ ચેનલને પહોચતા બહુ વાર લાગશે એમની પાસે ઓલરેડી અમુક મહિના સુધી ચાલે એવી બ્રેકીંગન્યુઝ છે. કેમકે હજુ સુશાંત કેસ નો મુખ્ય આરોપી પકડાયો નથી. ઉતરાણ પહેલા દોરામાં ગુંચ થઇ છે એ હાલમાં ઉકેલાશે કે વધશે એ તો કોઈ નથી જાણતું. [ જે જાણતા હશે એ બોલશે થોડી ] 

છેલ્લે..બ્લોગને વિરામ પહેલા..

માણસને જરાં ખોતરો, ને ખજાનો નીકળે,
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે .

મળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી,
થાય બેઠી, બસ એક જણ પોતાનો નીકળે .

જરૂરી નથી કે સીધાં દેખાતાં જ સારાં હોય,
કદી કોઈ અડીયલ પણ, મજાનો નીકળે .

રખે માનશો, હૈવાનીયત હૈવાનો જ કરે,
કદી, સજ્જનમાંથીય ઘણાં, શૈતાનો નીકળે .

ઘા, બધે જ મળે છે, ચાહે ગમે તેને ખોતરો
કદી બહાર, કદી અંદર, નિશાનો નીકળે .

કંઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય,
બહારથી પોતાનો, અંદર બીજાનો નીકળે.

 

સમજે તે સમજદાર.


Friends,


There is no end to some things in which Sushant talks between CBI and Mumbai Police and CBI asks Mumbai Police that we don't know as much as this news shows..Mumbai Police also gets the same answer. We all don't know..who knows where to find news with news. Looking at Sushant's news, it seems that there is no other problem in India. May God judge Sushant's case soon and punish the culprit. If we are more famous .. After watching the news channel, I want to pray to God that in this Shraddha Paksha, Sushant's soul will come in someone's mouth and he will tell the truth. [In some societies, it is customary today to call the soul of an elderly parent who has passed away and ask for his last wishes]

People who acted fearlessly with fear became fearless and came out, but the fear of Corona did not leave their minds. And no one knows how much Diwali Corona will go on yet, the N-95 mask launched by the government at the time of the company made money and the mask was rejected that this mask is not useful for Corona as well as masks, sanitizers, handwashes, immunity booster products, vitamin medicines. , Laboratory, ambulance, hospital, doctor, all these stomachs will be full, then the vaccine market will open..but the end of Corona's story is not near, people are told to wash their hands and take a bath, many houses are filled After getting treatment, millions of people gathered at home, Jai Ho ... and some people made millions in the name of virus .. what will we do ..

Remembering the news channel, I remembered that I recently read a news that I wanted to share with you.

Mr. Kalyansundaram worked as a librarian in the USA for 30 years. In his 30 years of experience (service), he donated his full salary to help those in need each month. He worked as a server in a hotel to meet his needs. He also donated a pension amount of about one lakh rupees to the needy.

 He is the first person in the world to spend all his earnings for a social cause. In recognition of his service, the American government honored him with the Millennium Man Award. He received Rs 30 crore as part of the award, which he distributed to the needy as usual.

 Impressed by his passion for helping others, superstar Rajinikanth accepted him as his father. He still lives as a bachelor and has dedicated his entire life to serving society.

 It would be good if all our politicians, film stars, business tycoons, cricketers press and all of us Indians are inspired, [although not to mention a biopic soon] the American government has honored him, but we Indians don't even know Personality is among us. As an Indian, it makes sense to say that "such a rarity is born only in India" but it will take many times for this news to reach the news channel as the main accused in the Sushant case has not been caught yet. No one knows whether it will be resolved or increased.


Finally..before the blog break ..


A man digs a hole, and a treasure comes out,

Preserved and stored, a time comes.

Datayali, who lives all his life,

Sitting down, just one of them leaves.

Not necessarily good looking straight,

Never a stubborn one, even fun.

Rakhe manasho, haivaniyat haivano j kare,

Never, many of the gentlemen, the devils come out.

Wounds are found everywhere, no matter what

Never outside, never inside, traces emerge.

Nothing is decided, this is called man,

From the outside comes one's own, from the inside comes another's.


Understandably sensible.

google translate 

©

 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...