Skip to main content

krishnam vande jagadguru..[ jay hooo..]

મિત્રો , 

 થોડા દિવસનાં બ્રેક બાદ આજે બ્લોગ લખવાનો સમય મળ્યો..જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી થઇ અને ભગવાન કૃષ્ણનું લોકડાઉનમાં વાર્મ વેલકમ થયું..ગોવિંદા આલા ને ગેલા..ઘર ઘરમાં માખણ મીસરીનો પ્રસાદ બન્યો અને કાનુડાને રાજી કરવા શણગાર થયા.રાતના ૧૨ વાગ્યે બધાએ ઇસ્કોન, વૃંદાવન, મથુરા,દ્વારકા દર્શન કર્યા.


આ કોરોના કાળ અને વરસાદ બન્નેનાં વાયરલ ફિવરમાં તબિયત ગડબડ થઇ અને જરાક ડર બેઠો કે શું થઇ ગયું હશે..? ઘરના લોકો ટેન્શનમાં આવી ગયા. ચાર દિવસ તાવ આવ્યો અને ગયો..તબિયતમાં નબળાઈ આવી ગઈ..પણ હિમ્મત હાર્યા વિના ઘરના ઓસડીયા કર્યા, ઉકાળો, નાસ, જ્યુસ, લીંબુ પાણી વગેરે..સાથે ડોક્ટરને પણ દેખાડ્યું જેમણે કહ્યું વાયરલ ફિવર છે એટલે જીવ માં જીવ આવ્યો..તો..ય ઉધરસ થઇ એમાં થયું કે આપણે પણ કોવિડ માં ફસાયા કે શું..? પણ ડોકટરે સરસ દવા આપી અને ઘરની પરેજીઓ પાડી બેઠા થઇ ગયા. 

જો કે કોવીડની સારવાર શરુ થાત તો શું થાત એ વિચારે જ બ્લેન્ક કરી નાખેલો..જેમને જેમને ખબર પડી એ બધાએ અવનવા ઓસડીયા અને સારવાર સુઝ્વ્યા..અને આપણે માત્ર ભગવાન નું નામ લેતા હતા..જે થાય તે જોયું જશે.ટેન્શનનાં દિવસોમાં રોજ રોજ નવા સમાચાર..એક મિત્ર ને હોસ્પિટલ માં એડમિટ કર્યા તો એક ને હોમ કોરોનટૈન રાખ્યા..એક ની સારવાર ચાલુ હતી તો એક મિત્ર ની રૂટીન તપાસ ચાલુ..ચારે બાજુ એક જ માહોલ..બધા બીમાર..બીમાર..એમાં ન્યુઝ મળ્યા  કે ફલાણી હોસ્પીટલે   બે દિવસ હોસ્પિટલ માં રાખવાના પચાસ હજાર લીધા, એમ્બ્યુલેન્સ માં કાંદિવલી થી કોકીલાબેન લઇ જવાના ૧૫ હજાર લીધા, લીલાવાતીમાં એડમિટ થવાના દોઢ થી બે લાખ એડવાન્સ ભરવાના..આ બધું સાંભળી જન્માષ્ટમીની મટકી માથે ફૂટી ગઈ હોય એવું લાગ્યું..ક્યાંક ડોક્ટર ભગવાન હતા તો ક્યાંક..??

એમાં એક મિત્ર નો કોવિડ-19ની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા એનું માત્ર 9 દિવસનું 1,75,000 કરતા વધુ બિલ આવ્યું. મેં એમને પૂછ્યું કે કેમ આટલું મોટું બિલ ? તમારે વેન્ટિલેટરની જરૂર પડી હતી ? તમારે આઇસીયુંમાં રહેવું પડેલું ? 

મને કહે ના એવું કશું નહોતું. મને એવી કોઈ ખાસ તકલીફ નહોતી. હોસ્પિટલ તરફથી માત્ર સામાન્ય દવા, ઇન્જેક્શન અને ચા-નાસ્તો તથા ભોજન મળતું હતું. મને થયું આટલામાં કાંઈ રોજના 20000 જેવો ખર્ચો થોડો થાય ? મેં કહ્યું તમારું બિલ મોકલો. એમણે મને બિલ મોકલ્યું. 

બિલ જોઈને હું ચોંકી ગયો. એક દિવસમાં ડોક્ટરની 2 વિઝિટ બતાવી હતી અને દરેક વિઝિટનો ચાર્જ 2000 હતો એટલે કે રોજની વિઝટના જ 4000. તેમજ રોજનો પીપીઈ કીટનો ચાર્જ 3000 હતો. 4000ના વિઝિટ ચાર્જ અને 3000ના પીપીઈ કીટ ચાર્જ સામે પણ વાંધો ન હોય કારણકે જે ડોક્ટર પોતાનો જીવ જોખમમાં મૂકીને સારવાર કરે એને ઊંચો ચાર્જ લેવાનો પૂરો અધિકાર છે પણ બિલ જોતા સ્પષ્ટ દેખાયું કે દર્દીઓ સાથે છેતરપીંડી કરવામાં આવે છે.

પાકી ખાતરી કરવા માટે એ જ હોસ્પિટલના બીજા દર્દીઓના બિલ પણ મંગાવ્યા અને બધા જ દર્દીઓના બિલમાં આ ચાર્જ હતા. હવે જરા વિચારો એક હોસ્પિટલમાં 30 દર્દી દાખલ હોય તો બધા દર્દીઓ માટે જેટલી વાર વિઝીટમાં આવે એટલી વાર જુદી-જુદી  પીપીઈ કિટ વપરાતી હશે ? એક કિટ પહેરી એક દર્દીને તપાસવાનો પછી કીટ બદલી નાંખવાની અને બીજી કીટ પહેરી બીજા દર્દીને તપાસવા જવાનો. આવું શક્ય જ નથી કારણકે પીપીઈ કીટ બદલવાનો સમય ગણો તો આખો દિવસ પીપીઈ કીટ બદલવામાં જ જાય.

વાસ્તવમાં એક કીટ પહેરીને જ બધા દર્દીની તપાસ થાય. મતલબ કે ખર્ચો એક કીટનો કરવાનો પણ વસુલ બધા જ દર્દીઓ પાસેથી કરવાનો. ખર્ચો એક કીટનો થાય અને આવક 30 કીટની. ચાલે છે ને ગઝબનો ખેલ.

કોરોનાના આ કપરા કાળમાં ડોક્ટરો ભગવાન બનીને લોકોની સેવા કરે છે એ વાત સૌ સ્વીકારે જ છે અને આવા કોરોના યોદ્ધાઓને વંદન. પણ સાથે સાથે આ રીતે મજબૂર મિડલક્લાસ  લોકોને લૂંટવાનું કામ કરતા ડોકટરોને એનો અંતરાત્મા નહીં ડંખતો હોય ? સરકારશ્રી દ્વારા સિવિલમાં મફત સારવાર મળે છે એટલે જેને પોસાતું હોય એ જ ખાનગી હોસ્પિટલમાં આવે એવું ન હોય કેટલાક સામાન્ય લોકોની પણ મજબૂરી હોય જેનો ગેરલાભ ઉઠાવવાનો ન હોય. 

વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં સરકાર સાથે ખભે ખભો મિલાવીને સહકાર આપતી ખાનગી હોસ્પિટલોને સલામ છે પણ જ્યાં આવું થતું હોય એમણે પોતાના અંતરાત્માને પૂછવું જોઈએ કે આ યોગ્ય છે ? 

આવું બધું જોઈ જન્માષ્ટમીનાં કાનુડો શું વિચારતો હશે ? 

સમજે તે સમજદાર. 

 Friends,


 After a break of a few days, today I got time to write a blog..Janmashtami was celebrated with fanfare and Lord Krishna was warmly welcomed in the lockdown..Govinda Ala was welcomed..But the house became a butter prasad prasad and decorations were made to appease Kanuda. , Mathura, Dwarka.


In the viral fever of both this season and the rainy season, his health deteriorated and he was a little scared that what might have happened ..? The people of the house became tense. Fever came and went for four days..he became weak in health..but without giving up, he went home, boiled, sniffed, juice, lemon water, etc. ..Y coughing happened that we also got trapped in covid ..? But the doctor gave me a nice medicine and I started doing home remedies.


However, if the treatment of covid was started, I would have been blank at the thought of what would have happened. All those who knew about it suggested new oasis and treatment. And we were just taking the name of God. New news..If a friend was admitted to the hospital, one was kept at home coronet..one was undergoing treatment, then a friend's routine check-up was continued..the same environment all around..all sick..sick..I got news in it. That Falani Hospital took fifty thousand to stay in the hospital for two days, took 15 thousand to take Kokilaben from Kandivali in an ambulance, to pay one and a half to two lakh in advance to be admitted in Lilavati .. Hearing all this, it seemed that Janmashtami had exploded .. somewhere Dr. Bhagwan If there was somewhere .. ??

It included a friend who was admitted to a private hospital for treatment of Covid-19 and received a bill of more than 1,75,000 for just 9 days. I asked him why such a big bill? Did you need a ventilator? Do you have to stay in ICU?

There was no such thing as telling me no. I had no particular problem. The hospital provided only basic medicine, injections, tea, snacks and meals. What happened to me that cost a little like 20000 a day? I said send your bill. He sent me the bill.

I was shocked to see the bill. The doctor showed 2 visits in one day and the charge for each visit was 2000 i.e. 4000 for daily visit only. Also the charge for daily PPE kit was 3000. There is no objection to the visit charge of Rs 4,000 and the PPE kit charge of Rs 3,000 as the doctor who treats the patient at the risk of his life has every right to charge a higher charge but the bill clearly shows that patients are being cheated.

Paki also asked for the bills of other patients of the same hospital to make sure and all the patients had this charge in their bills. Now just think, if 30 patients are admitted in one hospital, how many different PPE kits will be used for all the patients as many times as they visit? Wearing a kit to check on one patient then changing the kit and wearing another kit to check on another patient. This is not possible because if you count the time to change the PPE kit, you will have to change the PPE kit all day.

In fact, all patients are examined by wearing one kit. This means that the cost of one kit can also be recovered from all the patients. Expenses occur in one kit and income 30 kits. It's a wonderful game.

Everyone agrees that in these difficult times of Corona, doctors become gods and serve the people and pay homage to such Corona warriors. But at the same time, isn't the conscience of the doctors working to rob the middle class people so stingy? Free treatment in civil by the government means that those who can afford it should not come to the same private hospital. Some ordinary people are also forced to take advantage of it.

Salute to the private hospitals that are cooperating with the government in the fight against the global epidemic but where this is happening they should ask their conscience if this is right?

 

Seeing all this, what would Kanudo of Janmashtami think?

Understandably sensible.

google translate 

©

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...