Skip to main content

just joking [ મજાક યાર..]

 
મિત્રો,

મજાક મસ્તી કરવાની કોઈ ઉમર નથી હોતી, મિત્રો ભેગા થાય કે મજાક મસ્તીનો દોર શરુ થઇ જાય. ક્યારેક મસ્તી ભારે પડે તો ક્યારેક મસ્તી યાદ રહી જાય એવી હોય. જો કે મસ્તીનો પણ એક મુ ડ હોય, અમુક વ્યક્તિ ચોવીસ કલાક મસ્તીના મૂડ માં હોય અને અમુકને મસ્તી સાથે કોઈ લેવા દેવા ન હોય, મને યાદ છે મેં એક મારા મિત્ર ને મસ્તીમાં ધબ્બો મારેલો..ત્યારે તો એ કઈ ન બોલ્યો પણ એ જ દિવસે અચાનક એણે મને મોઢા ઉપર ફેંટ મારી અને મારી મજાકનો બદલો લીધો..અને બોલ્યો..મસ્તી યાર...પરિણામ આગળનાં બે દાંત હલી ગયા. નાના હોઈએ ત્યારની મજાક અને મોટા થયા બાદ સમજણ ભરી મજાક જેને સરપ્રાઈઝ પણ કહી શકાય એવી અનેક મજાક મિત્રો સાથે થાય. જો કે કહેવાય છે કે મજાક સહન થાય તો જ મજાક કરવી. કેમકે તમારી કરેલી મજાક તમને જ બૂમરેંગ થઈને આવી શકે છે.  
                                                         

ફિલ્મી એવોર્ડ ફંક્શનમાં આવી મજાક બહુ જોવા મળે જે ક્યારેક પર્સનલી થઇ જતી હોય છે. ઘણા કોમેડી શો આવ્યા જેમાં મોટા મોટા સિંગર,ડાન્સર,એક્ટરની મજાક ઉડાડવામાં આવી અને જેમણે એમની મજાક કરી એ લોકો જ ખોવાઈ ગયા.  


આજકાલની જનરેશન જે ચોવીસ કલાક મોબાઈલમાં પડી હોય એ મમ્મી પપ્પા કે દાદા દાદી સાથે ભાગ્યે જ મજાક કરતા હશે. જો કે ઘરના સભ્યોને થાય કે આખો પરિવાર સાથે બેસી હસતા રમતા મજાક પણ કરે. મજાક મસ્તી હંમેશા એક સારી યાદગીરી બની રહે છે. દીકરી અને પપ્પાની મજાક ક્યારેક આંખોના ખૂણા ભીંજવી દે છે. તો ભાઈ બેન ની મસ્તી તો સદાબહાર હોય છે. બેનપણીઓની મજાક ક્યારેક થોડો સમય માટે અબોલા કરાવી દે છે, તો મિત્રોની મજાકમાં થોડો ગુસ્સો આવી જ જાય છે, ટૂંકમાં જેમ જેમ મોટા થાય તેમ તેમ મજાકની માત્રા પણ ઘટતી જાય છે. પણ મજાક સાવ તો બંધ નથી જ થઇ શકતી.


અમુક નંગ સીરીયસ મજાક કરી લેતા હોય છે, હમણાં કોરોના વાયરસ પર બે વિદેશી નાગરિક મુશ્કેલીમાં મુકાયા હતા. ભારતથી ડરબન પરત ફરેલી 55 વર્ષીય એક મહિલાએ દાવો કર્યો કે એને કોરોનાનો ચેપ છે. તેને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. જ્યારે જાણવા મળ્યું કે તે મહિલાને કોઈ ચેપ નથી, તો તેણે કહ્યું કે, તે મજાક કરી રહી હતી. બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, છેતરપિંડીના એક મામલામાં ધરપકડથી બચવા માટે મહિલાએ આમ કર્યું હતું. જો કે બેન ને પોલીસભાઈ પકડી ગયા. મજાક ભારે પડી.

ચોવીસ કલાક ઘરમાં રહેતા પતિની મજાક કરવાનું પત્નીએ નક્કી કર્યું અને એણે પતિને એક મેસેજ કર્યો કે હું થોડા દિવસ માટે ઘર છોડીને જાઉં છું..અને પતિના રિએક્શન જોવા મેડમ બેડ નીચે છુપાઈ ગયા..પતિએ ખુશ થઈને તરત એની ફ્રેન્ડ ને કોલ કર્યો અને કહ્યું કે આવતી રહે ઘરે..કોઈ જ નથી..મારી પત્ની ગઈ એના ઘરે..ક્યારે આવશે ખબર નથી..યાર કેટલા દિવસ પછી આપણે મળીશું..પત્ની તો બેડ નીચે આ બધું સાંભળી હેબતાઈ જ ગઈ..ત્યાં એને એક મેસેજ આવ્યો..જેમાં લખ્યું હતું..ગાંડી પલંગ નીચે થી બહાર નીકળ તારા પગ દેખાય છે..અને સરસ મજાની ચા મુક..


આ હતો પતિનો પ્રેમ..પ્રેમ ભરી મજાકનું પરિણામ એ આવ્યું કે બન્નેને એકબીજામાં હતો એનાથી વધુ વિશ્વાસ બેઠો..પત્નીને એમ કે મારો પતિ ઈમાનદાર છે અને દરેક પતિ પાસે એક વફાદાર પત્ની હોય જ છે.
ટૂંકમાં વય મર્યાદા પ્રમાણે સમજણ ભરી મજાક કરતા રહેવું..અને હંમેશા મસ્તીમાં રહેવું..હસતા રહેવું.
છેલ્લે મજાક વિષે નાનકડી મજાક.


એકલામાં પણ ક્યારેક જાતની મજાક કરી લેવી,
અરીસામાં જોઈ ક્યારેક આંખ મારી લેવી.
આપણી મસ્તીની હસ્તી જ યાદ રહેશે હંમેશા,
બાકી તો રોજ સવાર પડશે રડવા જેવી.
સમજે તે સમજદાર.  
  
Friends,
There is no age to make fun of jokes, friends get together or jokes start. 

Sometimes the fun is heavy, sometimes the fun is memorable. Although Masti also has a mood, some people are in a mood of Masti for twenty four hours and some are not allowed to have anything to do with Masti, I remember I slapped one of my friends in Masti..then he didn't say anything but on the same day Suddenly he slapped me on the face and avenged my joke..and spoke..fun man ... the result was that the front two teeth moved. A joke when you are young and an understanding joke when you grow up, which can also be called a surprise, happens to many friends. However it is said to joke only if the joke is tolerated. Because the jokes you make can only boomerang on you.


There are a lot of such jokes at the film awards function which sometimes happen in person. There were many comedy shows in which big singers, dancers, actors were made fun of and only those who made fun of them got lost.


Today's generation that has been on mobile for 24 hours will rarely be joking with mom, dad or grandparents. However, it happens to the members of the house that the whole family also sits and laughs and jokes. Fun fun always remains a good memory. The jokes of daughter and father sometimes make the corners of the eyes water. So brother Ben's fun is everlasting. The jokes of benpis sometimes make Ebola for a while, then the jokes of friends get a little angry, in short the amount of jokes also decreases as you get older. But the joke can't stop at all.


Some Nang Sirius are joking, now two foreign nationals were in trouble over the Corona virus. A 55-year-old woman returning from India to Durban has claimed that she has a corona infection. He was rushed to hospital. When he found out the woman had no infection, he said, she was joking. A police investigation later found that the woman had done so to avoid arrest in a fraud case. However, Ben was caught by the police. The joke fell heavily.


The wife decided to make fun of her husband who stayed at home for 24 hours and she sent a message to her husband that I am leaving home for a few days..and Madam hid under the bed to see her husband's reaction..Husband was happy and immediately called her friend and said that Keep coming home..no one..my wife went to her house..I don't know when she will come..man how many days later we will meet..wife was shocked to hear all this under the bed..there she got a message .. In which it was written..Gandi got out from under the bed, your feet are visible..and have a nice cup of tea ..


This was the love of the husband..the result of the loving joke was that both of them had more faith in each other than they had..the wife said that my husband is honest and every husband has a faithful wife.
In short, keep on joking with understanding as per the limits..and always have fun.. keep on smiling.


Finally a little joke about the joke.
Sometimes joking alone,
Sometimes looking in the mirror kills the eye.
Our fun personality will always be remembered,
The rest is like crying every morning.

Understandably sensible.
©

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...