મિત્રો, કહો પુનમના ચાંદ ને આજે ઉગે આથમણી ઓર, તારા ચહેરામાં મને ચંદ્ર દેખાય છે, શીતળ ચંદ્ર જેવો તારો ચહેરો..આવા બધા વિશેષણો પ્રેમી પોતાની પ્રેમિકાને આપતા જ હોય છે. જો કે મોઢે ખીલ થયા હોય તો એ ચંદ્ર પરના ખાડા લાગે અને ચહેરા પર એકાદ મસો હોય તો એ ચંદ્ર પર નો ડાઘ, ટૂંકમાં ચંદ્ર તો હોય જ . પૂનમ નાં ચંદ્ર ને જોતા ઘણાએ આવા મેસેજ એમની ચાંદની ને કર્યા હશે. જે એકબીજાને પ્રેમ કરતા હશે.💓 વાતની શરૂઆત જ પ્રેમથી કરવી છે કેમકે આજે વાત પ્રેમની કરવી છે. અગણિત વાર લખાયેલી આ વાત બધાને ઓછા વત્તા અંશે ગમે છે. દિવસમાં એકાદવાર તો આપણા કાને પ્રેમ નામનો શબ્દ કોઈને કોઈ રીતે તો અથડાય જ છે. ક્યારેક કોઈ ગીત સાભળતા,ક્યારેક વાંચતા અથવા તો ટીવી જોતા અલગ અલગ પ્રકારના પ્રેમ ની વ્યાખ્યાઓ છે. પણ છેલ્લે તો પ્રેમ એટલે આઈ લવ યુ..ડુ યુ લવ મી..? વેલેન્ટાઈન ડે વાળો પ્રેમ. તું મને ગમે છે તારા વગર ગમતું નથી તું જ ચારેબાજુ છે એવો પ્રેમ..પાગલ પ્રેમ ગાંડો પ્રેમ..પણ ટૂંકમાં પ્રેમ. એકબીજાના પ્રેમની વ્યાખ્યા આમ તો ઘણી રીતે વર્ણવી શકાય કે જે એકબીજા વગર રહી ન શકે, અથવા તો જે એકબીજાને જોયા વિના કે મળ્યા વિના ન રહી શકે અથવા તો જેમને એ
something new