Skip to main content

Mr. Adviser. [ સલાહ કેન્દ્ર ]

મિત્રો, 

મારી એક સલાહ માને તો કહું..તું છે ને એને મળવાનું જ છોડી દે..એકાદ બે મહિના એને મળીશ નહિ, વાત નહિ કરે, એના મેસેજના જવાબ નહિ આપે તો સામેથી પૂછશે કેમ છે તું..? 

આવી જ સલાહ એક મિત્રએ બીજા મિત્ર ને આપી અને વર્ષોથી ચાલ્યો આવતો સંબંધ તૂટી ગયો.સરસ મજાની દોસ્તી પ્રેમ માં પરિણમી હતી નાનકડી તકરાર માં બન્નેએ બોલવાનું બંધ કર્યું અને એ વાતની ખબર પ્રેમીના મિત્રને થઇ એ સાહેબે "મિત્ર ધર્મ" બજાવતા સલાહ આપી..બે ત્રણ મહિના એની સાથે સંબંધ કટ થયો..અને પ્રેમિકાએ..ઘરવાળાઓની વાત માની..એમણે દેખાડેલા છોકરા સાથે ફેરા ફરી લીધા. 

બીજી એક ઘટનામાં નાટકના રીહર્સલ ચાલતા હતા અને દિગ્દર્શકનાં પરમ મિત્રે એના કાનમાં કહ્યું [ સલાહ આપી ] કે આ હિરો કરતા તું પેલા નવા ને ટ્રાય કર..એનામાં એનર્જી કમાલની છે. અને દિગ્દર્શકે મિત્રની વાત માની નવા ઉગતા કલાકારને લીધો..અને નાટક સુપર ડુપર હીટ થઇ ગયું..અને એ નવોદિત કલાકારને સીરીયલમાં લીડ રોલની ઓફર પણ આવી.

કોલગેટ વાળાની વાત તો કદાચ તમને ખબર જ હશે, જ્યારે કોલગેટ નું સેલ ઓછુ થઇ ગયું ત્યારે એનું સેલ માર્કેટમાં કઈ રીતે વધારવું એના વિષે બોર્ડની મિટિંગમાં ચર્ચા ચાલતી હતી બધા ભણેલા ગણેલા પંડિતોએ પોતાના મંતવ્યો આપ્યા..પણ બોસ નાખુશ હતા..ત્યારે ત્યાં ચા મુકવા આવેલા પ્યુને કહ્યું "સાહેબ હું કઈ બોલું..? " બોસે કહ્યું હા બોલ..અને પ્યુને સલાહ આપી કે "કોલગેટ પેસ્ટની ટ્યુબ નું કાણું સહેજ મોટું કરી નાખો..એટલે જે લોકો ટ્યુબ દબાવશે એના ધાર્યા કરતા વધુ પેસ્ટ નીકળશે અને ટ્યુબ જલ્દી પૂરી થશે અને એમને બીજી ટ્યુબ લેવાની ફરજ પડશે." આ સાંભળી બોસ ને પણ ચક્કર આવી ગયા..અને પ્યુન નો આ કીમિયો કામિયાબ પણ થયો. 

ક્યાંક સાંભળેલું કે એક મોટી કન્ટેનર ટ્રોલીટ્રક બ્રીજ નીચેથી પસાર નહોતી થઇ રહી..સાવ નજીવી ઊંચાઈ નડતી હતી..ડ્રાઈવરે ઘણા પ્રયત્નો કર્યા અને લોકોએ પણ જાત જાતના આઈડિયા આપ્યા પણ ટ્રક બ્રીજ નીચે ફસાઈ હતી ત્યારે એક છોકરાએ કહ્યું કે આ ટ્રકના બધા ટાયરમાંથી થોડી થોડી હવા કાઢી નાખો ટ્રક નીચી થશે અને નીકળી જશે..અને એ છોકરાની સલાહ કામ કરી ગઈ.

જીવનમાં એક જ એવી વસ્તુ છે જે સાવ ફ્રિ ઓફ કોસ્ટ કોઈ પણ ઓફીસ, કોલેજ કેમ્પસ,કેન્ટીન,પાનના ગલ્લે,ચા ની ટપરી પર કે પછી વ્હોટ્સએપની એક ક્લિક પર મળી શકે છે. માત્ર સામેવાળાને ખબર પડવી જોઈએ કે તમને એની જરૂર છે..જો કે અમુક સેવાભાવી વગર માગ્યે સલાહ આપી પોતાનો ધર્મ બજાવી લેતા હોય છે. પણ ભાઈ આપનાર તો અસંખ્ય છે અહિયાં પણ લેનારમાં થોડીક સમજણ હોવી જોઈએ કે મિત્ર કે હિતેચ્છુએ આપેલી સલાહથી આપણું ભલું થશે કે નુકસાન..? 

જો કે આપણી આસપાસ અગણિત લાઈવ સલાહ કેન્દ્ર ફરતા જ હોય છે. પણ એમાંથી કોની સલાહ કે માર્ગદર્શનનો અમલ કરવો અથવા તો એની વાત પરથી ક્યાસ કાઢી આગળ વધવું એ જાતે જ નક્કી કરવું પડે. સલાહ આપનાર પણ ક્યારેક આપણી સાથે બીગ બોસ ની રમત રમતા હોય. જે આપણને અવળે માર્ગે ચઢાવવા સવળી સલાહ આપતા હોય છે. સ્કુલ કોલેજમાં પરીક્ષા વખતે તો મિત્રો એકબીજાને હોલસેલમાં સલાહ આપતા હોય છે..જાણે એમને જ ખબર હોય કે પરીક્ષામાં શું પૂછાવાનું છે. કંપનીમાં ઈન્ટરવ્યું માટે જાઓ તો લીફ્ટમેંન થી માંડી પ્યુન કે રીસેપ્શનીસ્ટ વણમાગી સલાહ આપી દે. નાટક કે સીરીયલમાં તો સાથી કલાકાર કે બેકસ્ટેજ કરનાર અથવા સ્પોટબોય પણ પ્રેમથી સલાહ આપી ક્યારે નીકળી જાય એની ખબર જ ન પડે. 

અમુક બુદ્ધિશાળી માં આ કળા ગળથૂથી માં હોય છે. અને દરેક માણસ પંચમુખી જ હોય છે એકમુખી મળવો આમેય અઘરો..સમજે તે....સલાહ આપનાર જો શાણા હોય તો આપણે પણ થોડાક સમજદાર બની એની સલાહ માનવી કે નહિ એની સમજ કેળવવી પડે. જે તમે ધાર્યું છે એ જ કરવાનો નિર્ધાર કરવો જોઈએ બીજાની દોરવાણીએ વારે વારે આપણે આપના ગોલ ને બદલીએ તો આપણે ક્યારેય મનગમતા મુકામે પહોચી જ ન શકીએ.


 
હું મને જે ગમે છે એજ કરીશ પછી ભલે મને સફળતા મળે કે નિષ્ફળતા.. સફળતા મળશે તો આગળ વધીશ નિષ્ફળતા મળશે તો કઈક શીખીશ. આ જ જોશ અને જુનુંન  સાથે પોતાને ગમતું કરતા રહીએ તો સફળતા ક્યારેય હાથતાળી ન આપે.બાકી સલાહ કેન્દ્ર તો મેં કહ્યું તેમ ડગલે પગલે મળતા જ રહેવાના. 

ટૂંકમાં સાંભળવું બધાનું પણ કરવું આપણા મનનું જ. કેમકે આપણે ધારેલું કરીએ અને અસફળ થઈએ તો દુ:ખ ઓછુ થાય પણ બીજાની દોરવાણીએ કરેલા કામથી અસફળતા મળે તો દુ:ખ વધુ થાય બાકી જેણે સલાહ આપી હોય એને કોઈ ફરક નથી પડતો..એ કદાચ પાછો એમ કહે કે હવે એક કામ કર હું કહું છું એમ કર....

છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા એક....

એ તમારી પાસે રાખો,સલાહ ન આપો,

ન ફાવે તો કઈ નહિ રસ્તો બદલી નાખો.

હું મારામાં વ્યસ્ત છું,ભલે અસ્તવ્યસ્ત છું,

જીવો અને જીવવા દો ,સલાહ ન આપો.

જીવન મારું, રીત મારી, રસ્તો મારો જીત મારી,

તમે તમારો રસ્તો માપો, સલાહ ન આપો.

પડીશ હું તો મને વાગશે,પગ ભાંગશે તો મારો ભાંગશે,

કાઢો દર્પણ સામે બળાપો, સલાહ ન આપો.

 

સમજે તે સમજદાર.


Friends,


If you believe one of my advice, I will say .. you have to stop meeting him .. I will not meet him for a month or two, he will not talk, if he does not reply to his message, he will ask in front, why are you ..?

The same advice was given by one friend to another friend and the relationship that had been going on for years broke down. A nice friendship turned into love. The relationship was severed..and the girlfriend obeyed the family and took a walk with the boy she showed.

In another incident, a rehearsal of the play was going on and the director's best friend said in his ear [advised] that you should try the new one instead of this hero..the energy in it is amazing. And the director took the new budding actor as a friend..and the play became a super duper hit..and the budding actor was also offered a lead role in the serial.

As you may know from Colgate, when Colgate's sales dwindled, there was a discussion in the board meeting about how to increase its sales in the market. All the educated pundits gave their opinions. Pew said, "Sir, what should I say?" Bose said yes ball..and advised Pew to make the hole in the tube of Colgate paste slightly bigger..so more pressure will come out than expected by those who press the tube and the tube will be completed soon and they will be forced to take another tube. Hearing this, the boss also got dizzy..and this alchemy of Pune also succeeded.

Heard somewhere that a big container trolley was not passing under the bridge..there was a very small height..the driver tried a lot and people also came up with different ideas but the truck was stuck under the bridge when a boy said that some of all the tires of this truck Exhale a little air, the truck will go down and get out..and its idea worked ...

The only thing in life that is absolutely free of cost can be found in any office, college campus, canteen, leafy street, tea stall or a click of WhatsApp, just let the other person know that you need it. However, some of them are practicing their religion without giving any advice. But the giver of the brother is innumerable. Here also the giver should have some understanding that the advice given by a friend or well-wisher will be good or bad for us ..?

Although there are countless live advice centers around us, but which of them should implement the advice or guidance or move on from it. Even counselors sometimes play the game of Bigg Boss with us, advising us to take the wrong path. During school and college exams, friends are giving advice to each other at wholesale. As if they only know what to ask in the exam. If you go to the company for an interview, the pundit or the receptionist from the liftman will give unsolicited advice. In a drama or serial, even a fellow actor or a backstage performer or a spotboy does not know when he will leave with loving advice.

In some this art is in the throat. And every man is only five-faced. It is difficult for us to meet one-sided. If the person giving the advice is wise, then we also have to become a little sensible. Decide to do what you set out to do. If we change our goals from time to time under the guidance of others, we will never reach our desired destination.

I will do whatever I like then whether I get success or failure .. I will go ahead if I get success then I will learn something if I get failure. If we keep on liking ourselves with the same vigor and oldness, then success will never be applauded.

Listening in short, doing everything is also in your mind because if we do what we assume and if we fail, the sadness will be less, but if we fail due to the work done by others, the sadness will be more. Work, I say, do it ....

One last one before pausing the blog ....


Keep it to yourself, don't give advice,
If not, change the route.
I'm busy with myself, even though I'm chaotic,
Live and let live, do not give advice.
My life, my way, my way, my victory,
You measure your way, don’t give advice.
If I fall, I will be beaten, if I break my legs, I will be broken,
Take out the mirror in front of the mirror, do not give advice.
 
Understandably sensible.

google translate.

©

 



Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...