મિત્રો ,
કોપી,ડુપ્લીકેટ,ઝેરોક્સ,ઉઠાંતરી,સેમ ટુ સેમ આ દરેક શબ્દ નો હું એક જ અર્થ ગણું તો કોપી. કેમકે એક જેવી જ બીજી વસ્તુનું સર્જન મૂળ તો કોપી જ કહેવાય.
અરે કોપી કરવામાં ફિલ્મ લાઈન પણ ક્યાં પાછળ છે ? એક સ્ટોરી લાઈનની અનેક ફિલ્મો આવે તો બજારમાં વાત ઉડે કે આ તો સેમ શોલે જેવી છે અથવા તો દંગલ ની ઉઠાંતરી છે, સીરીયલમાં પણ તમે તમારી વાર્તા ક્યારેક કોઈને કરી હોય અને એ આપણે ભૂલી જઈએ ત્યારે એ જ નિર્માતા આપણી વાર્તા પરથી એપિસોડ બનાવી નાખે અને આપણે જ્યારે એ જ વાર્તા પર ઓરીજનલ વસ્તુ નું સર્જન કરીએ ત્યારે કહેવામાં આવે "તમારો એપિસોડ તો ફલાણા ફેમસ એપિસોડ ની કોપી છે." જો કે દરેક લેખક ને આવા ખાટા મીઠા અનુભવ થતા જ હોય છે, મારી સાથે પણ થયા છે. નિર્માતા દિગ્દર્શક મિત્રો સાથે કરેલી ચર્ચા કે વાંચવા આપેલી સ્ક્રિપ્ટ અને નવા જ વિષય ની આપ લે આમ તો નાનકડી ચા ની ટપરી પર ચર્ચાઈ જાય અને વર્ષો બાદ એ જ વસ્તુ ટીવી કે સિનેમા માં દેખાય ત્યારે થાય કે આ તો આપણી જ વસ્તુ બની ગઈ અને આપણેય 'બની' ગયા.
વિષય વસ્તુના વાઘા કે પાત્રો કે દેશ સ્થળ કાળ બદલી ને આવી અનેક કોપીઓ બજારમાં ઉપલબ્ધ છે. પણ કોપી કરવામાં પણ આવડત જોઈએ ક્યારેક કોપી કરેલ વસ્તુ મૂળ ઓરીજીનલ કરતાય વધારે બેસ્ટ હોય. જો કે ફિલ્મ ટીવી અને નાટક ઇન્ડસ્ટ્રીઝ નાં મહાનુભાવો જાણે છે કે કોપી કે ચોરી કરવી નવી નવાઈની વાત નથી અઢળક એપિસોડ બનતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તમારી વાર્તા સાથે સુસંગત એકાદ ટ્રેક એ સીરીયલમાં આવી જ જાય ત્યારે થાય કે અરે આવું તો મેં વિચારેલું. એક જ વિષય પર બે અલગ અલગ નાટકો કે ફિલ્મો પણ બની જાય ત્યારે બંને પક્ષ બજારમાં ઉતારે ત્યારે ખબર પડે કે કોણ ધી બેસ્ટ છે સલમાન ખાન ની 'સુલતાન' રજુ થઇ અને તરત જ આમીરખાન ની 'દંગલ' રજુ થઇ ત્યારે આવું જ બન્યું હતું બંને ની વાર્તા લગભગ એક સરખી પણ જ્યારે બંને મેદાનમાં આવ્યા ત્યારે કરોડોની ક્લબમાં આવ્યા જ . પણ નાના નિર્માતા સાથે ચમત્કારની શક્યતા ઓછી હોય છે. બે સરખા નાટક બને ત્યારે એક નો ભોગ લેવાઈ જ જતો હોય છે.
કોપી કરવી એ પણ એક કળા છે. પણ કોપી ન કરવી એ સંસ્કાર. જમાના સાથે ચાલતા હો ત્યારે નિર્માતા જ સામેથી તમને ફિલ્મ નું નામ આપે કે આ ફિલ્મ પરથી નાટક કે સીરીયલ , ફિલ્મ બનાવવી છે અને એને લગતી બીજી ચાર પાંચ ફિલ્મો શોધવાની આપણે મહેનત કરવી પડે અને પછી બને પાણીપુરી,ભેલ,દાવેલી અને રગડા પેટીસ નું મિશ્રણ જે લોકોને ગમે પણ અને ન પણ ગમે...
છેલ્લે કોપી કર્યા વગર એક મસ્ત રચના સાથે બ્લોગ ને વિરામ
રોજે રોજ થોડોક તૈયાર થયો છું,
હવે થોડો ઘણો સમજદાર થયો છું.
સૂર્યની જેમ બળ્યો નથી ભલે પણ,
દિવા જેવો ઝીણો પ્રકાશ થયો છું.
મળ્યા છે ડગલે પગલે સારા નરસા ઘણાં,
દરેકને જાણવાની થોડીક કળા ભણ્યો છું.
સફળતાનાં અનામ સો દુશ્મન મળેછે અહીં,
છતાં દુશ્મન ને દોસ્ત બનાવતા શીખ્યો છું.
પ્રેમ કર્યો છે બસ એકવાર જીવનમાં,
"એકને" જ અંત સુધી ચાહતા શીખ્યો છું.
મળે છે બધું બધાને ક્યાં જીવનમાં ?
હવે શબરીની જેમ રામને ભજતાં શીખ્યો છું.
કસોટી રોજ થાય ડગલે પગલે બધે સતત
એકલો છું એકલા જ લડતાં શીખ્યો છું.
સોનુ નથી પણ સોનાની જેમ ટીપાઉ છું રોજ,
દોસ્ત, છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમતા શીખ્યો છું.
રોજે રોજ થોડોક તૈયાર થયો છું,
હવે થોડો ઘણો સમજદાર થયો છું.
Friends,
Copy, duplicate, Xerox, hijacking, same tu same Because the creation of another thing like one is called copying the original.
In many cases, the word copy is used. If Apple has an original mobile phone, then with the advent of it, the same-to-same copy mobile phone from China will be available very cheaply. Everybody's first copy is available in the market whether it is make-up or not and the ladies of big houses are also moving around with the copy.
Hey, where is the film line behind in copying? If there are many films of one story line, then there is talk in the market that this is like Sam Sholay or it is a riot. Create an episode from our story and when we create the original thing on the same story, it is said that your episode is a copy of some famous episode. However, every writer has such a sweet experience with me. The producer-director discusses with friends and exchanges new topics on a small tea pot and years later the same thing happens when it appears on TV or in the cinema that this has become our thing and we have become ours.
Many such copies of the subject matter or the characters or the place of the country change over time are available in the market. But you also need to be good at copying. Sometimes the copied item is better than the original. However, the dignitaries of the film, TV and drama industries know that copying or stealing is not a new surprise. Many episodes happen when a track consistent with your story comes up in a serial or something like that, I thought. When two different plays or films are made on the same subject, when both the parties hit the market, they know who is the best. Salman Khan's Sultan was introduced and soon Aamir Khan's riots were staged. Similarly, when both of them came on the field, they came to the club of crores. Even with a small producer the chances of a miracle are slim. When two identical plays are made, one is the victim.
Copying is also an art. But not copying is a sacrament. As you go along with the times, the producer gives you the name of the film in front of you to make a drama or serial, a film from this film and we have to work hard to find four or five other films related to it and then it becomes a mixture of Panipuri, Bhel, Daveli and Ragada Patties. People like it or not ...
In this new world of copy-paste, new quotes are being copied and pasted every day, but those who have written the original only enjoy writing something new. The champion in copy or copy can sometimes be far ahead of the original and original writer. This is what happens when the original creative encounters this, which is what the creator likes.
In short, copying or hijacking takes place in every field, be it a picture, a car or a scooter design, or a movie play. Copy has become necessary to survive. But if it is original, it will be a copy, so I always try to write original and I will continue to do so.
Finally pause the blog with a cool composition without copying
Every day I get a little ready,
Even if it doesn't burn like the sun,
I am as light as a diva.
Got a lot of good narcissists following Douglas,
I have learned a little art of getting to know everyone.
Anonymous hundred enemies of success are found here,
Yet I have learned to make friends with the enemy.
Loved just once in a lifetime,
I have learned to love "one" till the end.
Where does everyone get everything in life?
Now I have learned to worship Ram like Shabri.
The test takes place on a daily basis
I am alone, I have learned to fight alone.
Not gold but dripping like gold every day,
Dude, I've learned to fight to the last breath.
Every day I get a little ready,
I’ve gotten a little too discreet now.
Understandably sensible
Comments
Post a Comment
hii friends if u like my post pl comment