મિત્રો,
પહેલા કહેતા કે ઘોર કળિયુગ આવ્યો છે અને હવે કહેવું પડે છે કે ઘોર કોરોના આવ્યો છે..કળિયુગ જાણે કોરનાનો અવતાર લઈને આવ્યો હોય એવું લાગે છે , રોજ કોઈને કોઈ માઠા સમાચાર મળતા જાય અને હવે આ વખતે તો રામ પણ ધનુષ બાણ લઈને બેઠા રહેશે કેમકે રાવણ મરવાનો નથી, [ રાવણ દહન નહિ થાય, સરકારે કહ્યું છે બોલો... ] એટલે આવતું વરસ ૨૦૨૧ કલિયુગ,કોરોના અને રાવણ આ બધા સાથે નીકળી પડશે.
દશેરાના બધા એકબીજાને ભલે વિશ કરે પણ આજેય ગલીએ ગલીએ રાવણ તો છે જ,
ટૂંકમાં વિજયા દશમી નાં દિવસે દરેક ને પોતાના કાર્યમાં વિજય મળે અને નવા કાર્યોમાં સફળતા. સાથે જ આવતી દિવાળી અને નવું વરસ પણ ધમાકેદાર જાય એવી ઈશ્વરને પ્રાર્થના..ઘણાંએ આજે ફાફડા જલેબી ખાધા હશે અને ઘણાંએ માત્ર વ્હોટ્સએપ માં જોયા હશે.આ વખતે રાવણ ભલે ન મરે પણ તમારા સૌના કામકાજ પર ભગવાન રામ ની કૃપા હમેશા રહે એવી આશા સાથે બ્લોગ ને વિરામ આપતા પહેલા. ફાફડાભાઈ અને જલેબીબેન નો ઇન્ટરવ્યુ.
હું : અરે ફાફડા ભાઈ કેમ છો..?
ફાફડા : લેખક, અત્યારે બહુ બીઝી છું. પછી આવોને.
હું : આઇ નો..આ લાઈન જોઇને ખબર પડી ગઈ કે આજે તમારો દિવસ છે. જલેબી બેન દેખાતા નથી ?
જલેબી : એ...લેખક....હું અહિયાં છું..[ દુર ગરમ ગરમ ઘી માં કેસરની સુગંધ સાથે અવાજ આવ્યો
હું : આજે દશેરા આજે તો તમારી ડીમાંડ છે કેમ ?
ફાફડા : માંડ માંડ ડીમાંડ છે એમ કહોને ભાઈ , શુકન ના સો સો ગ્રામ ફાફડા અને જલેબી લેવા ઉભા છે બધા બાકી લોકો દશેરાએ કિલો કિલો ફાફડા જલેબી લઇ દાન કરતા આ વખતે એવા કોઈ દાનેશ્વરી દેખાયા જ નથી.
હું : વાત તો સાચી ફાફડા જલેબી ને કોરોના નડ્યો.
સંભારો : આ કોરોના નું તો નક્ખોદ જશે.
હું : અરે સંભારા સાહેબ તમે સો ટકા સાચી વાત કરી. પણ એક વાત નક્કી છે ભલે કોરોના આવે કે કયામત દશેરા નાં દિવસે ગુજરાતી માણસ ફાફડા જલેબી અને સંભારો તો નહી જ ભૂલે.
સમજે તે સમજદાર.
Friends,
Earlier saying that the deadly Kaliyug has come and now it has to be said that the deadly corona has come..Kaliyug seems to have come with the incarnation of corna, every day someone gets some bad news and now this time even Ram will be sitting with a bow and arrow because Ravana is not going to die, [Ravana will not be burnt] so next year 2021 Kaliyug, Korona and Ravana will come out with all this.
Even if all the people of Dussehra wish each other, there is Ravana in every street today, how much respect is maintained in the woman, it comes in the press and in the news every day. On the day of Dussehra, there are ten vices like work, anger, greed, lust, lust, ego. There is a festival to get rid of vices like laziness, violence, fraud and theft. Because it is said that you can move forward and people follow it. Honestly, nowadays everyone has come to believe that you cannot move forward. Locha Lafda and Jalebi Fafdagu are in the blood of Gujarati. Hey brother, life will get better, but if you get trapped, your family life will also get worse with you. Although we can't get into someone's mind and see what he thinks, but yes, the way he works gives us an idea of where he is going or what he wants to grow. We've seen shortcuts get richer here and that's because of the numbers. I have also seen them getting sad because I have read and seen that the way money comes is the way it goes.In short, on the day of Vijaya Dashmi, everyone gets victory in their work and success in new tasks. Pray to God that Diwali and New Year will also come with a bang..Many will have eaten fafda jalebi today and many will have just seen it in WhatsApp. Before pausing the blog. Interview with Fafdabhai and Jalebiben.
fafda: Article, I am very busy right now. Then come.
Me: I know..who saw this line and knew that today is your day.
Me: Today is Dussehra, why is your demand today?
Fafda: Saying that there is hardly any demand, brother, Shukan is standing to take 100 grams of fafda and jalebi. All the rest of the people donate a kilo of fafda jalebi on Dussehra.
Me: The thing is, true fafda jalebi ne korona nadyo.
Sambharo: This corona will go to Nakkhod.
Me: Mr. Sambhara, you are one hundred percent right. But one thing is for sure, even if Korona comes, on the day of Qayamat Dussehra, the Gujarati man will not forget Fafda Jalebi and Sambhar.
Understandably sensible.
©
google translate
Comments
Post a Comment
hii friends if u like my post pl comment