Skip to main content

"POST" man [ "પોસ્ટ" મેન ]

 મિત્રો, 

સોશ્યલ મીડિયા જેવાકે ફેસબુક,વ્હોટ્સ એપ, ટ્વીટર ,ઈંસ્ટાગ્રામ, એના પર ક્યારે શું મુકવું એના ક્લાસ ક્યાંય થતા હોય તો કહેજો, જો કે આવા ક્લાસ ક્યાંય ચાલતા હશે તો ત્યાં પણ લોકોની લાઈન લાગશે એમાં બે મત નથી. 

સોશ્યલ મીડિયા પર સૌથી  પહેલા પોસ્ટ કોણ મુકે એની હોડ જામી પડી હોય છે  . કોઈ  વ્યક્તિ નો બર્થ ડે આવતો હોય તો એડવાન્સમાં બર્થડે વિશ કરે અથવા તો અડધી રાત્રે ૧૨ વાગે લોકો પોસ્ટ મુકવાનું શરુ કરી દે, જેનો જન્મદિવસ હોય એને પણ સવારે ખબર પડે કે આજની તારીખે હું જન્મ્યો હતો. કોઈ વ્યક્તિ માત્ર તપાસ કરાવવા હોસ્પિટલમાં ગયો હોય અને જો એની જાણ કોઈ મિત્ર ને થાય તો તરત પોસ્ટ આવી જાય " જલ્દી સાજો થઇ જા મારા ભાઈ , અથવા ગેટ વેલ સુન" અને એના પછી બધાની કમેન્ટ્સ જે ઓળખતા હોય ન ઓળખતા હોય બધા શરુ ભગવાન તમને જલ્દી સાજા કરી દે, ભગવાન પર ભરોસો રાખજો કઈ નહિ થાય, તમે જલ્દી ઘરે પાછા આવી જશો..જે બીમાર ન હોય એ પણ આઈ.સી.યુ.માં ચાલ્યો જાય એવા સંદેશાઓ શરુ થઇ જાય અને અમુક ચતુર અભણ તો એમના મૃત્યુ નાં સમાચાર પણ શરુ કરી દે. "ભગવાન એમનાં  આત્માને શાંતિ આપે." અરે તું શાંતિ રાખને, એ ભાઈ હજુ એ જીવે છે. અને સાજા નરવા છે. એમાં એમનાં આત્માને શાંતિ આપવાની શું જરૂર છે..? અને પછી જે વ્યક્તિ બીમાર હોય એમના પરિવારજને કે અંગત મિત્રએ પોસ્ટ કે વિડીયો મૂકી ને જાહેર કરવું પડે કે ભાઈ તમે જેવું સમજો છો એવું નથી અમારા પરિવારના સદસ્ય એકદમ હેમખેમ છે અને માત્ર સારવાર લઇ રહ્યા છે, સીરીયસ નથી.પ્રાર્થના કરો કે એમને કઈ જ ન થાય અને એ સ્વસ્થ મસ્ત રહે.  

સાચે જ હજુ તો ઘરમાં પાઉં ની લાદી આવી હોય ત્યાં એના ફોટા સાથે કેપ્શન આવી જાય " હાલો પાઉભાજી ખાવા" અથવા પગમાં વાગ્યું હોય અને પ્લાસ્ટર ચઢાવ્યું હોય તો પ્લાસ્ટર વાળા  પગ નાં ફોટા સાથે કેપ્શન હોય " હવે ક્યારે ચાલીશ ? " અરે ભાઈ તું આમેય ક્યાં  ચાલતો હતો..? નવા ચપ્પલ લીધા હોય તો ચપ્પલ નાં ચારસો એન્ગલથી લીધેલા ફોટા મૂકી લખે" કેમ લાગે છે ?" બહુ ખરાબ લાગે છે. 

 જો કે દરેક ની પોતાની વોલ કે પેજ છે એને જે લખવું હોય જે મુકવું હોય એનો અધિકાર છે પણ આ વોલ કે પોસ્ટ આખી દુનિયા જુએ છે એટલે એટલી તો સમજણ હોવી જોઈએ કે તમારે દુનિયાને,મિત્રોને શું દેખાડવું છે કે શું કહેવું છે. કામકાજ નાં ફોટા,વિડીયો કે સારા પ્રસંગ નાં ફોટા જોઈ મિત્રો પણ તમને ચીયર્સ કરશે અને વખાણ કરશે, પણ ઘરમાં વંદો કે ગરોળી નીકળે તો એનાંય ફોટા પાડી કેપ્શન આવે "દિવાળીની સાફ સફાઈ નો સમય આવી ગયો" જો કે વ્યક્તિની પોસ્ટ પરથી એના સ્વભાવનો પરિચય પણ મળી જતો હોય છે.

જેમ ક્યારે ક્યાં કેટલું બોલવું એની સમજણ કેળવીએ છીએ એમ ક્યારે કઈ પોસ્ટ લખવી  કે મુકવી એની પણ સમજ હોવી જોઈએ. એક પોસ્ટ મુકતા ચાર વાર વિચાર કરીએ કે આનું રીએક્શન શું આવશે તો પોસ્ટ મુક્યા પછી એને ડિલીટ કરવાનો કે કોઈની માફી માંગવાનો વારો જ ન આવ. જો કે અમુક નંગ ફેક અકાઉન્ટ બનાવીને ગમે તે કચરો પોસ્ટ પર મુકતા હોય છે. પોતાની જ લાઈનનાં હરિફ ને દેખાડી દેવા ખોટા અકાઉન્ટમાંથી સામેવાળાની બદનામી કરતી પોસ્ટ કે એની એન્ટી પબ્લીસીટી પણ થાય છે. કોઈ છોકરીએ પ્રેમ એક્સેપ્ટ ન કર્યો હોય તો એની બદનામી પણ કરે.. જો કે આવા સમયે અમુક ને બ્લોક કરી દેવા જ સારા. એટલે દિવાળી ની સાફસફાઈ ની જેમ આપણા અકાઉન્ટની પણ સાફસફાઈ કરતા રહેવું. 


ટુંકમાં મને જે લાગ્યું એ મેં લખ્યું. આ લેખ કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને નથી લખાયો. આ મારું અંગત મંતવ્ય છે. બાકી તો આપણે કહી શકીએ, રોકી ન શકીએ, 

 હા બ્લોક કરી શકીએ.  

સમજે તે સમજદાર. 

Friends,


If there are classes on social media like Facebook, What's App, Twitter, Instagram, what to put on it, if there are classes going on anywhere, even if such classes are going on somewhere, there will be a line of people.

The bet of who puts the first post is frozen on social media. If a person's birthday is coming, wish for a birthday in advance or at 12 o'clock in the middle of the night, people start posting. Even those who have a birthday will know in the morning that I was born on this date. Someone just went to the hospital for a check up and if a friend finds out, they'll immediately post "Get well soon my brother, or get well soon" and then all the comments that you don't know, God bless you soon. Heal him, trust God, no matter what happens, you will come back home soon .. Messages start to be sent to the ICU even if he is not sick Lets start. May God give peace to his soul. Hey brother he's still alive. And what is the need to give peace to his soul in order to recover ..? And then the family or personal friend of the person who is sick has to put up a post or video to announce that brother is not what you think he is. Happens and stays healthy.

Really, if there is still a foot in the house, there will be a caption with the photo of "Halo Paubhaji Khawa" or if there is a foot on the foot and if there is plaster on the foot, there will be a caption with the photo of the foot with the plaster. Was ..? If he has taken new slippers, he puts the photos taken from four hundred angles of slippers and writes "Why do you think?" Sounds too bad.

 Although everyone has their own wall or page they have the right to write whatever they want to put but this wall or post is seen by the whole world so there should be an understanding of what you have to show the world, what to say to your friends. Friends will also cheer and praise you when they see work photos, videos or photos of good occasions, but if a cockroach or a lizard comes out of the house, it will be captioned "It's time for Diwali cleaning". Are found.

Just as we learn to understand how much to say and how much to say, we should also have an understanding of when to write or post a post. When posting a post, think four times about the reaction to this, then after posting, it is not your turn to delete it or apologize to anyone. However, some people create a Nung Fay account and post whatever they want. There is also anti-publicity post or post defamation from the wrong account to show the rival of one's own line. However, If a girl has not accepted love, she should also slander her.it is better to block some at such times. So just like Diwali cleaning, keep cleaning our account.

In short I wrote down what I felt. This article is not written with one person in mind. This is my personal opinion. Else we can say, can't stop,

 Yes, we can block.

Understandably sensible.

 ©



Comments

  1. nice and apt for those who are addicted to social media

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...