Skip to main content

Feeling in demand. [ માંગણીમાં લાગણી ]

  મિત્રો,

માંગણી અને લાગણી નાં અનેક પ્રકાર હોય છે એક બહુ  જ જૂની વાત સાંભળી હતી એ યાદ આવી કે એક ભિખારી જે મંદિર ની બ્હાર બેસતો હતો એને આખો દિવસ તડકામાં બેઠા પછી પણ કોઈએ એક પૈસો ન આપ્યો [ મંદિર ખુલ્લું હતું..]અંતે હારી કંટાળીને એ સાંજે બીયર બાર પાસેથી પસાર થયો અને ત્યાં ભીખ માંગવાની કોશિશ કરી કે બારમાંથી નીકળતી એક વ્યક્તિ એને સારા પૈસા આપી ગયો..ત્યારે ભિખારી ઉપર જોઈ ને બોલ્યો..વાહ રે ઉપરવાલે તું રહેતા કહા હૈ ઔર પતા કહાં કા દેતા હૈ,  આવું જ ઘણા લોકો સાથે બન્યું હશે કે બને છે..મંદિરમાં દાન ધર્મ કરતા જરૂરીયાતવાળાને સાઈડ પર કરી દે અને મધુશાલામાં બેસતા મિત્રો પ્રોબ્લેમ સોલ્વ કરી દે. 

જો કે મંદિર અને મધુશાલા બન્ને માં કોણ ફેવરીટ છે એ તો સરકારે સાબિત કરી જ નાખ્યું મંદિર હજુ ખુલ્યા નથી અને મધુશાલા ચાલુ થઇ ગઈ છે. ભગવાન કરતા મદિરાપાન વધુ જરૂરી છે. જો કે આ લોકડાઉન નાં સમયમાં આમેય લોકોનાં મગજ બ્લોક થઇ ગયા છે એ જે રોજ પીતા હતા પીતા બંધ થઇ ગયા જે બ્હાર પીતા હતા એ ઘરમાં પીતા થઇ ગયા અથવા જે ડ્રમ ભરીને પીતા હતા એ પંચામૃત જેવડું પીતા થઇ ગયા. ટૂંકમાં પીનારા પોતાની હદ વટાવીને રસ્તે ઉતરી આવે એ પહેલા સરકારે બાર શરુ કરાવ્યા..ઘણાએ મને કહ્યું કે આ બાર ખુલ્યા એ સારું થયું..હવે લોકો આત્મહત્યા ઓછી કરશે. મંદી ,માસ્ક અને વગર કામકાજનાં લોકો એવા અકળાયા છે કે શું કરવું એની જ સૂઝ નથી અગાશીએથી કુદે અને બચી જાય તો હાડકા ભાંગે, દરિયામાં કુદતા બીક લાગે,ટ્રેન નીચે કુદવાનો વિચાર આવે તોય ટ્રેન બંધ. સાલું મરવા ક્યાં જવું ? એની કરતા પીવા જવું સારું. ઇનસ્ટોલમેન્ટ પર મરવાનું.. 

જો કે ઉપરવાળાએ જેના નસીબમાં લડવાનું લખ્યું છે એને મરવા નહિ જ દે. સરકાર પણ મરવા નહિ દે, એટલે જ સરકારે પણ સતત માસ્ક પહેરવાનું કહ્યું છે, તમારી બા કરતાય વધુ સંભાળ રાખશે, સામાન્ય ઉધરસ કે તાવ આવ્યા કે સીધા "પોઝીટીવ" ચલા કોરોન્ટાઇન રૂમ મધે...હવે તો માસ્ક પહેરી પહેરી લોકોના મોઢે માસ્કની છાપ પડી ગઈ છે જે ઉતારતા વાંદરા જેવું મોઢું દેખાય છે.પણ આ સમય પણ વીતી જશે ઈશ્વરમાં શ્રદ્ધા અને પ્રાર્થના નો પ્રતાપ છે કે આપણે અટકી ભલે ગયા પણ ટકી ગયા છીએ. અને ટકી ગયેલા ફરી અટકતા અટકતા ચાલતા થઈને દોડતા થઇ જ જવાના. આવા સમયે ઘણાએ અજાણતા અનેક ને સાચવ્યા છે અને સાચવે પણ છે. દરેક ની પ્રાર્થના માં પોતાના માટેની માગણી કરતાં બીજા માટેની લાગણી દેખાય છે. 


એક માગણી માં લાગણી નો કિસ્સો મમળાવવા જેવો છે. મંદિરની બ્હાર એક છોકરો હાર વહેચતો હતો.. 

" ઓ સાહેબ લઇ લ્યોને, માત્ર દસ રૂપિયાનો જ હાર છે. ઓ સાહેબ....... ઓ સાહેબ ....."
આ શબ્દો સાંભળી પાછળ જોયું તો એક નાનકડો છોકરો પોતાના હાથમાં રહેલા ફૂલોના હાર બતાવીને આવતા જતા લોકોને તે લેવા વિનવી રહ્યો હતો.
આ દ્રશ્ય જોઈ જરા થોભ્યો કે એટલીવારમાં તે છોકરો પાસે આવી બોલ્યો " સાહેબ લઇ લ્યોને માત્ર દસ રૂપિયા નો જ હાર આપું છું"
મેં કહ્યું" અરે ભલા હું તો દર્શન કરીને બહાર આવ્યો છું , હવે આ લઇ હું શું કરું?" આ શબ્દો સાંભળતા જ પેલા છોકરાનો ચહેરો જરા ફિક્કો પડેલો જણાયો.
તેના ચહેરાને જોઈ હું બોલ્યો " ચાલ હવે મારે આ હારની તો જરૂર નથી પણ એક કામ કર તું આ દસ રૂપિયા રાખ."
મેં ધીમેથી દસ રૂ.ની નોટ તેના ખિસ્સામાં મૂકી ચાલતી પકડી.થોડીવારમાં પાછળથી ફરી એજ અવાજ સંભળાયો "ઓ સાહેબ, એક મિનિટ ઉભા તો રહો"
આ સાંભળી મેં પૂછ્યું "કેમ ભાઈ હવે શું થયું?"
"અરે સાહેબ તમે હાર તો લીધો જ નહીં અને હારના પૈસા આપી દીધા"
મેં હસતા હસતા જવાબ વાળ્યો કે "એતો મેં તને એમજ ખુશી ખુશી આપ્યા છે. રાખ તારી પાસે, મારે હાર નથી જોઈતો."
છતાં પણ એ બોલ્યો "ના, ના સાહેબ આ હાર તો લેતા જ જાઓ. તમે તે હારના પૈસા ચૂકવ્યા છે."
"અરે ભાઈસાબ મેં કહ્યુંને કે એ હારનું મારે શું કરવું? હું તો હવે ઘરે જ જાઉં છું."
"તો એક કામ કરો સાહેબ આ હાર તમે ઘરે લેતા જાઓ." સ્મિત સાથે તેના તરફ જોઈ બોલ્યો કે "દીકરા આનું ઘરે હું શું કરું?"
"ના, ના, તમારે હાર તો લેવો જ પડે કેમકે તમે તેના પૈસા ચૂકવ્યા છે." બાળકની જીદ સામે શું બોલવું કઈ સમજ ન પડી અને આટલું જ કહ્યું કે
"એ પૈસા તો મેં તને એમજ આપ્યા છે, પ્રેમથી રાખી લે."
છતાંય જાણે કે એને મારા જવાબથી કંઈ ફેર ન પડતો હોય તેમ ફરીવાર એકનું એક વાક્ય બોલ્યો "હાર તો તમારો જ કેવાય ને તમારે જ લઇ જવાનો."
અંતે કંઈ ન સુજ્યું તો મેં કહ્યું " એક કામ કર, તું મંદિરમાં જા અને આજે તું  આ હાર ભગવાનને ચઢાવી આવજે"
જાણે કે તેને આ રુચ્યું અને તે બોલ્યો "હા સાહેબ એ બરોબર. ચાલો એમજ કરું છું."
મને પણ થયું કે ગજબ છોકરો છે. અને તેની વાતોએ જાણે કે મને પણ વિચારતો કરી મુક્યો. આ વિચારમાંને વિચારમાં હજુ તો હું થોડું આગળ ચાલ્યો હોઇશ ત્યાં ફરી એજ અવાજ કાને અથડાયો "ઓ સાહેબ"
ફરીથી એજ બાળક મારી સામે આવી ઉભો રહ્યો ને આ જોઈ હવે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો ને મારાથી સહજ ઊંચા અવાજે બોલાય ગયું  "હવે શું છે? હવે તો જા."
આટલું બોલતા બોલાઈ તો ગયું પરંતુ સામેના બાળકે જે કહ્યુંએ સાંભળી હું છકક થઇ ગયો અને જાણે કે મને મારા જ બોલાયેલા શબ્દો પ્રત્યે ઘૃણા થવા લાગી. મારા બોલાયેલા શબ્દોની સામે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર એ માત્ર એટલું બોલ્યો
"સાહેબ તમારું નામ તો જણાવો. હું ભગવાન પાસે આ હાર ચઢાવી, તમારું નામ લઇ ભગવાન પાસે તમારી સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના તો કરી શકું. તમારું નામ ન જાણતો હોઉં તો કોના માટે પ્રાર્થના કરું?"
આ સાંભળી મારી આંખમાંથી સહજ અશ્રુબિંદુ ખરી પડ્યું અને મારુ ખુદનું અસ્તિત્વ જાણે કે ભૂલી ગયો હોઉં તેમ તે બાળકને ભેટી પડ્યો.
થોડીવારે સ્વસ્થતા પ્રાપ્ત થતા વિચાર આવ્યો કે આ બાળકની પ્રાર્થના સાચે જ ઈશ્વર સાંભળશે જ અને જવાબ આપ્યો કે "દીકરા આપણા નામ તો આ જગતના લોકોએ પાડ્યા છે, ઉપરવાળો તો દરેક ને એક માનવ સ્વરૂપે જ જુએ છે. તો જા દીકરા અને સમગ્ર માનવ જગત માટે પ્રાર્થના કરજે."

આવા અગણિત લોકો છે જેના માટે ઈશ્વર પાસે એમના નામની પ્રાર્થના અનાયાસે પહોચી જાય છે છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા..બે લાઈનો.

પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે.

 સમજે તે સમજદાર 


Friends,

There are many types of demands and feelings. I heard a very old story. I remembered that a beggar who was sitting outside the temple was given a penny even after sitting in the sun all day. [The temple was open.] In the evening the beer passed by the bar and tried to beg that a person coming out of the bar gave him good money..then the beggar saw Upar and spoke..wow Ray uparwale tu rehta kaha hai aur pata khanka dete hai It may or may not have happened..don't give alms in the temple to the needy and the friends sitting in the bar solve the problem.

However, the government has proved who is the favorite in both the temple and the bar. The temple is not open yet and the bar is open. Alcohol is more necessary than God. However, in the time of this lockdown, the brains of our people have become blocked. Those who drank every day stopped drinking. In short, the government started bars before the drinkers crossed their limits and got out of the way. Many told me that it was good to open these bars. Now people will reduce their suicides. Depression, masks and people without work are so frustrated that they have no idea what to do. Where to go to die this year? Better a poor horse than no horse at all.

However, the one above is not destined to die. The government will not let him die either, that is why the government has also asked him to wear a mask constantly, if there is a common cough or fever or go straight to the "positive" quarantine room ... now people wearing masks have the impression of a mask But even this time will pass. The glory of faith and prayer in God is that even if we stop, we have survived. And the survivors are going to stop and run again. At such times many have inadvertently saved and even saved many. Everyone's prayers show feelings for others rather than for themselves.

It is like finding a case of feeling in a demand. A boy was distributing garlands outside the temple.

"O Saheb Lai Lyon, there is only a loss of ten rupees. O Saheb ....... O Saheb ....."
Hearing these words, I saw a little boy showing a garland of flowers in his hand and begging the passers-by to take it.
After watching this scene, he paused for a moment and then he said to the boy, "I will give you only ten rupees for a necklace."
I said, "Hey, I've come out with a vision, now what do I do with this?" Hearing these words, the boy's face became a little pale.
Seeing his face, I said, "Come on, I don't need this necklace now, but do one thing, you keep this ten rupees."
I slowly put the ten rupee note in his pocket and walked away.

Hearing this I asked "Why brother what happened now?"
"Hey sir you didn't take the defeat and gave the money for the defeat"
I smiled and replied, "I have given you so much happiness. Ashes with you, I do not want defeat."
However, he said, "No, no sir, just take this necklace. You have paid for that necklace."
"Hey brother, I told you what to do with that necklace? I'm going home now."
"So do one thing, sir. Take this necklace home." He looked at her with a smile and said, "Son, what should I do at this house?"
"No, no, you have to give up because you paid for it." I didn't understand what to say against the child's stubbornness and said only that
"That's the money I gave you, keep it with love."
However, as if he didn't care about my answer, he said one sentence after another, "If the defeat is yours, then it is up to you."
In the end, if nothing happened, I said, "Do something, you go to the temple and today you will offer this garland to God."
It was as if he liked it and said, "Yes, sir, that's right. Let's do it."
I also happened to be a wonderful boy. And his words made me think. I must have gone a little further in the thought of this thought, then the same voice hit my ear again "O sir"
Again the same child was standing in front of me and seeing this I was no longer surprised and said in a naturally loud voice from me "Now what? Now go."
It was all said and done but I was shocked to hear what the child in front of me said and it was as if I started hating my own words. He just spoke without responding to my words
"Sir, tell me your name. I can offer this necklace to God, take your name and pray to God to increase your happiness and prosperity. If I don't know your name, who should I pray for?"
Hearing this, tears welled up in my eyes and I hugged the child as if I had forgotten my own existence.
After recovering for a while, the thought came that God would hear the prayers of this child and he replied, "Son, our names are given by the people of this world, the one above sees everyone as a human being. So pray for the son and the whole human world." Debt. "

There are countless people for whom the prayer of their name reaches God unintentionally before finally pausing the blog..two lines.

Introduction is to kill the gods in the temple, and to recognize the gods in the mosques;
Not my personality from anyone, your majesty recognizes all.


Understandably sensible
google translate 
©


Comments

  1. વાહ બહુજ લાગણી સભર વાત. હ્રદયસ્પર્શી ગઈ..ઇસ્વર પાસે ફરી સૌ માનવ જગત માટે આ વસમી શદી ને વિદાય માટે અંતકરણ ની પ્રાર્થના

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...