Skip to main content

women power [ નારી શક્તિ ]

 મિત્રો, 

નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે.


નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ. 

ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે , સંસ્કૃતમાં એક શ્લોક છે " યસ્ય પુજ્યંતે નાર્યસ્તુ તત્ર રમન્તે દેવતા" એટલે કે  જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓનો વાસ હોય" પણ હાલમાં જે દશા દેખાય છે એમાં દરેક જગ્યાએ નારીનું માન સન્માન ઘવાતું જાય છે. અને દેવતાઓ ગાયબ છે. અમુક દિવસનો ઉહાપોહ , શાંતિ યાત્રા , મીણબત્તી પ્રગટાવો અને બધું શાંત, સમજે તે સમજદાર,  બદલાતા સમય પ્રમાણે સંતાનો [ દીકરો કે દીકરી ] પણ બદલાતા જાય છે એમણે સમજણા થતાની સાથે જ પોતાના ગોલ  નક્કી કરી નાખ્યા હોય છે અને "ઘર" નામની હોસ્ટેલમાં ત્રેવીસ , ચોવીસ કાઢી વિદેશ ભણવાના પ્લાન કરી ત્યાં જઈ, ત્યાં જ સ્થાયી થઇ જવાના સપના લઈને જીવતા હોય છે. અને માં બાપ એમના સપના પુરા કરવા જાત ગીરવે મુકીને જીવતા હોય છે. જેમાં હવે પપ્પા ની સાથે મમ્મી [ નારી ] પણ જોડાતી હોય છે.  

આપણે ત્યાં દેવીઓનું નામ પ્રથમ લેવામાં આવે છે, જેમ કે, રાધા-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ, તે ઉપરાંત દીકરીનો જન્મ થાય તો કેહવાય કે લક્ષ્મી આવી, ઘરમાં વહુ આવે ત્યારે પણ કેહવામાં આવે છે કે લક્ષ્મી આવી. સમાજમાં સ્ત્રીને એક શક્તિ તરીકે માનવામાં આવે છે એટલું જ નથી ‘દુર્ગા મા’, ‘અંબા મા’, ‘લક્ષ્મી મા’ તરીકે પૂજવામાં આવે છે પણ પોતાના જ ઘરે પત્ની/મા સાથે ઓછુ બને છે..સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે સમાજ નો અમુક વર્ગ પરેશાન થઇ જાય છે, પણ શા માટે સ્ત્રીને નબળી માનવામાં આવે છે? સ્ત્રીની શક્તિ છે જ કે તે કોઈ પણ કામ કરી શકે છે. એટલે જ તો જ્યારે જ્યારે દેવતાઓ મુસીબતમાં મુકાયા છે ત્યારે એમણે માતાજીની જ આરાધના કરી છે.

 કોઈએ ક્યારેય વિચાર્યું છે કે શું પુરુષ સ્ત્રી સમવડો બની શકશે? સ્ત્રી નોકરી/વ્યવસાય કરી હોય તો ઘરની જવાબદારી પણ સાથે નીભાવે છે પણ શું કોઈ પુરુષ આ બંને કામ કરી શકે છે? [ કરતા હશે તોય સ્ત્રી જેટલું સમર્પણ નહિ જ હોય ] ઘરની રસોઈ બનાવવી , બાળકો સાચવવા, માતા-પિતાની સેવા કરવી વગેરે, અરે માતા વિના બાળકને ઉછેર જ્યારે કોઈ પુરુષ કરે છે ત્યારે દીકરાને કે લોકોને એમાં જ કહે છે કે મેં મારા સંતાન ને માં - અને બાપ બંને નો પ્રેમ આપ્યો છે. પુરુષમાં સ્ત્રી નું અંશ રહેવાનું જ કેમકે એનો જન્મ જ સ્ત્રી નાં ખોળે થયો છે , એટલે સ્ત્રી ને માન સન્માન આપવું એ આપણો ધર્મ છે. આધુનિક વિજ્ઞાન યુગ ગમે તેટલો આગળ વધે પણ એ માં નું સર્જન તો નહિ જ કરી શકે એટલે 

જગતનું નિર્માણ કરનારી જગદંબા સમી સ્ત્રી, નારી ને શત શત વંદન. 


છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા નારીને સમર્પિત એક કવિતા.

હું નારી છું,આકાશે રમતાં વાદળની,રૂપેરી તેજ કિનારી છું…….હું નારી…..
માં બાપના આંગણ માં પૂજાતી,તુલસી કેરી ક્યારી છું……હું નારી…
હું પત્ની છું,હું માતા છું,હું બહેન છું,હું બેટી છું,
કૈક રહસ્યો છુપાય એવી તાળાં વાળી પેટી છું.
જો ઝાંકવું હોય મનની  ભીતર,તો ત્વરિત ખુલતી બારી છું……હું નારી…..
હું ચંચલ છું કો હરણી શીખળખળ વહેતી કો ઝરણી શી,
ગમે તેટલા પત્થર ફેંકો,ચૂપચાપ સહુ હું ધરણી શી.
સુર મેળવો તો મીઠા સૂરે,ઝંકૃત થતી સિતારી છું……હું નારી…..
કોમળ છું મૃણાલ દંડ સમી,મેઘધનુ ના સાતે રંગ સમી,
રીઝું તો વરસું ઝરમર ને ખીજું તો બારે ય ખંગ સમી.
જો છંછેડે કોઈ મુજને તો,સો મરદોને ભારી છું…..હું નારી…..
સમર્પણ છે મુજ રગરગ માં,વિશ્વાસ છલોછલ હર ડગ માં,
સદાય જલતો રહે તે કાજે,પ્રેમ પૂરું હું દીપ શગમાં
મળવા સાગરને તલતલ તલસે એ,નિર્મળ ગંગા વારિ છું……હું નારી…..
સમજે તે સમજદાર 
Friends,

Nari Sarvat Pujayante, Nari Tu Narayani, Behind every successful man is the hand of a woman, However, it is also said that the whole woman, Nari means Shakti Nari means venerable Goddess, Navratri is the reason why people respect women by likening them to the incarnations of Amba Durga and Goddess. Also worships small babies. However, women have always been and will always be worshiped and no one can compare to them.

These nine incarnations of women will be seen at home in Navratri only "Ashtabhuja" busy in the morning work, "Saraswati" when teaching boys, "Mahalakshmi" saving money from household expenses, "Annapurna" cooking for the family, "Parvati" standing firm in family troubles. , "Durga" if the husband speaks anyway and "Kali" if the things brought by the husband turn out bad, "Mahishasur Mardini" if the husband says something about Peeria by mistake, "Ranchandi" if the husband praises another woman. However, apart from this, a woman full of feelings, love and compassion is admirable.

Women have been given much importance in Indian culture, there is a verse in Sanskrit "Yesya pujyante naryastu tatra ramante devata" meaning where gods reside where women are worshiped "but in the present state of affairs women are being respected everywhere.And the gods are gone. Uhapoh of some day, peace journey, light a candle and calm everything down. As the children [son or daughter] also change, they have decided their goals as soon as evening falls and plan to study abroad in a hostel called "Ghar" for twenty-three, twenty-four years and live there with the dream of settling there. And in order to fulfill their dreams, mother and father are living by mortgaging themselves, in which now mother is also joining father.

We take the names of goddesses first there, such as, Radha-Krishna, Lakshmi-Narayan, besides, if a daughter is born, it is said that Lakshmi came, even when a bride comes to the house, it is said that Lakshmi came. In the society, woman is considered as a power not only 'Durga Maa', 'Amba Maa', 'Lakshmi Maa' is worshiped but also less in his own home with his wife / mother. Some sections of the society get upset when there is, but why is a woman considered weak? The power of a woman is that she can do anything. That is why whenever the gods are in trouble, they worship Mataji.


 Has anyone ever wondered if a man and a woman can be homosexuals? If a woman has a job / business, she also fulfills the responsibilities of home but can a man do both? Cooking at home, taking care of children, serving parents, etc., raising a child without a mother, when a man does it, he tells his son or people that I am my child - And the Father has given love to both. To be a part of a woman in a man, because he was born in the womb of a woman, respecting women is our religion. No matter how far the age of modern science goes, it cannot create it.is a tribute to the worldly woman, the woman who created the world. 

A poem dedicated to women before finally pausing the blog.

I am a woman, I am the edge of a cloud playing in the sky, a silver lining …… .I am a woman… ..
I worship in my father's yard, when am I carrying Tulsi કે I am a woman
I'm a wife, I'm a mother, I'm a sister, I'm a daughter,
I am a box with hidden secrets.
If you want to peek inside the mind, then I am a window that opens instantly …… I am a woman… ..
I am fickle, like a deer, like a rushing stream,
Throw as many stones as you like, all of you silently.
If you get a melody, I am a sweet melody, a fluttering star …… I am a woman ..
I am gentle Mrinal Dand Sami, Rang Sami with Meghdhanu,
If you are annoyed by the drizzle of rain, then it is about twelve o'clock.
If there is a mujhe in a mess, I am heavier than a hundred men… ..I am a woman… ..
Surrender is in Muj Rugarag, in faith bursting in every step,
May it be burning forever, I am full of love in Deep Shag
To meet the sea, I am the Nirmal Ganga Vari …… I am a woman… ..
Understandably sensible

google translate.

©
 

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...