મિત્રો,
"બિગબોસ" ચાહતે હૈ કી આપ અપને ઘરમે હી રહે ક્યોંકી બાહર નિકલને સે આપકી જાન કો ખતરા હો સકતા હૈ, પણ લોકો નહિ માને, બ્હાર નહી નીકળે તો ઓફિસમાં બોસ અને ઘરની બિગબોસ બંને વેલકમ નહિ કરે.
ટીવી માં બિગબોસ સીઝન - ૧૪ શરુ થઇ અને મુંબઈમાં લોકડાઉન સીઝન - ૫ ચાલુ થઇ. લોકોને ઘરમાં રહેવાની ટાસ્ક મળી હતી છતાંય ઉધારી ચૂકવવા, બેન્કના હફ્તા ભરવા, અને ઘરના ખર્ચા પુરા કરવા બ્હાર નીકળી પડ્યા.કરેય શું..કોરોના ની વેક્સીન કરતા સરકારને આઈ.પી.એલ ની મેચોમાં વધુ રસ હોય એવું લાગે છે. વેક્સીન તો હજુ છ મહિના નહિ આવે એવું ક્યાંક વાંચ્યું હતું. અને જ્યાં સુધી વેક્સીન નહિ આવે ત્યાં સુધી લોકો પર થયા કરશે અખતરા. ૫૦૦ નાં ઇન્જેક્શન પાંચ પંદર હજારમાં વેચાતા રહશે અને મરવાનાં વાંકે લોકો જીવતા રહેશે.
બિગબોસ સીઝન ૧૪ માટે લોકોએ વાંધો ઉઠાવ્યો છે કે કુવારી કન્યાઓ સાથે કુવારા છોકરાઓને સુવાની ટાસ્ક એ આપણી સંસ્કૃતિ વિરુદ્ધ ની છે એનાથી આજની યુવા પેઢી પર ખરાબ અસર પડે. અરે ભાઈ ટીવી નું રિમોટ છે ને..બદલી નાખો ચેનલ અથવા તો જોવાનું બંધ કરી દો..તમારા મન પર કંટ્રોલ તમારે જ રાખવાનો છે બિગબોસ તો હજુય ઉઘાડું અને સભ્યતા સંસ્કાર નાં ધજાગરા ઉડે એવું બતાડશે.અંધારી ગલી માં ઉભેલી ગાડીમાં બેઠેલા યુવાન છોકરો અને છોકરી ગાડીમાં અંતાક્ષરી ન જ રમતા હોય એ બધાને ખબર છે. વેબ સીરીઝમાં તો ખુલ્લું, ન જોવાય ન સહેવાય એવું આવે છે છતાંય એનું માર્કેટ છે ને. એટલે જ તો બને છે. સરકાર ને શું નથી ખબર ?
કોઈ ફાઈવસ્ટાર હોટેલમાં વેજ નોનવેજ બન્ને પીરસાતા હોય. તમારે શું ખાવું છે એ નક્કી તમારે કરવાનું છે. ન્યુઝ અને ટીવી સીરીયલ વાળા એમની ટી.આર.પી વધારવા કોઈ પણ હદ સુધી નીચે પડી શકે છે. એ તમને ખબર છે અને હું પણ જાણું છું. ભાઈ અહિયાં તો દેખાય એનું દુખ અને નાં દેખાય એ ચાલવા દો..બિન્દાસ. લોકો જાણતા હોય છે કે બ્હાર ક્યાં શું થઇ રહ્યું છે પણ આંખ આડા કાન કરીને ચાલતા રહેવાનું, બોલવાની હિમ્મત હોય તોય બોલીને સમય બગાડવું મુંબઈકરને પોસાતું નથી.બીજાની માથાકૂટમાં પડવાનો અહિયાં કોઈને સમય નથી..અમુક સંસ્થાઓએ આ કાર્ય ઉપાડ્યું છે..જાગૃત નાગરિક થવાય, પણ અત્યારે નાગરિકને પરિવારની પીડા છે. આપણે આપણા ઘરના બીગબોસને ખુશ રાખવાના છે બસ.
જો કે બોસ, આમ જુઓ તો આપણે બધા પણ ન દેખાતા બિગબોસની અજાણી ટાસ્ક નાં એક ભાગ બની ગયા છીએ. યંત્ર ની જેમ મંડી પડ્યા છીએ. દરેકની સામે એક નહિ અનેક ટાસ્ક છે..જેનો સામનો રોજેરોજ કરવાનો અને આપણી જાણ બહારની "બિગબોસ" રમતા રહેવાનું. જીતની ખબર નથી અને હાર થાય એ પરવડે એમ નથી. ગણપતિ ઘરે ઘરે આવીને ગયા, નવરાત્રીમાં ખેલૈયા સરકારી નિયમ સાથે તાલ મિલાવશે, પરંપરાગત ગરબા સોસાયટીમાં જ થશે. ૨૦૨૦ની દિવાળી બધાના દિ - વાળી ને જવાની છે. અને નવા વરસનો દિવસ લોકો પોતાના ભગવાન ને આજીજી કરવામાં કાઢશે કે આવતું વરસ સુખરૂપ જાય અને દુનિયા ફરી હતી એવી જ કોરોના મુક્ત થઇ જાય.
સૌથી મોટો "બિગબોસ" ઉપરવાળો ક્યારે શું ચમત્કાર કરે એ કોઈ નથી જાણતું અને જેને એમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે..એ લોકો જાણે છે કે બિગબોસ આપણો વાળ પણ વાંકો નહિ થવા દે.બાકી તો એની શક્તિ એવી છે કે એક સપાટામાં બધું જ સાફ કરી શકે છે. પણ અત્યારે માત્ર એને જે ગમે છે એમને જ બોલાવે છે.
ટૂંકમાં જેની ઈચ્છાથી પાંદડું પણ નથી હલતું એની ઈચ્છા પ્રમાણે જીવવાની આદત પાડી દેવી. કર્મ નાં સિદ્ધાંતને માની ઈમાનદારીથી જે કરતા હો એ કરતા રહો અને મોજમાં રહો..મસ્ત રહો..જીવો અને જીવવા દો..જીવાડો..જય હો..
છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા એક ખલીલ સાહેબની આ રચના આજના સમયને અનુરૂપ છે.
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.
વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.
તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.
છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.
કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.
Waah main achchhe lekh ke saath gujrati seekh rahaa hoon... Waah love you sir
ReplyDelete