Skip to main content

Persistence to win. [ જીતવાની જીદ ]

 મિત્રો,

હિમ્મત રાખજે, આ સમય પણ નીકળી જશે, હિમ્મતે મર્દા તો મદદે ખુદા, હિમ્મત કરીશ તો બધું કામ થઈ જશે, એક વાર હિમ્મત કરી તો જો..હિમ્મત ક્યાય ભાડે નથી મળતી અને કોશિશના કારખાના નથી હોતા. 

આવા બધા વાક્યો ઘણીવાર આપણે સાંભળ્યા છે અને આ લોકડાઉન ના સમયમાં તો ઘણા બધા આપણને હિમ્મત આપતા હોય છે. હિંમત એમ નથી આવતી. સમય પ્રમાણે હિમ્મત આવતી હોય છે ક્યારેક માણસ હિમ્મત કરે તો પણ ઉંધા માથે પડતો હોય છે. અને ક્યારેક હિમ્મત માણસને હર્ષદ મહેતા બનાવી દે છે, પણ હર્ષદ ની હિમ્મતથી ઘણા લોકોની હિમ્મત તૂટી ગઈ હતી અને કેટલા લોકો કંગાળ થઈ ગયા હતા. ક્યારેક ક્યારેક એકની હિમ્મત બીજાની હિમ્મત તોડી નાખે છે..અથવા એકની હિમ્મતે બીજા ઘણાં તરી જય છે. જોકે અહીંયાનો ( દરેક ફિલ્ડનો ) નિયમ જ છે કે આંગળી પકડીને પહોંચો પકડો, પહોંચો પકડી ખભે પગ મુકી માથે ચઢીને મોટા થઈ જાઓ, એક વાર હિમ્મત કરી જ નાખો, જો કે દરેક આ ગુણ [ અવગુણ ] ન હોય.  

અમુક ચતુર ફિલ્ડમાં એટલે જ આવતા હોય છે કે "કુછ દિન ઉસકે સાથ કામ કરેંગે ફિર અપના બીઝનેસ ખોલેંગે," મોટા વ્યક્તિને ગુરુ બનાવી અથવા એમની પાસે શીખી એમના જ બુટમાં પગ નાખી એમના ખભે કે માથે પગ મૂકીને આગળ વધો, આવી રીતે મોટા થવાની હિમ્મત આજના શિષ્યો કરી નાખે છે. ( કોર્પોરેટમાં તો જે બીજાને કાપે તે જ ચઢે છાપે ) હિમ્મતની સાથે ડર જોડાયેલો જ છે પણ જે ડર ઉપર વિજય મેળવી લે અને હિમ્મતથી આગળ વધે એને સફળતા અચૂક મળે છે, 

હિમ્મત કે જેને ડેરીંગ અને કોશિશ પણ કહેવાય એનાથી દરેકને વિજય મળે એવું જરૂરી પણ નથી, કેમકે ક્યારેક હિમ્મત સાથે નસીબ પણ કામ કરતા હોય છે, નસીબમાં જ સફળતા લખાઈ જ ન હોય તો તમે ગમે તેટલી હિમ્મત કરો તમારી સામે અસફળતા જ આવીને ઉભી રહેતી હોય છે એક વાક્ય એવું પણ કહેવાય છે કે સતત હિમ્મત કરતા રહેતો માણસ પોતાના નસીબને ભાગ્યને બદલી શકે છે. ટૂંકમાં સારા કામે લગાડેલ હિમ્મત મોડે મોડે પણ સફળતા જરૂર અપાવે છે. અને હિમ્મતથી કરેલા ખોટા કામ પણ કર્મ નું  ફળ જરૂર આપે છે. ભરપૂર હિમ્મત કરીને મોટું નામ કમાયેલો ગુંડો, ડોન કે બિઝનેસમેન ક્યારેય કોઇનો આદર્શ ન હોઈ શકે. અને હોય તો એની પ્રગતિ થાય પણ વિનાશ પણ નિશ્ચિત હોય છે એવું હું નહિ કાનુડો કહે છે.

છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા નાનકડી વાત.

સમય અને સંજોગોથી નાસીપાસ માણસે હિમ્મત કરી ચોરી નું કામ શરુ કર્યું થોડો સમય એ ખુબ સુખી સંપન્ન રહ્યો, નામ ક્માવ્યું પણ અંતે એ પકડાયો અને જેલના સળિયા પાછળ ગયો. 

સમય અને સંજોગોથી નાસીપાસ માણસે હિમ્મત કરી કોઈ જાતની શરમ વગર  ઈમાનદારીથી ચા ની લારી શરુ કરી અને જોતજોતામાં એની ચા ફેમસ થઇ અને એ મોટો માણસ થઇ ગયો. 

ફેમસ થવાના બે રસ્તા છે એક સારો અને એક ખરાબ, શોર્ટકટ અને લોંગ વે..નક્કી તમે કરો..જો કે આમાં સંસ્કાર પણ કામ કરે છે. 

સમજે તે સમજદાર. 

Friends,

Have courage, this time will also pass, if you die with courage, God help you, if I dare, everything will be done, if I dare once, if I dare ... courage is not hired anywhere and there are no factories of effort.

We have heard all such sentences many times and in this time of lockdown, many are giving us courage. Courage does not come. Courage comes with time. Sometimes a man falls head over heels even if he dares. And sometimes courage makes a man Harshad Mehta, but Harshad's courage broke the courage of many and how many people became miserable. Sometimes the courage of one breaks the courage of the other..or the courage of one makes many others swim. However, the rule here (of every field) is to hold the finger and hold the reach, hold the reach, put the feet on the shoulders, climb on the head and grow up, just dare once, although not every one of these qualities [vices].

Some come to the clever field saying, "Some day we will work with him and then we will open our business," he said. The disciples do. (In corporate, the one who cuts the other is the one who climbs.) Fear is associated with courage, but the one who overcomes fear and goes beyond courage, success is inevitable.

Courage, which is also called daring and effort, does not necessarily lead to victory for everyone, because sometimes luck works with courage, if success is not written in destiny, then no matter how much you dare, failure will come in front of you. It is also said that a man who is constantly daring can change his destiny. Courage in good deeds, in short, requires success even in the long run. And even the wrong deeds done with courage need the fruit of karma. A gangster, a don or a businessman who has made a name for himself with great courage can never be anyone's role model. And if it does, it will progress, but destruction is also certain, says I, not Kanudo.

A small thing before finally pausing the blog.

With time and circumstance, the helpless man dared to start stealing. For a while, he was very happy and prosperous, but he was caught and eventually went behind bars.

With time and circumstance, the helpless man dared to start making tea without any shame and honestly, his tea became famous and he became a big man.

There are two ways to become famous, one is good and one is bad, shortcut and long way.


Understandably sensible.

google translate

©

 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા