મિત્રો,
કહો પુનમના ચાંદ ને આજે ઉગે આથમણી ઓર, તારા ચહેરામાં મને ચંદ્ર દેખાય છે, શીતળ ચંદ્ર જેવો તારો ચહેરો..આવા બધા વિશેષણો પ્રેમી પોતાની પ્રેમિકાને આપતા જ હોય છે. જો કે મોઢે ખીલ થયા હોય તો એ ચંદ્ર પરના ખાડા લાગે અને ચહેરા પર એકાદ મસો હોય તો એ ચંદ્ર પર નો ડાઘ, ટૂંકમાં ચંદ્ર તો હોય જ . પૂનમ નાં ચંદ્ર ને જોતા ઘણાએ આવા મેસેજ એમની ચાંદની ને કર્યા હશે. જે એકબીજાને પ્રેમ કરતા હશે.💓
વાતની શરૂઆત જ પ્રેમથી કરવી છે કેમકે આજે વાત પ્રેમની કરવી છે. અગણિત વાર લખાયેલી આ વાત બધાને ઓછા વત્તા અંશે ગમે છે. દિવસમાં એકાદવાર તો આપણા કાને પ્રેમ નામનો શબ્દ કોઈને કોઈ રીતે તો અથડાય જ છે. ક્યારેક કોઈ ગીત સાભળતા,ક્યારેક વાંચતા અથવા તો ટીવી જોતા અલગ અલગ પ્રકારના પ્રેમ ની વ્યાખ્યાઓ છે. પણ છેલ્લે તો પ્રેમ એટલે આઈ લવ યુ..ડુ યુ લવ મી..? વેલેન્ટાઈન ડે વાળો પ્રેમ. તું મને ગમે છે તારા વગર ગમતું નથી તું જ ચારેબાજુ છે એવો પ્રેમ..પાગલ પ્રેમ ગાંડો પ્રેમ..પણ ટૂંકમાં પ્રેમ.
એકબીજાના પ્રેમની વ્યાખ્યા આમ તો ઘણી રીતે વર્ણવી શકાય કે જે એકબીજા વગર રહી ન શકે, અથવા તો જે એકબીજાને જોયા વિના કે મળ્યા વિના ન રહી શકે અથવા તો જેમને એકબીજા વગર ન ચાલે એવા ઘણા દાખલા આપી શકાય..પ્રેમ વિષે ની એક સરસ વાત મને મળી એ આપણી સાતે શેયર કરું છું. આમાં બે પ્રેમી તો છે પણ...એનીવે..તમે વાંચો ને યા...ર....
એક યુવકે
તેની પ્રેમિકા સાથે ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા. ઘણા બધા સગાં તથા મિત્રો તેમના
લગ્ન માણવા આવ્યા હતા. વર અને કન્યા તેમના લગ્ન પોશાકમાં ખૂબ જ સુંદર લા
ગતાં હતા. દરેક જણ તેમણે જોઈને કહી શકતું હતું કે તેમનો
પ્રેમ સાચો છે.
થોડાક
મહિનાઓ બાદ, પત્ની એના પતિ સમક્ષ એક પ્રસ્તાવ લઈને આવી –
“મેં થોડાક
સમય પહેલા એક મેગેઝિનમાં વાચ્યું કે આપણે લગ્નજીવન કેવી રીતે મજબૂત કરી શકીએ.”
પત્નીએ કહ્યું, “ આપણે બંને
એક બીજા પ્રત્યેની અણગમતી ટેવોની યાદી બનાવીશું, ત્યારબાદ
આપણે સાથે મળીને એ કુટેવોને સુધારવાનો પ્રયાસ કરીશું જેથી આપણું લગ્ન જીવન વધુ
સારી રીતે જીવી શકીએ.”
પતિએ વાત
માની અને બંને જણા ઘરના અલગ અલગ રૂમમાં જઇ યાદી બનાવવા લાગ્યા. તેઓ બાકીનો પૂરો
દિવસ તેના પર વિચાર કરીને કાગળમાં લખવા લાગ્યા.
બીજી
સવારે બંને નાસ્તો કરતી વખતે નક્કી કર્યું કે હવે આપણે બંનની યાદી જોઈએ. પત્નીએ
કહ્યું કે પહેલા તેણીએ બનાવેલી યાદી વાંચશે. ખરેખરમાં તેણીએ બનાવેલ યાદી પૂરા ત્રણ
પાનાઓથી ભરાઈ ગઈ હતી.
જેવું
તેણે યાદી વાંચવાનું શરૂ કર્યું કે તેનું ધ્યાન ગયું કે તેના પતિની આંખમાંથી આંસુ
નીકળતા હતા. એટલે તેણે પૂછ્યું કે “શું થયું”. એમાં એના
પતિએ જવાબ આપ્યો કે “કઈ નથી થયું, તું
વાંચવાનું ચાલુ રાખ “ એટલે પત્નીએ પતિના કહ્યા મુજબ વાંચવાનું આગળ વધારી ત્રણેય
પાનાં વાંચી નાખ્યા અને યાદી ટેબલ પર મૂકી દીધી.
“હવે તમે
તમારી બનાવેલી યાદી વાંચો અને પછી આપણે એના પર ચર્ચા કરીશું. ” પત્નીએ
ખુશ થઈને કહયું.
પતિએ એકદમ
શાંત થઈને કહ્યું, “ મારી યાદીમાં કશું જ નથી. મને લાગે છે કે તું
જેવી છે તેવી જ મારા માટે પરફેક્ટ છે. મને મારા માટે કરીને તારી કોઈ ટેવ બદલાવી
નથી. તું ખૂબ જ પ્રેમાળ અને સુંદર છો તો શા માટે હું તને મારા ખાતર બદલું ?”
પત્ની તેના પતિની પ્રમાણિકતાથી ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ અને
પતિના તેના પ્રત્યેના ખૂબ જ ઊંડા પ્રેમ તથા તેનું સ્વીકારવાની ભાવના જોઈ ખૂબ જ
રડવા લાગી.
યાદ રાખો મિત્રો :
કોઈ જ પરફેક્ટ નથી હોતું પણ આપણે તેમને જે રીતે જોવા માગીએ
છીએ એ રીતેની પરફેક્ટનેસ તેમનામાં શોધવી પડે છે.
મિત્રો, આપણને જેટલું મળ્યું છે તેમાં સંતોષ માની લેવો જોઈએ. આપણે જેટલી આશાઓ વધારે રાખીશું એટલા જ આપણે વધારે દુ:ખી થઈશું. માટે જીવનમાં સુખી થવા ઈચ્છાઓ અલ્પ પ્રમાણમાં રાખવી જોઈએ.અથવા જે છે એમાં જ સુખ શોધવું જોઈએ. બાકી તો પ્રેમ માં ઘણાં લટકી ગયા અને જે ચેતી ગયા એ તરી ગયા.
બાકી તો આવું લખી લખીને ઘણા ઘાયલ થઇ ગયા..
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં….
જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??
ડગલે ને પગલે સાથ આપતા રેહજો..
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…
સમજે તે સમજદાર.
nice article...jay ho !
ReplyDelete