Skip to main content

Debt bond [ ઋણાનુબંધ ]

 મિત્રો, 

કોરોના કાળ હજુ સાવ સમાપ્ત નથી જ થયો અને માણસાઈ નાં કિસ્સા માં વધારો થતો જાય છે. લોકો દિવસે દિવસે ઈશ્વર માં વધુ શ્રદ્ધા ધરાવતા થયાં અને પોતાની આસપાસનાં ગરજુ, ગરીબ કે જરૂરીયાત વાળા લોકોની મદદ કરતાં થયાં છે ત્યારે મને એક સત્ય ઘટના જાણવા મળી અને એ આજે વાર્તા સ્વરૂપે આપની સામે મુકું છું.  

સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી : લ્યો, આ તમારો દીકરો આવી ગયો.’ 

રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે પડઘા પડવા 
લાગ્યાકે દીકરો આવી ગયો… 

માંડ માંડ આંખો ઉંચકવાનો નિરર્થક પ્રયત્ન પણ તે ઊડું ઊડું થતા ખોળિયાએ કરી જોયો. હાથ થોડા ઘણા ફરક્યાં. આવેલા દીકરાએ પણ હાથમાંની બેગ બાજુમાં મૂકીને બેઉ હાથ વડે ખૂબ જ હેતથી રમણિકલાલના હાથ પકડી લીધા.

જ્યોતિ સિસ્ટરે ડોકું ધીમેથી હલાવીને હવે વધુ સમય નથી…’ નો મૌન સંદેશો દીકરા સુધી વગર શબ્દે પહોંચાડ્યો. 

રમણિકલાલના મોં પર આજે દસ દિવસે કંઈક નવો સંતોષ હતો. લગભગ બે કલાક સુધી આમ ને આમ દીકરા અને બાપ વચ્ચે એક પણ શબ્દ વગરની ઘણી બધી ચર્ચા થઈ. બંનેમાંથી કોઈ હાલ્યું નહીં. હવે રાતના અગિયાર થયા હતા. વોર્ડમાં છૂટાછવાયા ઉંહકારા અને ઉધરસ સિવાય શાંતિ હતી.ઘણા સમયથી પિતાનો હાથ પકડીને બેઠેલા દીકરાને જોઈને સિસ્ટરે દીકરાને બહાર બાંકડે જઈને આરામ કરવાની સલાહ આપી. દીકરાએ ફક્ત ડોકું ધુણાવ્યું અને ફરીથી એક હાથે પકડેલા પિતાના હાથને બીજા હાથે પ્રેમથી પંપાળતો રહ્યો.  

લગભગ બે કલાક બાદ અચાનક જ એક નાનકડો પરંતુ કંઈક જુદો જ અવાજ સંભળાયો અને દીકરાના હાથમાં પકડેલ બાપનો હાથ નિર્જીવ બની ગયો. 

દીકરાએ નર્સને બોલાવી. બધાને આ સમય આવવાનો છે તેની જાણ હતી. 

કંપાઉન્ડરો યંત્રવત રીતે રમણિકલાલના અચેત શરીર પરથી ઑક્સિજન માસ્ક અને બીજા યંત્રો દૂર કરવા માંડ્યા. 

જ્યોતિ સિસ્ટરે માનવતા બતાવતા દીકરાના ખભે હાથ મૂકીને કહ્યું :ઈશ્વર જે કરે છે તે ભલા માટે જ કરે છે. ઘણા વખતથી બિચારા એકલા એકલા રિબાતા હતા. ભગવાન એમના આત્માને શાંતિ આપે. આમ તો ઘણા સારા માણસ હતા….’

તે પાછળ ફરીને બોલ્યો : હા, લાગ્યું જ કે કોઈ સારા માણસ હતા. પરંતુ તેઓ કોણ હતા ?

સિસ્ટર આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યાં : અરે ! શું વાત કરો છો ? હોશમાં તો છો ને ? આ તમારા પિતા હતા.

ખૂબ સ્વસ્થતાથી તેણે જવાબ આપ્યો : ના, હું એમનો દીકરો નથી. મારા પિતાજી તો મારી ઘરે છે. હા, કદાચ હું આ કાકાના દીકરા જેવો થોડો દેખાતો હોઈશ. હું તો અહીં હોસ્પિટલના ઑપરેશન થિયેટરનું જનરેટર ઈમરજન્સીમાં ઠીક કરવા માટે રાત્રે આવ્યો હતો. હું કામ પતાવીને રિસેપ્શન પર આવ્યો અને મારું નામ કહ્યું તો આપ મને અહીં લઈ આવ્યા. પહેલાં તો મને લાગ્યું કે આપ મને ચેક અપાવવા માટે ડૉકટર સાહેબ પાસે લઈ જાઓ છો. પરંતુ તમે તો મારી ઓળખાણ આ કાકાના દીકરા તરીકે કરાવી ! ખબર નહીં કેમ, પરંતુ મને થયું કે મને જેટલી ચેકની જરૂર છે તે કરતાં આ કાકાને મારી વધારે જરૂર છે. ઉંમર અને માંદગીના સમન્વયે કદાચ એમણે મને પોતાનો દીકરો માની લીધો. તમે નહીં માનો સિસ્ટર, પણ છેલ્લા ચાર-પાંચ કલાકમાં મેં એમની સાથે કંઈ કેટલીયે વાતો મૌનથી કરી. ચાલો, કંઈ નહીં તો મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મિત બનવાનું સદભાગ્ય તો ઈશ્વરે મને આપ્યું. ડૉકટર સાહેબને કહેજો કે મારો ચેક ન બનાવે અને બની શકે તો તેમાંથી આ કાકાનું બિલ ભરી દે.’ 

આમ કહીને બે હાથ જોડીને રમણિકલાલના શબને પ્રણામ કરી તે યુવાન ચાલતો થયો. એક ઋણાનુબંધ નો સંબંધ હતો બંને વચ્ચે. 

એક અજબ આશ્ચર્ય સાથે જ્યોતિ સિસ્ટર એને રોકવા જાય ત્યાં તેની નજર રમણિકલાલના નિર્જીવ શરીર પર પડી. ત્યાં બધું જ મૃત્યુ પામેલું હતું. ફક્ત જીવંત હતું તો પેલું સંતોષનું સ્મિત

આંખના ખૂણા ભીના થઇ જાય એવી આ ઘટના ખરેખર સત્યઘટના પર આધારિત છે. લાગણી,પ્રેમ,કરુણા,દયા,માયા જે કહો તે જેટલા વહેચશો એટલા ઈશ્વરના વ્હાલા બનશો. 

પૈસો બધું છે પણ પૈસો જ બધું નથી એ વાત જેને સમજાઈ જાય એ સાવ ગરીબ હોવા છતાય ધનવાન બની જાય. સંપત્તિ હોય એને "વિલ" બને અને સંસ્કાર હોય એને "ગુડવિલ" બને.

છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા..

પાનખર નું એક સુક્કું પાન છું
ડાળી એ તરછોડેલ,  હું હવે વેરાન છું.

નથી રંગ, ના સુગંધ, નાજુક બહુ છું,
ડાળી થી છૂટેલ, બે, એક ના થાય, જાણું છું હું.

એક તણખા ની ક્યાં વાત, કિરણ થી પણ તપુ છું
પવન ને કરું માત?, ફૂંક થી પણ ડરું છું.

પ્યાર તો શું નમી આંખ થી પણ દૂર રહું
અંગ ની આગ તો શું, વિચાર થી મુક્ત રહું

હતી સ્થિરતા, એક ડાળી ના સંગ મા
હવે એક વાવાઝોડા મા મુસાફર છું.

— જનક દેસાઈ

સમજે તે સમજદાર. 


Friends,

The Corona era is not over yet and the number of human cases is increasing. I came to know a true incident when people are having more faith in God day by day and helping the needy, poor or needy people around them and I am putting it in front of us today in the form of a story. Hope you read the whole story.

Lying on the bed, Jyoti said, "Leo, this is your son."

There were deep echoes in Ramaniklal's heart that his son had come.

Even a vain attempt to raise his eyes was made by Kholiya as he flew away. The hands twisted a little too much. The son who came also put the bag in his hand and grabbed Ramaniklal's hand with both hands.

Sister Jyoti shook her head gently and conveyed the silent message of "No more time" to her son without words.

There was something new satisfaction on Ramaniklal's face today in ten days. For about two hours there was a lot of discussion between the son and the father without a single word. Neither is present. It was eleven o'clock at night. There was peace in the ward except for scattered cries and coughs. Seeing the son holding his father's hand for a long time, the sister advised him to go outside and rest. The son just shook his head and again lovingly caressed his father's hand with one hand.

About two hours later a small but slightly different sound was heard and the father's hand in his son's hand became lifeless.

The son called the nurse. Everyone knew this time was coming.

The compounders began mechanically removing the oxygen mask and other devices from Ramaniklal's unconscious body.

Jyoti Sister put her hand on her son's shoulder showing humanity and said: ‘God does what He does for good. For a long time, the poor were left alone. May God give peace to his soul. He was a very good man. "

He turned around and said: ‘Yes, I thought there was a good man. But who were they?

Sister was surprised and said: ‘Ouch! What are you talking about Are you sane This was your father. '

Very calmly he replied: ‘No, I am not his son. My father is at home. Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either. I came here at night to fix the generator of the hospital's operating theater in an emergency. I finished my work and came to the reception and said my name and you brought me here. At first I thought you would take me to the doctor for a check. But you introduced me as this uncle's son! I don't know why, but it occurred to me that this uncle needed me more than I needed the check. The combination of age and illness probably made him my son. You may not believe it, Sister, but in the last four or five hours I have talked to her in silence. Come on, God gave me the good fortune to be the last smile of satisfaction playing on the face of a dying person if nothing else. Tell the doctor not to make my check and if possible pay the uncle's bill out of it. '

Saying this, the young man bowed to Ramaniklal's corpse with both hands and started walking.

With a strange surprise, Jyoti Sister went to stop him and her eyes fell on Ramaniklal's lifeless body. Everything there was dead. If only he was alive then that smile of satisfaction

The fact that the corners of the eyes get wet is actually based on a fact. Feelings, love, compassion, kindness, tenderness, whatever you share, you will become God's beloved.

Money is everything but money is not everything. Anyone who understands this becomes rich even though he is very poor. Wealth becomes "will" and sacrament becomes "goodwill".

Before finally pausing the blog ..


I am a dry leaf of autumn

Leaving the branch, I am now desolate.

No color, no fragrance, I am very delicate,

Leaving the branch, two, not one, I know.

Where is the point of a spark, I am also hot from the ray

Do I kill the wind? I am also afraid of blowing.

Love, stay away from the wet eye

What is the fire of the limb, be free from thought

There was stability, in the company of a branch

Now I am traveling in a hurricane.


- Janak Desai


Understandably sensible.

google translate.

©

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા