Skip to main content

Posts

Showing posts from September, 2020

Navratri 2020 [ નવરાત્રી ૨૦૨૦ ]

 મિત્રો,   હાલ ગોરી હાલ તને લોકડાઉન નાં સમ, બીજાને તું જાવા દે બસ મારી હારે રમ. ધરતી આજે ધ્રુજશે ધમ ધમા ધમ ધમ, હે..ય હાલ ગોરી હાલ તને લોડાઉન નાં સમ.  ફાલ્ગુની પાઠક અને મુસાપાઈક નો લેટેસ્ટ ગરબો કદાચ આવો હોઈ શકે.યસ આ લોકડાઉન સમયમાં જ્યાં ટ્રેન સેવા હજુ ક્યારે શરુ થશે એની ખબર નથી જે સેવા ચાલુ છે એ સેવા નાં ઠેકાણા નથી કામકાજ મંદા ઠંડા છે ત્યાં નવરાત્રી માં કદાચ રંગબેરંગી ભરત ભરેલી પી.પી.ટી કીટ પહેરીને મોઢે નવરંગી માસ્ક પહેરી ગરબા કરે તો નવાઈ નહિ ભાઈ ભાઈ... મને તો લાગે છે કે આ વખતે લોકો ઘેર ઘેર ગરબા રમશે. જ્યારે જ્યારે અતિ થાય ત્યારે આવા ચમત્કાર થાય. સમજે તે સમજદાર  જો કે જે થાય તે સારું થાય એ સમજી માતાજીને વધાવવા જોઈએ..આજે પહેલાનો સમય યાદ આવી ગયો.  જો કે પહેલાના સમયમાં આવી રીતે જ નવરાત્રી ઉજવાતી લોકો પોતાની સોસાયટી કે ઘરના આંગણિયે ભેગા થઇ માતાજીના ગરબા ગાતા અસ્સલ ગરબા..જેમાં ઝળહળતી લાઈટો નહિ પણ પેટ્રોમેક્સ રાખતા અને એક ગરબો અને માતાજી ની છબી વચ્ચે સ્ટુલ પર હોય અને આસપાસ ગરબા રમતા. પછી ધીરે ધીરે શેરીએ અને ગલીએ ગલીએ માતાજીની ગરબીનો રીવાજ આવ્યો ત્યારે ઢોલ અને શરણાઈ પર ગરબા થતા, ખાસ કચ્છથી ઢોલ

I have faith [ મને વિશ્વાસ છે ]

 મિત્રો, ટોલ્સટોયે કહ્યું છે કે 'Faith is the force of life.' — વિશ્વાસ એ જીવનનું બળ છે.    જો કે વાત તો સાચી વિશ્વાસ એ એક સિક્રેટ સકસેસ બુસ્ટરનું કામ કરે છે. પછી એ વિશ્વાસ ઈશ્વર પર હોય આપણી જાત પર હોય આપણે જે કામ કરીએ એના ઉપર હોય અથવા તો જેમની પાસે કામ કરાવતા હોઈએ એ વ્યક્તિ પર હોય.  વિશ્વાસ નો પાયો કહીએ તો પતિ પત્ની નાં સંબંધ કહી શકાય જે એકબીજા પર વિશ્વાસ રાખી આખું જીવન કાઢી નાખે. પ્રેમી પ્રેમિકાનાં જીવનમાં પણ વિશ્વાસ મોટો ભાગ ભજવે છે.  ધોની ને એના ખેલાડીઓ પર વિશ્વાસ હોય તો જ મેચ જીતી શકાય અને એ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાડવો એ જ એક મોટી ચેલેન્જ છે. મોટી મોટી ફિલ્મો કે સિરિયલો બને છે એ બધામાં મૂળમાં હોય છે વિશ્વાસ. નિર્માતાને કથા વાર્તા લઈને આવેલા લેખકની વાર્તામાં અથવા તો લેખક ની ટેલેન્ટમાં વિશ્વાસ બેસે ત્યારે જ શોલે, ત્રિશુલ અથવા સાસ ભી કભી બહુ થી કે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માંનું નિર્માણ થાય. સકસેસફૂલ નાટકો માટે સૌ પ્રથમ સ્ક્રીપ્ટ માં વિશ્વાસ અને એ લખનારા લેખકમાં વિશ્વાસ હોય તો જ નિર્માતા લાખો રૂપિયા રોકવા તૈયાર થાય.  જો કે દરેક ક્ષેત્રમાં વિશ્વાસ જરૂરી છે. વોલ્વો બસ ચલાવતા ડ્ર

wow..water..ohh..water..[ વાહ પાણી..આહ..પાણી ]

 મિત્રો,  આવોને સાહેબ..કેમ છો..શું લેશો ચા પાણી, અરે રામુ [ વર્ષોથી આ એક જ નામ યાદ છે નોકરનું ] ગ્લાસ પાણી લાવજે. અરે..રે..તમે તો પાણી પાણી થઇ ગયા, આ બ્હાર વરસાદ તો જુઓ..કેટલું પાણી પડે છે.  બસ..આજે ચારેબાજુ પાણી પાણી પાણી ની જ વાત છે એટલું પાણી વરસ્યું છે મુંબઈમાં. મહારાષ્ટ્રમાં ખેડૂતો પહેલા વરસાદ આવે એના માટે પ્રાર્થના કરતા હતા હવે વરસાદ રોકાય એના માટે ઈશ્વરને આજીજી કરે છે.  એક તરફ કોરોના બીજી તરફ વરસાદ ત્રીજી બાજુ કામકાજ ની સમસ્યા ચોથી બાજુ ઓનલાઈન ભણતર પાંચમી સમસ્યા ખર્ચા દર મહીને જે બીલ આવે છે એ તો આવે જ છે એ રોકાવાના નથી. સરકાર ભલે કહે કે તમારા બેંક હફ્તામાં  રાહત કરી આપીશું. પણ એ રાહતનું વ્યાજ તો બેંક લેશે જ. એનીવે..આ આખી વાત પર પાણી રેડીએ અને આપણે પાણીની વાત કરીએ.  મુંબઈને પાણી સાથે રક્ષાબંધન જેવો સંબધ છે જ્યારે જ્યારે પાણીબેન મુંબઈ ભાઈ ને મળવા આવે કે અનરાધાર આવે અને આખું મુંબઈ ફરી વળે. આ વખતે તો એટલું પાણી વરસ્યું છે કે વ્હોટ્સ એપ પર વિડીયો જોઈ જોઈને એક જ વાત નીકળે "હે ભગવાન". જો કે પાણી એ આપણી પ્રથમ જરૂરિયાત છે અને પાણી વગરનું જીવન શક્ય જ નથી પણ આપણને પણ બધું માપસર જ

Book first friend [ પ્રથમ મિત્ર પુસ્તક ]

  મિત્રો, ટ્રેન,બસ કે ટ્રાવેલિંગનાં કોઈ પણ સફરમાં આપણી સાથે ભલે કોઈ ન હોય પણ જો સાથે એક સારું પુસ્તક હોય તો ભયો..ભયો..જો ક પુસ્તક માત્ર હાથમાં રાખીને એની સોભા વધારવા નહિ પણ વાંચવા માટે સાથે રાખવું જરૂરી છે..કેમકે જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો એટલું વધુ શીખશો, જેટલું વધુ શીખશો, એટલા વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે. 'ક' કમળ નો 'ક' અને 'ખ' ખટારાનો 'ખ' શીખતા હતા ત્યારે ખબર જ ક્યાં હતી કે આ જ વાંચન આદત પડી જશે અને પુસ્તકો સાથે, પુસ્તકો માટે, પુસ્તકોની આસપાસ કામ કરવું પડશે. સાચે જ એકાંતનો સૌથી બેસ્ટ સાથી છે પુસ્તક. એમાય જો મનગમતી પુસ્તક હાથમાં આવે તો સમય ની પણ ખબર નથી રહેતી દરેક પાને અક્ષરોની દુનિયામાં આપણે એટલા દુર નીકળી જઈએ કે " ચાલો જમવા" અથવા તો " હવે બસ કરો" અથવા તો મોબાઈલની રિંગ કે ડોરબેલ આપણી પુસ્તક વાંચન ની ધ્યાનમગ્ન અવસ્થા માં અવરોધ નાખે તો જ આપણે ફરી કોરોનાકાળ  માં પાછા આવીએ. મિત્રો, પુસ્તક એટલે લેખકના વિચારોનો આઈનો એણે ધારેલા માનેલા પ્રસંગોની, વાતોની ,અનુભવોની, વિચારોની હારમાળા . એ વિચ

Remember childhood? [ બાળપણ યાદ છે ? ]

 મિત્રો,  ગઈકાલે તસવીરની વાત કરી અને સાચે જ સાંજે બાળપણની એટલી બધી યાદો લઈને બેઠો હતો કે એક પછી એક પ્રસંગો આંખ સામે આવી હૈયે સુખ અને મોઢે સ્મિત વેરી જતા હતા. અમુક ફોટાઓ જોઈ આજે પણ હસવું કે રડવું એની સમજ ન પડે. ફોટામાં મિત્રોને જોઈ જે સાથે છે એને મળવાનું મન થઇ આવ્યું અને જે દુર છે એની સાથે વાત કરવાની ઈચ્છા રોકી ન શક્યો..સાચે જ બાળપણની યાદો આપણા માનસ પટ ઉપર એવી અમીટછાપ છોડી જાય છે કે જયારે જ્યારે બાળપણની વાતો આવે કે આંખ સામે એ તસવીરો ઉભરાઈ આવે.. એવી જ બાળપણની વાત આપની સાથે શેયર કરવાનું મન થયું જેના દરેક શબ્દો મારા બાળપણ સાથે એકરૂપ થાય છે. કદાચ તમે પણ આવું બાળપણ જોયું કે માણ્યું હશે. યસ, મેં આ બાળપણ અનુભવ્યું છે.માણ્યું છે અને આજે પણ યાદ કરીને ખુશ થાઉં છું.  બાળપણની હકીકત, સાચે જ ધોરણ પાંચ સુધી સિલેટ [ પાટી ] ની પટ્ટી ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ કાયમી ટેવ હતી, પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે.અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક  એ પણ લાગતી હતી કે સિલેટ ચાટવાથી કઈ વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...અને ભણવાનો તણાવ તો પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવીને તણા

The magic of memory..[ યાદગીરી નો જાદુ ]

મિત્રો ,  પ્રભુ એક તસવીર  જ બસ છે તારી ભક્તિ માટે ,  મારે ક્યા સ્વર્ગલોક માં વાસ જોઈએ છે. દર્શન કરી લઉં રોજ હું તારા,  બસ એટલો જ પ્રસાદ જોઈએ છે.   જી હા દોસ્તો ઈશ્વર તો અત્ર તત્ર સર્વત્ર છે અને એની છબી મનમાં કે આંખ સામે હોય તો તો ભયો ભયો..આખી જીંદગી એની ભક્તિ કરવામાં વીતી જાય.મીરાંબાઈ પાસે ક્યાં  ભગવાન કૃષ્ણ સાક્ષાત હતા..એમની પાસે માત્ર કૃષ્ણની મૂર્તિ જ હતી ને. એક છબી એક તસવીર.. એક સેલ્ફી જ બસ છે.                                 જો કે ફોટો, તસવીર પાડવી હવે એ બધાના હાથની વાત છે. દરેકના હાથમાં મોબાઈલ છે અને દરેકનાં મોબાઈલમાં કેમેરો છે..જે તસવીર અને વિડીયો બંને ની કમી પૂરી કરે છે. રસ્તામાં બે કુતરા લડતા હોય તો ય લોકો એનો વિડીયો બનાવતા હોય છે, કોઈ એક્સીડેન્ટ થઇ જાય તો મરતા માણસને બચાવવાનું ભૂલી એકસીડન્ટ સ્પોટ નો વિડીયો કે તસવીર ક્લિક કરીને પોસ્ટ કરવી આજકાલ ગર્વ ની વાત થઇ ગઈ છે. દીકરી પોતાની શોપિંગ કરવા ગઈ હોય અને એને મમ્મી માટે કોઈ વસ્તુ ગમી જાય તો શોપમાંથી જ એ ડ્રેસ કે ચપ્પલના ફોટા મમ્મીને સેન્ટ કરી પૂછે મમ્મી જોઇને કહે કયો કલર કે કઈ ડીઝાઈન તને ગમે છે.?  તસવીરો પર તો આજે કેટલાય બીઝનેસ ચાલ