મિત્રો, કહેવત છે કે "ડર કે આગે જીત હૈ.." તો ડર કે પીછે ક્યા હૈ..? મારા હિસાબે ડર કે પીછે જિદ્દ હૈ..તભી તો ડર કે આગે જીત હૈ..ડર ની ડગર પર ચાલતા આસપાસ, સામે કે પાછળ કોણ કેવું હશે અથવા કેવું ભટકાશે એની ખબર ન હોય પણ જો ડરની રાહ પર મંઝીલ પહોંચવાની જિદ્દ હોય તો ડર ઉપર જીત મેળવી ફતેહ હાંસલ કરી શકાય. કોઈ પણ માણસ માં ડર જન્મજાત નથી હોતો..આપણા જ ઘરના ડર મનમાં મગજમાં ભરે છે..અબુધ નાનકડું બાળક તો બિન્દાસ પગથીયા પાસે ચાલ્યું જાય..પણ એની સાથે જે હોય એ જ હાથ પકડીને કહે..ત્યાં ન જવાય..ભમ્મ થઇ જવાય..થોડુક સમજણું બાળક રસ્તો ક્રોસ કરે તો તરત હાથ પકડતા કહીએ ગાડી જો આજુ બાજુ..એ સિવાય ભણતર નો ડર સૌથી મોટો મગજમાં રોપી દેવામાં આવે.." ભણીશ નહિ તો ભજન કરવાનો વારો આવશે.." ભણ..ભણ..ભણ..સ્કુલ કોલેજની લાઈફ પૂરી થાય ત્યાં જોબ માં બોસ નો ડર આપેલું ટાર્ગેટ પૂરું નહિ થાય તો..નોકરી જશે..એક તો માંડ માંડ નોકરી મળી છે..અને આવા ડર ની સાથે સાથે મનમાં ઘર કરી જાય અંધારાનો ડર, ભૂતનો ડર..ઉધાર લીધા હોય અને સમય પર પાછા ન આપી શકીએ તો " હમણાં વસુલીનો કોલ આવશે" એનો ડર.. બાળકો કોલેજમાં હોય અને બેન્કમા...
something new