Skip to main content

Posts

Showing posts from June, 2020

tea..tea..tea..tea..[ ચા..ની..ચાહ..વાહ..આ..હ..]

મિત્રો ,   એક તો રવિવાર ની સવાર અને સામે ગરમા ગરમ ચા..આ...હ.., વા...હ લખવા માટે વિષય શોધવો પડે ?  દુનિયાનો કોઈ એવો ખુણો નહીં હોય જ્યાં ચા નહીં મળતી હોય, હા ચા ના પ્રકાર ભલે જુદા જુદા હશે પણ ત્યાં ચા તો મળતી જ હશે, અલગ અલગ ભાષામાં અલગ અલગ ચા , ચહા, ચાઈ, ટી, બીજા એનક નામો હશે પણ આપણાં માટે મસ્ત મસાલા વાળી ચા.  શુભ કે અશુભ  દરેક અવસરે તમને ચા અચૂક મળી જાય, ગુજરાતમાં અને મને જાણ છે ત્યાં સુધી દરેક જાતિ માં  મરણ  થઇ ગયું હોય અંતિમ ક્રિયા થઈ ગયા પછી ડાઘુઓ ઘરે પાછા આવે તો સૌપ્રથમ એમને હાથ પગ ધોવડાવીને ઘરમાં બેસાડીને ચા પીવાડાવવાનો રિવાજ છે. આજકાલ તો મેં સ્મશાનમાંપણ ચા પીતા લોકો જોયા છે.  અને ભાઈ શુભ પ્રસંગે દીકરીને જોવા માટે જ્યારે છોકરા વાલા આવે ત્યારે..તો..કિચનમાં એક ડાયલોગ અચૂક સંભળાય..જા   તું ચા લઈને જા...સારું લાગશે...    દોસ્તો, વિશ્વમાં પાણી પછી સૌથી વ્‍યાપકપણે વપરાતું પીણું ચા છે. ચાની લગભગ છ જાતો છે: સફેદ, પીળી, લીલી, ઉલોંગ (કાળોનાગ), કાળી, અને પૂઅર. જેમાં બજારમાં સામાન્‍યપણે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગ, અને કાળી છે , દરેક ચા...

remember you..? ( યાદ છે તને..? )

મિત્રો, જીવનમાં આપણે નાનપણથી અત્યાર સુધી કેટલા વરસ કાઢી નાંખ્યા છે તેની ગણતરી જ્યારે જ્યારે બર્થ ડે આવે ત્યારે જ થાય અને એ બર્થ ડે ની તૈયારી લગભગ એક મહિના પહેલા શરૂ થઈ જતી હોય એમાંય જો મિત્રોને ખબર હોય કે મહિના પછી તમારો બર્થ ડે આવે છે તો એ મિત્રો એકબીજાને ફોન કરીને તમારી ( જેમનો બર્થડે હોય ) મનપસંદ વસ્તુ કઈ છે એના વિશે ઇન્કવાયરી કરે અને બર્થ ડેના દિવસે તમને એવી ગમતી વસ્તુ આપીને સરપ્રાઈઝ આપે અને ત્યારે તમે પણ એ મનગમતી વસ્તુ ને જોઈને કદાચ ખૂબ જ ખુશ થઈ જાઓ. યસ, કેમકે દરેક વસ્તુ સાથે માણસની એવી યાદો સંકળાયેલી હોય છે કે એ વસ્તુ ને જોતા જ યાદોનું વાદળ તમારી આસપાસ રચાઈ જાય અને એ વાદળમાં દેખાય યાદોની સિરીઝ..યાદગાર વસ્તુ સાથે માણેલી કેટલી સુંદર પળો..તમને યાદ આવી જાય . મિત્રો, દરેકના જીવનમાં એવી કોઈ ને કોઈ વસ્તુ હોય જ છે કે જે એમને ખુબ જ પ્રિય હોય બાળપણમાં કોઈને સાયકલ ગમતી હોય કોઈને વિડીયો ગેમ ગમતી હોય કોઈને પોતાના શુઝ,ટી શર્ટ, બંગડી, બક્કલ, ઘડિયાળ  , પીન , રીબીન ગમતા હોય, કોઈને પેન્સિલ રબર , કમ્પાસ કે ચોકલેટની રેપર..ગમતી હોય અમુક વ્યક્તિતો એટલી  જૂની અને ઝીણી ઝીણી નાની નાની યાદોને સંઘ...

lazy no - 1 [ આળસુ નમ્બર - ૧ ]

મિત્રો, રોજ રોજ લખવું એ પણ સહેલું નથી , કયા વિષય પર લખું ? શું લખું ? કેવી રીતે તમારી સામે રજૂઆત કરું એ વિચારમાં જ ક્યારેક આખો દિવસ નીકળી જાય , અને ક્યારેક આળસ ચઢે અને લખવાનું મગજમાં જ રહી જાય , પાના ઉપર ન ઉતરે. જો કે આળસ ખંખેરી લખવું જ પડે કેમકે ન લખું તો એમ થાય કે આજે કેમ કઈ નથી લખ્યું અને આખરે આજે આળસ ઉપર લખવાની ઈચ્છા થઇ.  જગતમાં સૌથી આળસુ જો કોઈ હોય તો એ આપણે પોતે, પેટ વધ્યું છે અને ઓછુ કરવું છે પણ ચાલવા જવાની આળસ, વજન વધ્યું છે ઓછું કરવાનું ડોકટરે કહ્યું છે, પણ બર્ગર,પીઝા ,પાણીપુરી, કોલ્ડ્રીંકને  નારાજ નથી કરી શકતા.મોબાઈલ કે રિમોટ હાથમાં આવ્યું કે સમય ક્યા નીકળી જાય ખબર જ ન પડે , ઘરની કોઈ વ્યક્તિ ઘડિયાળ બતાડે ત્યારે સમયનું ભાન , અને જ્ઞાન થાય.સરવાળે ચાલતું બધું ધીમું પડે અને ધીમું પડેલું અટકે એનું નામ આળસ.    કઈ કરવાનું મન ન થાય, બસ આરામથી મસ્ત પથારીમાં પડ્યા રહેવાનું મન થાય એ આળસ. ઘરના વારંવાર બુમ પાડી પાડી ને થાકી જાય અને મોબાઈલ કે ટીવી લેપટોપ માંથી  ધ્યાન બીજે ખસે જ નહિ એ આળસ.  જરૂર કરતાં વધારે આરામ એ પણ આળસ છે. જો કે ગરીબીનું મૂળ જ આળસ છે. આળસ લાગે...

its different but..is it..? [ અલગ છે પણ..અલગ છે ? ]

મિત્રો ,  સવાલ : કેટલા પ્રકારના માણસો હોય ?  જવાબ :   અનેક પ્રકારનાં. જી હા , અનેક પ્રકારના એમાય અમુક પ્રકાર તો એટલો ભયાનક હોય છે કે ઓળખાય જ નહિ આ સાધુ છે કે શૈતાન. નાનપણથી આપણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોઈએ છીએ જેમની સાથે આજેય કદાચ વ્યવહાર હોય. આટલા વર્ષો દરમ્યાન તમને સામેવાળી વ્યક્તિનાં અનેક રૂપ જોવા મળી ગયા હોય. જે પહેલા હતા એ હમણાં ન હોય અથવા જે હમણાં છે એવા તો એ ક્યારેય નહોતા. ટૂંકમાં માણસ કાચીંડા જેવો હોઈ શકે જે ગમે ત્યારે રંગ બદલી શકે. આમાં બધા જ પ્રકારના લોકો આવી ગયા. હું પણ અને તમે પણ. રંગ આપણે ક્યા બદલી શકીએ રંગ તો સમય બદલે એટલે કુદરતી માણસ પણ બદલાય. આખરે તો આપણે પંચતત્વ નું માળખું કહેવાઈએ તો જેમ અમાસ અને પૂનમનાં દરિયામાં ભરતી અને ઓટ વર્તાય એમ માણસમાં પણ અનેક ઉથલ પાથલ થાય જ જોકે ઈશ્વરે માણસને મન અને મગજ આપ્યા છે અને વેદના સંવેદના ઉપર કંટ્રોલ કરવાની શક્તિ તો કોણ કેવી રીતે પોતાના મન મગજ પર કાબુ રાખે છે એ તો વ્યક્તિ જ નક્કી કરી શકે.  ફરી પાછી વાત હું ત્યાં જ લઇ આવું જ્યાંથી શરુ કરી હતી કે કેટલા પ્રકારના લોકો હોય તો આજે એક સરસ મઝાનો મેસેજ આવ્યો છે એ જ તમ...

high class man. [ રાજા માણસ ]

મિત્રો ,  માણસનો ક્લાસ તમે શેના પરથી નક્કી કરી શકો ?  જ્યારે જ્યારે દેશ પર કોઈ સમસ્યા કે કોઈ આપત્તિ આવે તો દરેકના મોઢે એક વાત અચૂક સંભળાય " આ બિચારા મિડલક્લાસનાં  માણસો કેમ જીવતા હશે ?"  પણ મિડલક્લાસનાં માણસો જીવી જાય છે , કેમ ? એ તો એ જાણે અને એમના ભગવાન. ત્રણ પ્રકારના માણસોની વાત હંમેશા નીકળે છે અપરક્લાસ, મિડલ ક્લાસ [ અથવા અપર મિડલ ક્લાસ ] અને લોઅર ક્લાસ.  અપર ક્લાસ ને કોઈ ટેન્શન નથી એમને ઈશ્વરે એટલું આપ્યું હોય છે કે કયાં વાપરવું એનો વિચાર કરતા હોય છે, જે કમાતા હોય એમાંથીય દસ ટકા ઈશ્વરને અચૂક આપતા જ હોય છે. અને ઈશ્વર દસ ટકામાં રાજી પણ થઇ જતા હોય છે, એ સિવાય દાન ધર્મ, ભગવાનને ચઢાવો, મમ્મી પપ્પા નાં નામની તકતીઓ વગેરે..રૂપિયા છે તો ક્યાંક તો વાપરવા પડેને. અરે હા આ સિવાય આલીશાન જીવન તો ખરું જ બેન્ક માં કરોડોની લોનની ઉધારી બોલાતી હોય પણ દીકરી કે દીકરાના લગ્નમાં પૈસો પાણીની જેમ ખર્ચાય કેટરિંગ થી માંડી ડીજે, ડાંડિયા,મહેંદી,હલ્દી દરેક દિવસે એક એક રીવાજ  એવી રીતે ઉજવાય કે લગ્ન ક્યારે છે એની જ ખબર ન પડે અને છેલ્લે લગ્નના દિવસે વર વધુની સરપ્રાઈઝ એન્ટ્રી.ક્યારેક બલુ...

faith and trust. [ શ્રદ્ધા અને વિશ્વાસ. ]

   શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ? કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.                                               જલન માતરી. મિત્રો   શ્રદ્ધા પથ્થરમાં હોય તો એને ઈશ્વર બનાવી દે , અને વિશ્વાસ કાર્યમાં હોય તો એને જીતમાં ફેરવી દે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી અશક્ય કાર્યને મેં પૂર્ણ થતાં જોયા છે. લગભગ દરેક વ્યક્તિ ખૂબ જ શ્રદ્ધાથી ઈશ્વરને ભજતાં હોય છે અને દરેક માણસ વિશ્વાસથી કાર્ય કરતો હોય છે. જોશ ઝનૂનથી કાર્ય કરતી વખતે એને વિશ્વાસ હોય છે ઈશ્વર એનાં કાર્ય ને સફળ બનાવશે જ , અને એ જ ઈશ્વરમાં રાખેલી શ્રદ્ધા હંમેશા હિંમત આપે છે.. પણ હથેળીમાં ધન ની રેખા હોય તો "મારી પાસે અઢળક ધન આવશે જ"  એમ વિચારીને એક ખૂણામાં બેસી ન રહેવાય. કુંડળીમાં "રાજયોગ" લખ્યો હોય તો આરામ ખુરશી પર બેઠા ન રહેવાય..પરિશ્રમ કરવો જ પડે. તો જ શ્રદ્ધાને વિશ્વાસ વિજય મુગટ પહેરાવે.  મિત્રો કોઈક તો અજાણી શક્તિ હોય જ છે જેની સાથે આપણે બંધાયેલા હોઈએ છીએ. જે દેખાતી નથી પણ આપણી આસપાસ છે....

old is always gold [ વડીલોની સંગાથે ]

મિત્રો , છેલ્લા બે-ત્રણ દિવસથી ઘણી બધી પોસ્ટ અને ઘણા બધા મેસેજ વાંચ્યા પછી એકની એક વાત સતત માથામાં વાગ્યા કરે છે, જો તમે ડિપ્રેશન હોય તો અમને સંપર્ક કરો,  અલ્યા ડિપ્રેશન નબળા મનના હોય એને આવે , જેમનાં મન મક્કમ હોય એમને કઈ નો થાય .  તમે દુઃખી હો તો અમારી સાથે વાતો કરો જો,  તમે એકલા હો તો ખોટા અને ખરાબ વિચારો કે ડિપ્રેશનથી દૂર થવા અમારી સાથે વાતો કરો ,  અમે તમારા માટે જ છીએ ,  આ મારો નંબર છે.   તમે અમારા મિત્ર છો.. વગેરે વગેરે .. ઘણાને એમ થઈ આવે કે ઓહ આખી દુનિયા મારી જ છે યાર..લોકને મારી કેટલી ફિકર છે.  પણ જ્યારે ખરેખર કોઈની જરૂર પડે ત્યારે કદાચ જે વ્યક્તિએ આવું કોપી પેસ્ટ કર્યું  હોય એને ફોન કરો ત્યારે કહે  કે  પાંચ મિનિટમાં તને ફોન કરું છું આટલું બોલીને એ ફોન મૂકી દે આવું બની પણ શકે.  પણ માણસ એકલો ક્યારે પડી જાય ? અત્યારે તો મને લાગે છે કે એકલો પડવા નું સૌથી મોટું કારણ મોબાઇલ છે. મોબાઈલ માં બધું હોવા છતાંય માણસ એકલો, એક ઘરમાંપાંચ વ્યક્તિ રહેતી હોય અને દરેક વ્યક્તિ પાસે મોબાઇલ હોય તો બધી  વ્યક્તિ એક સાથે બેસીને તો વાત કરી જ...

u r fighter. [ શ્રેષ્ઠ છે જ તું ]

મિત્રો,   માણસ ગમે તેટલો ખુશ હોય પણ એને કોઈક તો દુ:ખ હોય જ અને ન હોય તો એ દુ:ખ ઉભું કરી લે. અને પછી દુ:ખની માત્રા સુખ કરતા વધતી જાય અને હસતો રમતો માણસ અચાનક ગુમસુમ , ચુપ ચુપ થઇ જાય અથવા તો એકલો એકાંતમાં સરી પડે. અને છેલ્લે એવું પગલું ભરે કે લોકોનેય આશ્ચર્ય થાય. અને એકાએક ચોપડી બંધ. નવો દિવસ નવી શરૂઆત અને નવા લોકો. સમયાંતરે એ માણસ ક્યારે ભુલાઈ જાય ખબર જ ન પડે. શારીરિક રીતે જીમ,યોગા, ડાયેટકરીને ફીટ રહેતા અનેક લોકો માનસિક રીતે નબળા હોય છે.    આપણા સમાજમાં કેટલાય લોકો માનસિક રીતે ચિંતિત છે. મીનાકુમારી, મેરીલીન, મનરો, પ્રિન્સેસ, ડાયેના, વર્જીનીયા વુલ્ફ, વિન્સ્ટન ચર્ચિલ આ બધા વચ્ચે શું સામ્ય છે? જાણો છો? બધા ડિપ્રેશનના દર્દી હતા. લગભગ દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક હતાશાનો સામનો કરવાના પ્રસંગો આવે જ છે. પણ જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો તે ડિપ્રેશન તરીકે ઓળખાય છે.   . કોઈ વાર આપણી અપેક્ષા મુજબનું પરિણામ ન આવે તો આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ અથવા ક્યારેક આપણી ઇચ્છા વિરુદ્ધ કોઈ કામ થયું હોય ત્યારે અકળાઈ જતા હોઈએ કે ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. ક્યારેક કારણ વગર દુ:ખી થઈ જઈ...